November 28th 2015

નજર મળે

.              . નજર મળે

તાઃ૨૮/૧૧/૨૦૧૫               પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવનની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સ્પર્શી જાય
અવનીપરના આગમનને અડે,એ નજર પ્રેમની કહેવાય
………..કરેલ કર્મની એ નિખાલસ કેડી,જે જન્મ સફળ કરી જાય.
દેહ મળે અવનીએ જીવને,જે સંબંધના સ્પર્શેજ  સમજાય
કોણ ક્યારે મળશે જીવનમાં,એજ સમયની સીડી કહેવાય
નજર મળે નિખાલસ પ્રેમની જીવને,જે શાંન્તિ આપી જાય
અભિમાનને આંબે માનવી,જ્યાં નિર્મળભક્તિએ કૃપા થાય
……..પ્રેમમળેલ અંતરનો જીવનમાં,જીવને પવિત્રરાહ દઈ જાય.
જીવને ઉજ્વળ રાહ મળે,જ્યાં સાચો નિર્મળપ્રેમ મળી જાય
ઉજ્વળતાનાવાદળવર્ષે જીવનમાં,નાવ્યાધી કોઈઅથડાય
ભક્તિભાવને સંગે રાખતા,જીવનમાં પરમાત્માની કૃપાથાય
અપેક્ષાની નાકોઇ એડી અડે જીવને,માનવતા મહેંકવી જાય
……….એજ નિખાલસ પ્રેમ લઈ જીવતા,પાવન કર્મનો સંગ થાય

=======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment