September 8th 2017

ચમત્કાર

.       .ચમત્કાર    

તાઃ૮/૯/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતપિતાની આ છે નિર્મળરાહ અવનીએ,જીવને મળેલ દેહને સમયે સ્પર્શી જાય
માનવ જીવનમાં મળે ચમત્કાર યોગ્ય સમયે,જે ના અપેક્ષા કે આફત આપી જાય
......મળેલ ચમત્કારનો સત્કાર કરતા,જીવને મળેલ દેહ પર પરમકૃપાની વર્ષા થઈ જાય.
સરળ જીવનને ના સ્પર્શે કોઇ તકલીફ,જે શ્રધ્ધાએ ભક્તિ કરતાજ અનુભવ થાય
અવનીપરનુ આગમન એછે કર્મના બંધન,પરમાત્માની કૃપાએ માનવ દેહ મેળવાય
મળેલ દેહને સ્પર્શે સમય જે ક્ળીયુગની કેડી,ના સાધુબાવાથીય કદી દુર રહેવાય
સંત જલાસાંઇએ દીધેલ પવિત્રરાહે જીવતા,જીવનમાં સુખશાંંન્તિની પાવનવર્ષાથાય
......મળેલ ચમત્કારનો સત્કાર કરતા,જીવને મળેલ દેહ પર પરમકૃપાની વર્ષા થઈ જાય.
જીવનમાં મળે અચાનક શાંન્તિ દેહને,જે નિર્મળ જીવનમાં મળેલ ચમત્કાર કહેવાય
સમયને સમજી ચાલતા મળેલ સન્માનને,આદરણીય પાવનરાહે પ્રભુ કૃપા મેળવાય
કુદરતની આ અજબલીલા અવનીએ,મળેલ દેહને સ્પર્શે ના કદીય કોઈથી છ્ટકાય
એજ ચમત્કાર છે અવનીપર પરમાત્માનો,જે જીવન સુખશાંન્તિથી સાર્થક કરી જાય 
......મળેલ ચમત્કારનો સત્કાર કરતા,જીવને મળેલ દેહ પર પરમકૃપાની વર્ષા થઈ જાય.
=====================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment