May 23rd 2009

માનવીનો પ્રેમ

                 માનવીનો પ્રેમ

તાઃ૨૩/૫/૨૦૦૯              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જો પ્રેમ માનવીનો,તો માનવતા કહેવાય
મળે જો પ્રેમ પ્રાણીનો, તો મનુષ્ય છે કહેવાય.
                         ……..મળે જો પ્રેમ માનવીનો.
જન્મ મળે જ્યાં અવનીએ,દેહ મળ્યો કહેવાય
જીવ,જન્મને સગાંમળે,ત્યાં પ્રેમ સદા ઉભરાય
દેખીદર્પણનેમુખજોતાં,જેમઆંખોઆનંદેઉભરાય
મળેશક્તિ જ્યાંભક્તિને,ત્યાં ભક્તો છે મલકાય
                         ……..મળે જો પ્રેમ માનવીનો.
સંબંધસ્નેહની જાળમળે,ત્યાં જીવનઉજ્વળથાય
માયામમતાની મહેંકમાં,કિલ્લોલક્યાંક થઇજાય
મળતી લાગણીકૃપાદેહને,સાર્થકજન્મ મળીજાય
ના નાની માયામળતાં,સઘળુ આનંદેઆવીજાય
                         ……..મળે જો પ્રેમ માનવીનો.
_________________________________________________-

May 23rd 2009

સ્નેહની સાંકળ

                   સ્નેહની સાંકળ

તાઃ૨૨/૫/૨૦૦૯                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

કડી કડીના બંધનછે એવા;વળગી વળગીને ચાલે,
બંધન એવા છે બંધાયેલા;જે મળે મળે મળી જાય.
                                ……..કડી કડીના બંધન.
જીગરનુબંધન જગમાંન્યારુ;આગળ હિંમતે લઇજાય,
સાચી મહેનત સાથે રહેતા;કડી કડી એક થઇ જાય,
એક એકની કડી મળે જ્યાં;સાંકળ સોની એક થાય.
                                 ……..કડી કડીના બંધન.
મનમક્કમને ધ્યેય વણેતો;વર્ષા સફળતાનીથઇજાય
એક હાથમાંજ્યાં મળેબીજો,ત્યાં સાહસનીથાય કતાર
મળતોપ્રેમજગમાં અચાનક,ત્યાં સ્નેહની સાંકળ થાય.
                                    ……..કડી કડીના બંધન.

=================================