મંગળસુત્ર
મંગળસુત્ર
તાઃ૨૮/૧૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુત્રધારની પાછળ રહેતા, જીવન મંગળ થાય
મળેપ્રેમ માબાપનો નેપછી પતિનો મળી જાય
……..સુત્રધારની પાછળ રહેતા.
બાળકીની માયા માને, ને પિતાની લાડલી થાય
ભણતર પામી કેડી પકડતાં,લાયકાત મળી જાય
પુત્રીનો પ્રેમ પામતા દેહે, બા બાપુજીય મલકાય
સંસારની કેડી પકડવાને, અણસાર પ્રભુનો થાય
………સુત્રધારની પાછળ રહેતા.
આજકાલની પગલી ચાલતાં,સથવાર મળી જાય
અણસાર મળે માબાપને,ત્યાં યોગ્ય પાત્ર શોધાય
લગ્ન બંધન બાંધવા કાજે,મંગલ ફેરા પણ ફરાય
પતિને પગલે ચાલવા પાછળ,મંગળસુત્ર બંધાય
……. સુત્રધારની પાછળ રહેતા.
સાથ અને સહવાસમાં,પ્રભુ કૃપા પણ મળી જાય
સંસારની પગથીને પકડતાં,માબાપ ખુબ હરખાય
પ્રેમ પતિનો પામી લેતાંજ,જીવન મહેંકાવી જાય
ગૃહસંસારની નાનીઝુંપડીએ,પતિપત્નીથઇજવાય
………સુત્રધારની પાછળ રહેતા.
ૐશ્રીૐશ્રીૐશ્રીૐશ્રીૐશ્રીૐશ્રીૐશ્રીૐશ્રીૐશ્રીૐશ્રીૐશ્રીૐ