April 20th 2007
વ્હાલા પુ,મોટાને
૧૧-૫-૧૯૭૧ હરિઃઓમ આશ્રમ,નડીયાદ. 
મને વ્હાલુ હરિઃઓમ નામ રે ,મને વ્હાલુ મોટાનું નામ રે
દીન રાત સ્મરું હું નામ રે…...મને વ્હાલુ.
ભુખ્યાને આશ્રય આપીને……(૨) પંથ બતાવ્યો જી રે ..મને વ્હાલુ.
આંગણે આવેલાને આવકારીને..(૨)કીધો તેનો સત્કાર જીરે..મને વ્હાલુ.
પંથ ભુલેલાને પંથ બતાવીને..(૨)દોડાવ્યો નિજ માર્ગે રે…..મને વ્હાલુ.
સ્વામીનારાયણનો માર્ગ ચીધીને.(૨)મારો ઊધ્ધાર કીધો રે…..મને વ્હાલુ.
જીવન જીવતા કાંઈના મેળવ્યું..(૨)એ મેળવ્યું પુ.મોટા પાસે...મને વ્હાલુ.
દાસ પ્રદીપના સતસત વંદન.(૨)ઉગારવા આ ભવસાગરથી..મને વ્હાલુ.
——————
નડીયાદમાં પુજ્ય મોટાના હરિઃઓમ આશ્રમમાં મૌન મંદીરમાં તેઓની કૃપાથી ઉપરોક્ત કાવ્ય લખ્યું જે મારા જીવનમાં લેખક જગતનું પ્રથમ પગથીયું છે.
April 20th 2007
વ્હાલા સંતાન

નિરખી જેને મનડું મારું નિસદીન છે મલકાય
દૂર મુજથી થોડું જાતા ત્યાં આંખો આંસુથી છલકાય
એવા વ્હાલા છે સંતાન મારા વ્હાલા છે સંતાન.
માયા મુજને લાગી એવી જેની વાત મુજથી ન કહેવાય
દીલમાં જેનું સ્થાન છે એવા પ્યારા વ્હાલા છે દેખાય
એવા વ્હાલા છે સંતાન.
રોજ સવારે ઉઠતાં જેનું મુખડું હસતું છે દેખાય
જયજલારામ કહેતા રવિનું મુખડું હંમેશા મલકાય
એવા વ્હાલા છે સંતાન.
પ્રેમ ભાઈનો મેળવતાં બહેન દિપલ પણ હરખાય
ભાઈબહેનના હેતને જોઈને અમારા મનડા ઠરી જાય
એવા વ્હાલા છે સંતાન.
જ્યોત પ્રેમની અમે પ્રગટાવી નિરખી રાજી થાજો
મળેલા સગપણને સાચવી ભવોભવ તરી જાશો
એવા વ્હાલા છે સંતાન.
પ્રભુભક્તિને સાથે રાખી ભણતર છે જીવનનું ચણતર
આદરમાન તો સૌ કોઈને દેતા પ્યાર બાળકોનો લેતા
એવા વ્હાલા છે સંતાન.
છે અમારો સતત પ્રયત્ન સંભાળે સંસ્કારોને હરપળ
માયામોહને રાખી દૂરજ વળગી રહે એ ધ્યેયે જીવનના
એવા વ્હાલા છે સંતાન.
પ્રભુભક્તિનું શરણું અમારે ભક્ત જલાની લગની અમને
દાદા વ્હાલા પ્રદીપ રમાને તેથી માયા ન અમને છે વળગી
એવા વ્હાલા છે સંતાન.
———-