ક્યાં જાય?
અમેરીકા આવ્યા બાદ
. .ક્યાં જાય?
તાઃ૨૯/૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
(૧) માબાપનો પ્રેમ ક્યાં જાય? ડૅડ થઈ જાય.
(૨) માતાની મમતા ક્યાં જાય? મમી થઈ જાય.
(૩) આદરમાન ક્યાં જાય? હાય થઈ જાય.
(૪) બાળપણ ક્યાં જાય? ટેક કૅરમાં ખોવાય.
(૫) સાચી પ્રીત ક્યાં જાય? કૅમ્પુટરમાં લબદાય.
(૬) અમૃતવાણી ક્યાં મળે? સીડીમાં સંભળાય.
(૭) કળીયુગી પ્રીત ક્યાં થાય? લીપસ્ટીક લાલીથી છલકાય.
(૮) સંબંધો ક્યાં સચવાય? હોટલ મોટલથી મેળવાય.
(૯) અંતરની વિટમણા ક્યાં દેખાય? ભીની આંખોથી મળી જાય.
(૧૦) તિરસ્કારની કેડી ક્યાં મળે? અમેરીકા આવતાં સમજાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++=