October 27th 2013

જય શ્રીરામ

Jay Ram

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                    .જય શ્રીરામ

 તાઃ૨૭/૧૦/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામના સતત સ્મરણથી,જીવને શાંન્તિ મળતી જાય
ઉજ્વળ રાહ મળે જીવનમાં,ને પાવનકર્મ જીવનમાં થાય
.                ………………….રામનામના સતત સ્મરણથી.
મોહમાયા ને લાગણી છુટે,ને સંગે નિર્મળતા મળતી જાય
ભક્તિ માર્ગની સાચી કેડી,જીવને પાવન કર્મ આપી જાય
સંસ્કારસાચવી વંદનકરતાં,પિતા દશરથ પણ રાજી થાય
સીતાજીનો સંગપામીને,ભવસાગરનો માર્ગ બતાવી જાય
.                 …………………રામનામના સતત સ્મરણથી.
રાવણને આંગળી ચીંધી કર્મની,કળીયુગમાં એભટકી જાય
અભિમાનને એ આદર કરતાં,શ્રીરામથી એનુ દહન થાય
કુદરતની આ રીત નિખાલસ,સાચી ભક્તિરાહે  સમજાય
શ્રીરામ શ્રીરામની માળાકરતાં,જીવને શાંન્તિ મળી જાય
.                ………………….રામનામના સતત સ્મરણથી.

*************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment