લાકડી,ના લફરુ
લાકડી,ના લફરુ
તાઃ૨૦/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મર્કટ મન ને માનવીમન,કળીયુગમાં લબડી જાય
લાકડી લેવા નીકળ્યો અહીં,ત્યાં લફરુ વળગ્યુ ભઇ
……..મર્કટમન ને માનવીમન.
સદગુણનો સથવાર લઇને,હું મહેનત મનથી કરતો
આંગળી માગતો કોઇ આવે,તેને ટેકો દે તો હું અહીં
સ્વાર્થને હું નેવે મુકી જીવનમાં,જીવતો માનવી થઇ
પ્રભુ ભક્તિમાં પ્રેમ રાખતાં,મુંઝવણો દુર ભાગતીરહી
………..મર્કટમન ને માનવીમન.
સંસારી સાંકળના સહારે,મળે પ્રીત પ્રેમનો સહવાસ
લાકડીનો જ્યાં સાથ મળે,ત્યાં બદલાય સૌ વહેવાર
કળીયુગમાંતો સમજીલેવુ,ને રાખવો બગલમાં ભંડાર
વળગી જાય વણ માગ્યુ લફરુ,ના મળે કોઇ અણસાર
……….મર્કટમન ને માનવીમન.
================================