મુ.શ્રી ધીરૂકાકાને અર્પણ
.
.
.
.
. સપ્રેમ મુ.શ્રીધીરૂકાકાને અર્પણ
તાઃ૨૫/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે સાહિત્ય સરીતાને સન્માન,જે સૌનું ગૌરવ છે કહેવાય
……..કલમની કેડી લાવ્યા હ્યુસ્ટનમાં,જેમાં ધીરૂકાકાય ઓળખાય
…………………………………………..મળે સાહિત્ય સરીતાને સન્માન.
લાગણી પ્રેમને કલમમાં પકડી,સૌના દીલને એ જીતી જાય
………શબ્દનો સથવારો મેળવીચાલે,એજ બને આપણું અભિમાન
ધીરૂભાઇ શાહની ઓળખ અનોખી,જે તેમની કલમથી સમજાય
………વડીલ હોઇ વંદન કરતાં પ્રદીપથી,તેમને ધીરૂકાકા કહેવાય
…………………………………………….મળે સાહિત્ય સરીતાને સન્માન.
આંગણીનો અણસાર ચીંધતાં,સૌને એ માર્ગ બતાવતા જાય
…….શબ્દ શબ્દની સમજ પડતાં,સૌ વાંચક ગુજરાતીઓ હરખાય
એક શબ્દના અર્થ અનેક,જે તેમની રચનાઓથી સમજાય
……..ગૌરવ સાહિત્ય સરિતાનું એ છે,જે થકી ભાષા ઉજ્વળ થાય
…………………………………………….મળે સાહિત્ય સરીતાને સન્માન.
માન શબ્દને મુકતા નેવે,જગતમાં સન્માન તેમનું જ થાય
………લાગણી પ્રેમની કદરકરતાં,આપણું ગુજરાતી કાંઇક લખાય
મળે કૃપા મા સરસ્વતીની,જે તેમની રચનાઓથી જ દેખાય
……….સદા મળે પ્રેમે આશીર્વાદ અમને,પાવન કલમ અમારી થાય
………………………………………………મળે સાહિત્ય સરીતાને સન્માન.
ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનનું ગૌરવ સમાન મુ.શ્રી ધીરૂકાકાને ગુજરાતી સાહિત્ય
સરીતાના સભ્યો તથા શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી યાદગીરી રૂપે ભેંટ.
તાઃ૨૫ ફેબ્રુઆરી,શનીવાર, હ્યુસ્ટન. (ગુ.સા.સ.બેઠક #૧૧૯.)