November 24th 2009

પંખીની પાંખ

                  પંખીની પાંખ

તાઃ૨૩/૧૧/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પાંખ જોઇ પંખીની મને,ઉમંગ મનમાં આવે
સમયને પારખી જગમાં,તરત ઉડી જાય એ
                               ………..પાંખ જોઇ પંખીની મને.
નિર્મળમન ને ઉજ્વળજીવન,પ્રેમસદા લઇ આવે
રાખીશ્રધ્ધા રામનામમાં,જીવનમાં ઉમંગછે લાવે
કળીયુગના ચમત્કારમાં,નાવ્યાધી જીવનમાંઆવે
કરીકામ દયાના જીવથી,જીવ મુક્તિ નજીક લાવે
                                   ………પાંખ જોઇ પંખીની મને.
કરુણાસાગર અવિનાશીની,કૃપા જીવનેઅહીં લાવે
મનુષ્ય જીવન પામી લેતા,જીવન ઉજ્વળ  માણે
પંખી કેરા જીવનમાં,પૃથ્વીએ પ્રભાત સુરજ લાવે
સમય પારખી ઉડીજતાં,ના તકલીફ જીવને આવે
                                     ………પાંખ જોઇ પંખીની મને.
આજકાલની ના ચિંતા,જેને સમય પકડતા ફાવે
રાહ જોવાની જેને કુટેવ,ના જીવનમાં ફળ લાવે
મન મહેનત ને લગનમાં, સદા રહેવામાં સતેજ
મળશે મોક્ષ પ્રભુથી,જે જીવને મળીજ જશે સદેહે
                                     ………પાંખ જોઇ પંખીની મને.

((((((((((((((૦૦૦૦૦૦૦૦૦)))))))))))))૦૦૦૦૦૦૦૦૦૦