October 16th 2008

પુ.સુરેશલાલનો જન્મદીન
Happy Birthday
(તાઃ૧૭/૧૦/૧૯૩૮)
તાઃ૧૭/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના કાયાના મોહ રહ્યા જ્યાં લાકડી હાથે દીઠી
૧૬,૨૭,૫૩ કરતાં કરતાં સીત્તેર થયાં છે આજે
દારેસલામમાં જન્મ થયો સાલ હતી ૧૯૩૮ની
પાપા પગલી કરાવતી માતા શારદાબા ત્યારે
પપ્પાપપ્પા કરતા ત્યારે આંગળી પકડીલેતા
નામ ભગવાનદાસ ને કામ પ્રેમવર્ષાવે સંતાને
અવની પરનું આગમન ઓક્ટોબરની ૧૭મીએ
મળ્યો માનવ દેહ જેની જગમાં ઉજવતા લાગે
હા ના હા ના કરતા કરતા પરણ્યા શકુબેનને
સીએ લંડનમાં થયાં દારેસલામમાં વ્યવસાય કર્યો
મનથીમહેનત કરતાં ત્યાં આવ્યા અમેરીકા સાથે
રેખા,સપના દીકરીઓ જે વ્હાલ માબાપને કરતાં
જીવ ઉજ્વળ જીવેસાથે વ્હાલ પ્રદીપરમાને કરતાં
બહેનશકુબેનનીસાથે અમેવ્હાલ સુરેશલાલનેકરતાં
પ્રેમ પામે પ્રદીપરમા ને વ્હાલ મેળવે રવિ,દીપલ
સંત જલાબાપા ને સાંઇબાબાને પ્રેમેપ્રાર્થના કરીએ
પ્રભુભક્તિને પ્રેમબધાનો મેળવી ઉજ્વળજીવનપામે.
————————————————————————————
પુ.સુરેશલાલના ૭૦મા જન્મદીને સંત જલારામ બાપા ને સંત સાંઇબાબાને અંતરથી
વંદનસહિત પ્રાર્થના અને વિનંતી કે તેઓને ઉજ્વળ જીવન અને સૌના પ્રેમ સહિતસદા
આનંદમાં રહી પવિત્ર અને પ્રેમે લાંબા આયુષ્ય સાથે જીવન મળે.
લી.પ્રદીપ તથા પરિવારના જય જલારામ સહિત જય સાંઇરામ.
================================================
October 15th 2008
My Faith
Oct, 15, 08 Pradip Brahmbhatt
It’s my thinking and my heart is beating
When I look at the sky I have always question why?
I am on the earth it’s being worth
Because my life has faith in spiritual life
Jesus is lord because of my birth
My faith in Shiva as he brightens my life
I always keep faith in god
Because life has spiritual help on the earth
I keep my heart clean and clear with prayer
And I always needs blessing of the lord
============================================
October 15th 2008

હૈયાને હામ
તાઃ૧૪/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારા હૈયામાં રાખીને હામ, હું પ્રેમે સ્મરુ પ્રભુનું નામ
મારા હૈયે આનંદથાય,ને ઉજ્વળ જીવનપણ દેખાય
……..મારા હૈયામાં
મતીની ગતિ છે નિરાળી ,જે સાચી સમજણ શોધે
ના મળે જો સામે અણસાર, તો જીવન દુષ્ટ બને
માગ્યા નથીમળતા વ્હાલ,જેમાં જીવનદેખાય ન્યાલ
પ્રેમ પ્રભુનો પામવા જીવે, ભક્તિ કરવી જગમાંય
……..મારા હૈયામાં
સુખમાંરામ ને દુઃખમાં રામ,મનમાં રટુ હું જલારામ
પરમાત્માનો પામવા પ્રેમ, હૈયે મળે ભક્તિનો ભાવ
જગમાયા ના કામની, રાખવી મનમાં પ્રીત પ્રભુની
મળશે જીવને મુક્તિ દ્વાર,જ્યાં સાચી ભાવની ભક્તિ
……..મારા હૈયામાં
==============================================
October 13th 2008
कैसा भरोसा
ताः१२/१०/२००८ प्रदीप ब्रह्मभट्ट
अपनोपे तो रखके भरोसा मेंने जीवन लगा दीया
नाम बाम सब छोडके अपना सबकुछ गुमा दीया
…….अपनोपे तो रखके
कलकी आश नहीं थी मनमें प्यार भरा था मन
सच्चा स्नेह समझके दीलसे मेंने दीया हर पल
ना रख्खी कोइ अभिलाषा तो भी पाया मेंने गम
क्या कीससे कहुमें जब अपनोनें मुझे फसा दीया
…….अपनोपे तो रखके
मनमें रखके प्यार अपनोंसे क्या महेंकमैने पाइ
अपना सबकुछ देकर मैने ना मनमें शांन्ति आइ
आज दीलको ना कोइ हाम मीले या प्यार कहीं
ना जीवनमें आनंद मीला ना कुछ अबमें पाउगा
…….अपनोपे तो रखके
???????????????????????????????????????????????????????????????????????
October 12th 2008
કાગવાસ
તાઃ૧૨/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાળા રંગનો કાગડો, તોય ધોળા કામ કરે
કાળા રંગની કોયલ, જગમાં સૌના મન હરે
…….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય.
કાયા કાળી કાગડાની, તોય દુઃખમાં સાથદે
કા કા કરતો જાય જગે, ને ઉજ્વળ મન રાખે
કોયલના મધુર સ્વરમાં સવાર મધુરી મળે
મોહક મધુર અવાજથી,દુનીયા જાણે મુગ્ધબને
…….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય.
કુદરતની અકળ લીલા ના માનવી સમજે
ધોળા કપડાં પહેરીને જગે રોજ કાળા કામ કરે
મૃત્યુ પામે માનવી,દેહ ધરતી ને ત્યજે
અજબ ઇશ્રરનીલીલા મુક્તિ કાગવાસથી જ મળે
…….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય
ના ભાવતું હોય છતાં કાગે માનવતા વસે
ખાય નાખેલું અન્નએ ને પરમાત્મા જીવે કૃપા કરે
માનવતાની મહેંક શોધવા માનવ જગે ભટકે
મુક્તિ દેવા જીવને કાળા કાગડાની એ મહેંર શોધે
…….કા કા કાગડો કરે ને કોયલ કુઉ કુઉ કરતી જાય
=====================================================
October 12th 2008

ભક્તિ એક શ્રધ્ધા
તાઃ૧૨/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નામજાતના ના કોઇ બંધન,કે ના માટીનો કોઇ રંગ
અંતરમાં જ્યાં લાગે છે ભક્તિ, હૈયે સદા રહે ઉમંગ
………નામ જાતના ના કોઇ
જન્મ મળે જ્યાં અવની પર, માનવી મન મળી ગયું
શાંન્તિ જગમાં ના શોધીએ જ્યાં હૈયેભક્તિ છે સમજાય
માયામળી પ્રભુ ઇસુની,પણ પ્રેમ માઅંબાનો મળીજાય
અંતરમાં આનંદપણ થાય,જ્યાં શીવશક્તિની પુજાથાય
………નામ જાતના ના કોઇ
લીધી માળા માયાની જગમાં,ને નમન માતાજીને કીધા
ભક્તિના સંસ્કાર મળ્યા જ્યાં,લાગી મંદીરની ત્યાં માયા
પ્રેમમળે મનને મંદીરમાં,ના બીજી કોઇ મને અભિલાષા
જીવન દિસે ઉજ્વળ ભક્તિમાં, એ જ અંતરમાં છે આશા
………નામ જાતના ના કોઇ
શ્રધ્ધા મનમાં હતી જ્યારથી, શીવશક્તિની મળી છાયા
નાત જાતના ભેદ ભુલીને, શરણે માઅંબાને દીધી કાયા
આવી આજે હું પ્રભુના શરણે,મળે મને જીવનમાં શાંન્તિ
દેજો કૃપા ને દેજો આશીશ, મા મુક્તિ પ્રેમથી મને દેજો
………નામ જાતના ના કોઇ
————————————————————————————-
By birth she is American but she comes to this Shiva Mandir in Houston. On NavratrI Utsav she came to temple with Prasad for mataji. This is her love to the God. This means GOD is ONE, only different NAMES.
October 11th 2008
રહેમ નજર
તાઃ૧૦/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શેરડી ગામ પર પડી દ્રષ્ટિ ત્યાં પરમાત્માની રહેમ મલી
જ્યોત જગાવી કૃપા કરી ત્યાં સાંઇબાબાની જ્યોત જલી
….. આતો અલ્લાની રહેમ નજર થઇ
પ્રેમ દીસે ને પ્રેમ મળે જ્યાં માનવ જીવન સંગાથ ફરે
આવતા મળતા જગતજીવોનું ઉજ્વળજીવન મહેંકી રહે
હૈયાથી નીરખી હામ મળે ત્યાં મનડાં પ્રેમથી દીપી ઉઠે
નાતજાતનો ના સથવારો કોઇને શેરડી ગામે પ્રેમે મળે
…..આતો અલ્લાની રહેમ નજર થઇ
સંત શેરડીના સાંઇબાબા જે પ્રેમથી સૌમાં સમાઇ ગયા
ના કહે હિન્દુ કોઇ કે ના કોઇ મુસ્લીમ કે કોઇ ઇસાઇ
પ્રેમથી સૌમાં વસી ગયા અલ્લાહ, ઇસુ ને રામકૃષ્ણ
બાબાએ દીધી ભક્તિ પ્રેમની ના જેમાં ના સ્વાર્થ દીસે
….. આતો અલ્લાહની રહેમ નજર થઇ.
=========================================
October 10th 2008
ભોળાના ભોલેનાથ
તાઃ૯/૧૦/૨૦૦૮ ……. ………..પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ ભોળાના ભગવાન, તમારી ભક્તિ કરુ અપાર
ઓ ભોલેનાથ ભગવાન, કરો મુજ જીવનો ઉધ્ધાર
…………………….. ……………………ઓ ભોળાના ભગવાન.
શિરે ચંન્દ્ર ધર્યોને હાથેડમરુ,જોઇ ભક્તોરાજીથાય
કરુણા માગે ભક્તિકાજે,તરવા નાશ્વંત આ સંસાર
…………………..ઓ ભોળાના ભગવાન.
સ્નેહ તમારો ઓ ગૌરીશંકર,જપુ હું પ્રેમે શીવશંકર
મનથી માળા કરુ હું, જીવન ઉજ્વળ કરવા રટું હું
……………………. ……………………ઓ ભોળાના ભગવાન.
છે ગજાનંદ પુત્ર અનોખા,મને માનજો પુત્ર તમારો
શીવશક્તિની ના કોઇ સીમા,કરજો કૃપા ભક્તિકાજ
……………………… ………………….ઓ ભોળાના ભગવાન.
કરુ તમારી નિશદીનસેવા,ના જોઇએ મારેકોઇ મેવા
મળે જીવને મુક્તિ અંતે, વળગે ના કાયાઆ જીવને
…………………….. …………………..ઓ ભોળાના ભગવાન.
પાર્વતી પતિ પરમેશ્વર,મળી કૃપા માબાપની જીવને
માનજો મનેભક્ત તમારો, નામાગુ વૈભવે કોઇવધારો
…………………….. …………………..ઓ ભોળાના ભગવાન.
ઓ શક્તિના છો ભંડાર, પ્રેમે કરુ જીવે ભક્તિ અપાર
હિંમત માગું ભક્તિ કાજે, કરજોમાફથાય ભુલ લગાર
…………………………………. ……..ઓ ભોળાના ભગવાન.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
October 8th 2008
…………….. …….. સવાર સાંજ
તાઃ૨૭/૯/૨૦૦૮ ……. ……..પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળશે જીવને હામ, જ્યાં ભક્તિ પ્રેમથી થાય
નિરાકારની કૃપાથાય,ને જીવ કૃપાએ હરખાય
જ્યાં સવારસાંજ ભક્તિરેલાય,સદાસ્નેહ વર્ષાય
………………………………………….મળશે જીવને હામ
મનથીમાળા,મોહ નાકાયાનો,મનમુક્તિએ વર્તાય
સકળ વિશ્વના વિશ્વવિધાતા, આંગણે આવી જાય
સુરજઉગતા જ્યાંસવારથાય,પખીકલરવેમલકાય
માનવજીવન મહેંકીઉઠે,જ્યાંમહેનતે મનલલચાય
…………………………………………….મળશે જીવને હામ
સંધ્યાકાળે સ્નેહ મળે ને માતાપિતા પણ હરખાય
આથમતા સુરજને નિરખીને,આરાધ્ય દેવ પુજાય
સાંજ પડૅ ત્યાં માનવી સાથે પ્રાણીપશુ ઘેર જાય
આનંદમેળવી ઉજાસ જીવનની સવારસાંજ દેખાય
…………………………………………….મળશે જીવને હામ
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
October 8th 2008
…………………. સૅલ ફોન
તાઃ૭/૧૦/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સૅલ ફોન મેં સેલમાં લીધો,
………………… અડધા ભાવે દુકાને જઇ
આનંદ હૈયે એટલો થાય,
કે ના માતો એ હૈયા મઇ
……………………………………. ……….સૅલ ફોન મેં
લાવ્યો જ્યારથી વાપરુ ત્યારથી
મઝા આવતી હાથમાં ફરતો લઇ
હલો હલો કહેતો હતો પહેલાં હું
……………. હવે હાય બાય કહેતો થયો અહીં
……………………………………………..સૅલ ફોન મેં
મસ્તી સાથે ખીસ્સામાં રાખતો અહીં
……………. રીંગ વાગે ત્યાં હાય હું કહેતો ભઇ
બટન દબાવતાં લફરાં વધ્યા કંઇક
કોણબોલે નાસમજુ તોયબબડતોઅહીં
…………………………………………….. ….સૅલ ફોન મેં
મહીનો થયો બીલમેં દીઠુ ટપાલમાં ભઇ
………….. આવક કરતા જાવક વધુ દેખાઇ ગઇ
બીલ જોતાં ફોન મેં લીધો વાત કરવા જઇ
……. પાવર નાદેખાય ફોનપર બેટરીબગડીગઇ
…………………………………………….. …….સૅલ ફોન મેં
ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ