September 1st 2008

રામ ભજન

                રામ ભજન

તાઃ૩૦/૩/૧૯૭૫                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામ ભજન કરી લે રે મનવા,રામ ભજન કરી લે
કોઇ નથી મારુ આ જગમાં કોઇ નથી તારુ
………………………. ઓ મનવા રામ ભજન કરી લે.

શાને કાજે વ્યથા કરે તું જીવન એળે જાશે
આધીવ્યાધિ વળગીસાથે ના છે કોઇ આરો
નાજગે સાથમળશે આ ભવસાગર તરવાને
ભજન કરીલે ભાવની સાથે પ્રભુનોલેસહારો
 ……………………… ઓ મનવા રામ ભજન કરી લે

કથાસુણીલે ભજનકરીલે કરતારભજીલે મનથી
સુખસાગરને ભુલી ને મનવા રામની કડી લેજે 
દુઃખની આકેડી પર નિશદીન સ્મરણ તુ કરીલે
હૈયેહેતસદારાખીને રામનેશરણે જીવન તુ ધરીદે
                 ……… ઓ મનવા રામ ભજન કરી લે

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

September 1st 2008

દુનિયા છે લટકી

                  દુનિયા છે લટકી

તાઃ૩૧/૮/૨૦૦૮                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળી ગયો જ્યાં પ્રેમ ત્યાં ભઇ દેહને શુ કરવો
જ્યાં થઇ ગયો  ઉધ્ધાર, ત્યાં સંસાર શુ કરવો
 ……..આ જગની ઝંઝટ શુ કરવી જેને દુનિયા છે લટકી

પશુપક્ષી કે પ્રાણીમનુષ્ય જીવને વળગી ચાલે
આધી વ્યાધી સાથે ઉપાધી દેહ થકી છે આવે
પર ઉપકારી પરમ દયાળુ દ્રષ્ટિ જગપર રાખે
આંગળી જો જાય પકડાઇ તો મુક્તિ મળેઆજે
………આ જગની ઝંઝટ શુ કરવી જેને દુનિયા છે લટકી

લઘર વઘર આ માનવ જીવન છે મુક્તિનું દ્વાર
સાચીસમઝણ પડી જ્યાંજીવને ના વ્યાધીઆવે
ભક્તિની શક્તિ નીરાળી જગમાં ઓળખી જાણે
માયા મોહ તો સાથે ચાલ્ર ભક્તિ એકલી ચાલે
………આ જગની ઝંઝટ શુ કરવી જેને દુનિયા છે લટકી

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

« Previous Page