January 9th 2008
……………………..બોલો જય જલારામ
૯/૧/૦૮………………………………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બોલો જય જલારામ
જય જલારામ,જય જલારામ,જય જલારામ બાપા જય જલારામ
વિરપુરવાસી જય જલારામ, બાપા વિરપુરવાળા જય જલારામ
………………………………………………..બોલો જય જલારામ બાપા.
આરતી ઉતારુ બાપા હૈયે રાખી,પ્રેમે પુકારુ બાપા સ્નેહે સ્વીકારજો
લેજો સ્વીકારી બાપા બાળ તમારા જાણી, હેતે મુક્તિ દેજો દેહને
થાય અમોને આનંદ અનેરો, લેજો પાવન ભક્તિ ઓ જલાબાપા
……………………………………………….જય જલારામ,જય જલારામ.
વીરબાઇ મા તમે હેત વરસાવી, મુક્તિ કાજે સેવા સ્વીકારજો
દેજો પાવન ભક્તિ અમોને,સંગે માડી રહેજો ભક્તિ સથવારે
બાળ અમે તો ભક્તિ પંથે, દોરજો મુક્તિ દ્વારે ઓ વ્હાલાબાપા
………………………………………………..જય જલારામ,જય જલારામ.
દુઃખીયોના બેલી તમો ,ને ભક્તોના વ્હાલા પરવરદીગાર છો
વંદન છે ચરણે તમારા બાપા ,કોટી કોટી સ્વીકારો અમારા
સંસારસાગર જકડી રહ્યોછે,હાથ ઝાલી પ્રદીપને ઉગારો બાપા
………………………………………………..જય જલારામ,જય જલારામ.
…….—-જય શ્રી રામ…બોલો જય જલારામ…જય શ્રી રામ—–………
જગતમાં સંસારમાં રહી પરમાત્માને જેણે મેળવ્યા છે તે સંસારી સંત
પુજ્ય જલારામ બાપાની ભક્તિના આધારે પરમાત્માની કૃપાને પાત્ર
થવાના એક ઉત્તમ માર્ગ તરીકે તેમને પ્રાર્થનારુપે આ કાવ્ય અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા પરિવાર,હ્યુસ્ટન
January 9th 2008
……………………પુ.શ્રી વિરાટભાઇના જન્મદીને
…………પ્રદીપ બ્રહ્મભટ્ટ……….તથા…………પ્રદીપ પંડ્યા
………………………….તરફથી સપ્રેમ ભેંટ
૨૦ મી જાન્યુઆરી ૨૦૦૮…………………………………..હ્યુસ્ટન
વ્યોમતણી વિશાળ ભાવના ને ઉજ્વળ જ્યોત જીવનની
…………….માતાપિતાના સંસ્કાર સિંચન ને લાગણી ભાઇબહેનોની
આગમન અમદાવાદમાં ૧૯૪૦માં જાન્યુઆરી ૨૦ના રોજ
…………….માતાહિરાબેનમહેતા ને પિતાકનૈયાલાલના વિરાટભાઇ
નવીપોળ શાહપુર અમદાવાદમાં જન્મ્યા જન્મ સફળકાજે
……………..છ ભાઇબહેનોમાં પાંચમા સંતાન છે મહેતા વિરાટભાઇ
યોગેશભાઇના નાનાભાઇ હતા ને જયશ્રીબેનના મોટાભાઇ
……………..ઉમાબેન,જીગીશાબેનને છાયાબેનના હતાએનાનાભાઇ
પગલુ ભર્યું જ્યાં ભણતર કાજે પહોંચ્યા સેંન્ટઝેવીયર્સ સ્કુલે
………………સ્કુલપતાવી એચકેઆર્ટ્સ કોલેજમાં એમએબીએડ કર્યું
સંસારસાગરે આવી૧૯૭૧માં ઉષાબેનને જીવનસંગીનીકીધા
……………..દવે યશવંતરાવ ને સવિતાબેન દવેની આશીશ લીધા
ગૃહસંસારની પગથી ચાલતા કૉલેજમાં પ્રોફેસર હતા રહ્યા
…………..દ્વારકાધિશની અસીમકૃપાને કર્મકાંડની ગતીનેવળગીરહ્યા
કૃપા થતાં પ્રભુની ને માતાની આશીશ હતા વડીલોના પ્રેમ
……………મોટી દીકરી મૌલીબેન ને બીજી દીકરી નૈત્રીબેન જન્મ્યા
અહોભાગ્ય સંતાનોના કે જેને પવિત્રભાવુક માબાપ મળ્યા
……………જીંદગીના સોપાન તણા વમળમાં પરભુમીને પાવનકરી
માર્ચ ૧૯૮૧માંઅમેરીકા આવ્યાને કથાકીર્તનને જકડી રાખ્યા
……………જોબ કરીને કથા કરી પાવન કાર્યો કરતા હ્યુસ્ટ્નમાં રહ્યા
જન્મદીન ઉજવતાં પ્રદીપ બ્રહ્મભટ્ટ ને પ્રદીપ પંડ્યા હરખાય
……………વિનંતી પરમાત્માને કરીએ દીર્ઘાયુજીવન તેમનું મલકાય
**********************************************
……..હ્યુસ્ટનમાં પુ.શ્રી વિરાટભાઇ મહેતાના જન્મદીન પ્રસંગે દીર્ઘાયુની શુભેચ્છા સહઃ
પ્રેમ સહિત યાદ રુપે પ્રદીપ બ્રહ્મભટ્ટના પરિવાર તથા સનાતન શિવમંદીરના પુજારી
શ્રી પ્રદીપ પંડ્યા તરફથી ભેંટ. ૨૦ મી જાન્યુઆરી ૨૦૦૮,ગુરુવાર