January 28th 2010

વંદનના સોપાન

                 વંદનના સોપાન

તાઃ૨૭/૧/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રથમ વંદન માબાપને,જેણે દીધો છે માનવ દેહ
જન્મ દીધો માતાએ,ને પિતાએ દીધો ઉજ્વળ પ્રેમ
                       ………પ્રથમ વંદન માબાપને.
કર્મના બંધન જીવની સાથે, જે ગતિએ લઇને જાય
વાણી વર્તન સાચવી લેતા,જીવન પણ સાર્થક થાય
વંદન માબાપને કરતાંમનથી,આશીર્વાદ છે લેવાય
જીવનમાં શાંન્તિ આવીજાય,ને પ્રભુ કૃપા પણ થાય
                        ……….પ્રથમ વંદન માબાપને.
પ્રભાતપહોરમાં પ્રભુનેવંદન,જીવે માનવતા મહેંકાય
ધુપ,દીપને અર્ચન કરતાં,જીવપર પરમાત્મા હરખાય
મહેંકે જીવન માનવતાએ,ને સધળા કામસફળ થાય
મનનેમળે નેજીવનેમળે,જે શાંન્તિ પ્રભુકૃપાએ લેવાય
                          ………પ્રથમ વંદન માબાપને.
ભણતરના સોપાન બતાવી,રાહ જીવનમાં જેણે દીધો
ગુરુજીનેવંદન થાયપ્રેમથી,જેથી ઉજ્વળ જીવન લીધુ
માર્ગ મહેનતનો મેળવી,જીવે સાર્થક જન્મ જગે દીઠો
મનુષ્યજીવન પ્રભુકૃપાએ,આશીર્વાદે પાવનકરી લીધુ
                         ………પ્રથમ વંદન માબાપને.

=================================

1 Comment »

  1. વાંચે ગુજરાત
    ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
    ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
    ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
    આપ સૌ પણ આ અભિયાન આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
    આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

    Comment by rupen — January 28, 2010 @ 4:37 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment