February 13th 2012

સંતોષની કેડી

…………………..સંતોષની કેડી

તાઃ૧૩/૨/૨૦૧૨ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં ઝળહળતા મેળવી,જગતમાં માનવમન મલકાય
ઉજ્વળ જીવનની રાહ મળે,જ્યાં સંતોષની કેડીને મેળવાય
…………………………………………..જીવનમાં ઝળહળતા મેળવી.
બાળપણને બચાવી લેતાં,જીવને માબાપનોપ્રેમ મળી જાય
નિર્મળ રાહની કેડી મેળવવા,વડીલના વરદાન મળી જાય
ભણતરને પામવા મહેનત સંગે,સાચી શ્રધ્ધાને જ પકડાય
મળીજાય મનને શાંન્તિ જીવનમાં,જે સંતોષની કેડીકહેવાય
…………………………………………..જીવનમાં ઝળહળતા મેળવી.
આવીઆંગણે મળે પ્રેમ સૌનો,જે મેળવતાં સંગીઓ હરખાય
સાચી મુડી જીવનમાં મળતાં,માબાપના હૈયા ખુબ મલકાય
માગણીની ના રહે કોઇ ભાષા,કે ના કોઇ લોભ પણ દેખાય
સુખશાંન્તિને સમૃધ્ધિ મળતાં,મળેલ જન્મ સફળ થઈ જાય
…………………………………………..જીવનમાં ઝળહળતા મેળવી.

++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment