August 3rd 2007

સતની ગાડી

૨૨-૫-૧૯૮૧        સતની ગાડી              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સતની ગાડી ચાલી રે ભેરુ ,ચાલો સતની  ગાડી ચાલી
આવો સાથી,  ભવસાગરની અહીંયાં  ચિંતા મટશે સારી.
                                               ..આ સતની ગાડી ચાલી.

ઓ કરસનકાકા,ઓ કરસનકાકા,તમે ક્યાં જઈ આવ્યા 
                                                તમે ક્યાં જઈ આવ્યા
કેમ લેટપડ્યાછો,તમે લેટપડ્યા કેમ,ચાલે છે ધમધમ
                                               ..આ સતની ગાડી ચાલી.

ઓ કાશીકાકી ઓ વ્હાલા કાશીકાકી,નહીં મળે સવારી.
                                                આવી નહીં મળે સવારી.
ના ભેદભાવ કંઈ ના મેલું મન અહીં,સાચી પ્રીત બધાને.
                                               ..આ સતની ગાડી ચાલી.

ઓ મુન્નારામ ઓ મુન્નારામ,તમે રહી ગયા કેમ બાકી.
                                               તમેરહી ગયા કેમ બાકી.
આ મેળ મઝાનો ને પ્રેમબધાનો,નહીં અવસર ફરીઆવો
                                                ..આ સતની ગાડી ચાલી.

ઓ ભોળા ભગુભાઈ તમે ક્યાં ભોળવાયા ગુમ થયાકેમ અહીંથી.
                                                    ગુમ થયાકેમ અહીંથી.
આ સતની ગાડી,લઈ ભક્તિની ઝડપે, જાય છે સીધી સ્વર્ગે
                                                ..આ સતની ગાડી ચાલી.

ઓ પ્રદીપ બ્રહ્મભટ્ટ,તમે પરદીપ બનીને,લાગોછો ન્યારાન્યારા.
                                                  લાગો છો ન્યારાન્યારા.
જો ચુકી ગયા તો,ભલા ચુકી ગયા તો, ભવોભવ ભટકાશો.
                                               ..આ સતની ગાડી ચાલી.

આ અંતર છુટશે છે જીવજન્મના,જાણે મંતર મનને લાગે.
                                                જાણે મંતર મનને લાગે.
કોઈ કહીં ગયું કાંઈ કોઈ કહી રહ્યું છે મનની સૌ કરે વાતો.
                                              ..આ સતની ગાડી ચાલી.

આ ભવની ભવાઈ જે લખી લખાઈ નહીં કદી છુટી થનારી.
                                                 કદી નહીં છુટી થનારી.
છે એક જ રસ્તો શાણો ને સીધો,પ્રેમ પ્રભુને કરજો હેતે
                                              ..આ સતની ગાડી ચાલી.

  //શ્રીરામ,જયરામ જયજયરામ શ્રીરામ જયરામ,જયજલારામ//

August 3rd 2007

માનવ જીવન

                          માનવ જીવન                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસાર ના આ સુખસાગર માં,ક્યાંથી તુ અટવાયો
                                             ક્યાંથી તુ અટવાયો.
કોટી કરુ ઉપાય તોય તુજને,પંથ નથી મળવાનો
                                            પંથ નથી મળવાનો.
                                                       …કોટી કરુ ઉપાય.
રામ ભજી લે,શ્યામ ભજીલે, ભજીલે તુ ઘનશ્યામ
                                           ભજીલે તુ ઘનશ્યામ.
બેડો  તારો  પાર  ઉતરશે,  મળી  જશે સુખ ધામ
                                           મળી જશે સુખધામ.
                                                        …કોટી કરુ ઉપાય.
કામક્રોધ મદમોહ લોભછે,આજીવનના સથવારા
                                           જીવન ના સથવારા.
સાચુ જીવન મળી જશે તને,સુધરશે ભવ તારો.
                                            સુધરશે ભવ તારો.
                                                       …કોટી કરુ ઉપાય.
જ્યોત જલાવી પ્રેમથી હૈયે, પરદીપ તું બની જાજે
                                            પરદીપ તું બની જાજે.
સુખસાગર ની સુખ શૈયા , છે સાથે તારી આજે
                                          છે સાથે તારી આજે.
                                                       …કોટી કરુ ઉપાય.

                =======////////////=======

August 3rd 2007

પેટ કરાવે વેઠ

                               પેટ કરાવે વેઠ                  પ્રદીપ બ્રહ્મભટ્ટ
પેટ કરાવે વેઠ  જગમાં પેટ કરાવે વેઠ,
                         જીવન જીવતાં છેક ભૈયા જીવન જીવતાં છેક.

ચકલી આવે દાણા ચણવા ને ફરર ભડકી ઉડી જાય
ગોળ ગોળમટા ખાતી બીલ્લી મ્યાઉ મ્યાઉ કરતી ફરતી જાય
દાણા નિરખી ચકલી ચણતી ને દુધ જોઇને બિલ્લી પીતી જાય.
                                 ..પેટ કરાવે વેઠ ભૈયા જીવન જીવતાં છેક.

કેડ દુઃખે કે કમર લચકે તોય માથે લદાયેલ છે બોજ
રોજે રોજના પોષણ માટે દોડ લગાવી ગ્રાહક શોધે છેક
રોજી મળતા રોટી આવશે આશા કાયમ મનમાં રહેતી.
                                  ..પેટ કરાવે વેઠ ભૈયા જીવન જીવતાં છેક.

વનમાં કરતા રાજ એવા વનરાજ સિંહ કહેવાય
એકલ દોકલ માનવીથી તો સામે પણ ના જવાય
સર્કસમાં સોટીની સામે ખેલ નીચી ડોકીએ કરી જાય.
                                  ..પેટ કરાવે વેઠ ભૈયા જીવન જીવતાં છેક.
      

                   —-૦૦૦૦૦૦૦૦—–૦૦૦૦૦૦—–

August 3rd 2007

ભીમ હતો હું ત્યારે

                                 ભીમ હતો હું ત્યારે
પ્રદીપ બ્રહ્મભટ્ટ                     
પાંચાલીના પાંચ પતિમાં ભીમ હતો ભઈ ભારે,
                                                 ભીમ હતો ભઈ ભારે.
કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને,
                                                ભીમ હતો ભઈ ત્યારે.
                                                           ભીમ હતો ભઈ ત્યારે.
પત્થરને ના પુછે પેટ આચર કુચર બધું ખપે ભઈ મારે,
           રબ્બર જેવું પેટ છે મારું માટી સાથે બધું પચે.
                                      …કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
કહેતા મારા માતાપિતા પણ હું ખાતો બહું ત્યારે,
           આગળ ઉપર જાણ્યુ મેંતો હું પાંડવનો અવતાર હતો.
                                      …કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
કાંદા કોબીચ ચપચપ ખાઉ ના માગું હું પાણી,
           લાડુ વ્હાલા મોતીચુરના હલકે હૈયે પેટ પચાવે જ્યારે.
                                     …કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
પૃથ્વી પર દઉ એક જ ઠેકો ધરણી થરથર ધ્રુજે,
           લાગી પાયે માનવ વિનવે લુછે આંસુ આંખે.
                                     …કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
મસ્ત બનેલા તનની સાથે મસ્ત મનને રાખુ,
           આવે મરચુ હાથમાં જ્યારે લાખને વસમાં રાખું.
                                    …કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
પ્રદીપ કેરો સંગ મળે જ્યાં સ્વર્ગ રમાને લાગે,
           રવિ,દીપલ આગળ ત્યારે નિશીત સાથે ચાલે.
                                    …કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.
કુદરત કેરા રંગ દીસે ત્યાં માનવ જન્મ મળી રહે,
           મનમાં જ્યારે હેત ઉભરે ત્યાં ભાવતા ભોજન મળી રહે.
                                   …કીચન ખાલી મેં કર્યુ ત્યારે લાગ્યું મુજને.

                 …..જય જલારામ બાપા જય જલારામ…..

August 1st 2007

ઓ શ્યામ.

ઑગસ્ટ ૧૩,૧૯૮૨                ઓ શ્યામ….           રમા બ્રહ્મભટ્ટ
શોધુ તને ઓ શ્યામ
                  મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
મનડાની માયા લાગી,મુખડું જોવાને કાજે
ક્યાં લગી રાહ જોઉ તારી હું દર્શન કાજે,
પ્રેમે વરી હું તાત માની,
                   મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
વાંસળીની મધુર વાણી,અધરથી ધીમી આવે,
માયાની જાળ બંધાણી,ચારે કોર દીસે નહીં,
જો જે આ જીવતરની કેડી,
             મોહન વનમાળી
                                 ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
શું કરું? ક્યાં જાઉ? કોઇ ના મળે સહારો, 
મેળ નથી કાંઇ જણાતો જ્યાં ત્યાં દર્શન હરજાઇ
કાંક મનડામાં તું મળી જાજે,
               મોહન વનમાળી
                                ચિતડાના ચોર ગિરધારી
                                                     ….શોધુ તને.
         —–હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે—–

« Previous Page