April 18th 2007

કાલ કોણે ભઈ દીઠી

                                      કાલ કોણે ભઈ દીઠી
જુન ૧૯૯૯

મળી ગયા સૌ સ્નેહીજ્નોને હરખે નિરખી,  હેમખેમની વાત તો સૌએ કીધી
આજે મળ્યા છે હેયેહેયા મનમળેલા માને,જગજાણે છે કાલકોણે ભઈ દીઠી.

અમરપ્રેમના સ્વપ્ના જોતા પ્રેમમાં ખુપી જાતા,મનમંદીરમાં છબીક્યારની છુપી
રાજારાણી,માતાપિતા ને સગાસ્નેહીને,ખ્યાલ છે સૌને કાલકોણે ભઈ દીઠી.

સનમ તમો છો જનમ તમો  સંગ, સ્વપ્ના  રાતદીવસ એ જોતી
ક્યાંથી જાણે  ક્ષણભંગુર જીવનનું અંતિમટાણું,કાલકોણે ભઈ દીઠી.

દીપ તમો છો ‘પરદીપ‘બનો તો, ગુજરાતી સમાજ છે ઉઠે દીપી
મળે પ્રેમ ને હાથમાં હાથ તો,  ખુશહાલીની  કાલ અમે ભઈ દીઠી.

દીપલ દીપે અને રવિ પ્રકાશે,રમા અમો સંગ પ્રેમભક્તિથી રહેતી
પરમ પ્રેમની ભક્તિસંગે ધુપ જલે છે,તેથી અતિઆનંદી કાલ અમે ભઈ દીઠી
                     ———–