છેલ્લી આશ.
છેલ્લી આશ.
૧૩/૧૦/૧૯૭૫. પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળશો મને બીજા ભવમાં
મારી આશ છેલ્લી એ જ છે
સુખદુઃખમાં અમે વીતાવીશું
છેલ્લે મળેલ પ્રીતને…….મળશો મને.
મળતાં મળાયું,આ જીવનમાં
સાથ દીધો અમથી બનતો
જીવન જીવ્યાં નિરાંતનું
મારી પાસે છેલ્લી પ્રીત હતી..મળશો મને.
ગમતા મુજને,મનડાં માન્યાં
તુજ પ્રીતે જીવન છોડ્યું છે
પ્રીતડી તું ક્યાં છુપે
અમ અંતરે છેલ્લી પ્રીત છે…મળશો મને.
##############