January 19th 2016

ભજનભક્તિ

.                 .ભજનભક્તિ

તાઃ૧૯/૧/૨૦૧૬              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજનભક્તિમાં અજબ શક્તિ છે,જે નિર્મળતાએ સહેવાય
મનથી કરેલ સાચી ભક્તિ,પરમાત્માની કૃપા લાવી જાય
………….એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
કરેલ ભજન એ મનને પ્રેરે,જે  દેહને અનુભવથી સમજાય
પાવનરાહપામવા જીવનમાં,અંતરથી પ્રભુનીભક્તિ થાય
ઉજ્વળ જીવનનીકેડી મળતા,પ્રભુભજનનીરાહ મળી જાય
શ્રધ્ધા રાખીને જીવન જીવતા,સંત જલાસાંઇની કૃપા થાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.
માનવજીવન એ કર્મની કેડી,જીવને દેહ મળતા અનુભવાય
સુખશાંન્તિના વાદળ સ્પર્શે,જેસાચી ભજનભક્તિએ મેળવાય
નિર્મળભાવથી સેવાકરતાં જીવને,કૃપાએમુક્તિરાહ મળીજાય
કર્મના બંધન છુટે જીવથી,જ્યાં પરમાત્માની દ્રષ્ટિ પડી  જાય
…………એ છે નિર્મળરાહ જીવની,જે જીવનમાં શાંન્તિ આપી જાય.

======================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment