January 10th 2010
કરેલા કર્મ
તાઃ૧૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતનીમ છે જગતપિતાનો,સાર્થક જીવનો સંગ
કામનામએ ભક્તિ સંગથી,ભગાવશે દુન્યવી રંગ
…….જગતનીમ છે જગતપિતાનો.
માનવજીવન ઉજ્વળતાદે,જો મેળવે જગમાં પ્રેમ
મારુંતારું નાવળગે જ્યારે,લાવશે ઉમંગ જીવનમાં
કર્મનાબંધન દેહને વળગે,જે પાવન કરે આ જન્મ
પામીપ્રેમ પરમાત્માનો,મળશે સારા જીવોનો સંગ
……..જગતનીમ છે જગતપિતાનો.
વાણી વર્તનએ દેહનીસાથે,જે મતી તરફ લઇજાય
કોણ,ક્યારે,કેમઆવે,ના જીવનમાં કોઇથી સમજાય
ભક્તિનો એક સાચોતાંતણો,મોહમાયાને ભગાડે દુર
લઇ જાય મુક્તિના માર્ગે,જે સાચાસંતથી મેળવાય
…….જગતનીમ છે જગતપિતાનો.
સુર્યોદયનો સહવાસસૌને,મળે જીવને વર્તનએ સંગે
સુર્યાસ્ત આવશે આંગણે,પણ ના મોહનો છોડશેરંગ
દીનચર્યામાં વર્તનનોદોર,મેળવશે ભવભવનાબંધન
કરેલા સારાકર્મથી દેહને,મળશે પરમાત્માનાપગરણ
……. જગતનીમ છે જગતપિતાનો.
*****************************************
January 10th 2010
ૐ શ્રી જય
તાઃ૧૦/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ૐ શબ્દના ઉચ્ચારણથી જ,મનને શાંન્તિ થાય
આંખોબંધ કરી ઉચ્ચારતાં,તનને ટાઢક મળીજાય
………ૐ શબ્દના ઉચ્ચારણથી.
પલાંઠીવાળી બેસી જઇને,પ્રભાતમાં એ બોલાય
મનનેશાંન્તિ તનને ટાઢક,દેહપણ પાવન થાય
શબ્દઉચ્ચારણની અસરે,માનવજન્મસફળ થાય
આનંદહૈયે મનનેશાંન્તિ,ને દેહનેસઘળુ મળીજાય
………ૐ શબ્દના ઉચ્ચારણથી.
શ્રી શબ્દએ પાવનપ્રેમછે,જે જન્મ સફળ કરીજાય
માનોપ્રેમ મળે સંતાનને,જીવનપણ હરખાઇ જાય
શબ્દનોતાંતણો મળીજતાં,માનીકૃપા અપાર થાય
માનવજીવન પાવનથાય,ને દેહપણ ઉજ્વળથાય
……….શ્રી શબ્દએ પાવનપ્રેમ છે.
માનવતાની મહેંક બતાવે,જ્યાં જય શબ્દ બોલાય
સફળતાના જ્યાં સ્વરમળે,ત્યાં મનથીનીકળી જાય
ઝાઝી ઝંઝટ જગતમાંછે,જે જન્મ મળેજ મળી જાય
મુક્તિના દ્વાર ખોલવા જીભથી,જય શબ્દને સહવાય
……….માનવતાની મહેંક બતાવે.
===========
આમ ૐ એ તનમનને શુધ્ધ કરે,શ્રી એ દેહને શુધ્ધ કરે
અને જય એ જીવનો જન્મ સફળ કરે.
ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય ૐશ્રીજય
January 10th 2010
અતુટ માયા
તાઃ૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કરુણાસાગર,મુક્તિ દાતા,જગજીવનના ભાગ્ય વિધાતા
કરીએ પુંજનઅર્ચન મનથી,કરશે જીવનઉજ્વળ તનથી
……..કરુણા સાગર,મુક્તિ દાતા.
ભક્તિની જો માયાલાગી,તો જન્મસફળ થઇ જશે અહીં
મુક્તિ દ્વાર ખોલશે કરુણાસાગર,તનને શાંન્તિમળી જશે
નાચિંતા આવતીકાલની રહેશે,કે નાબારણે ઉભી ઉપાધી
ઉજ્વળ જીવન મહેંકી રહેશે,ને જીવને શાંન્તિ મળી જશે
……….કરુણા સાગર,મુક્તિ દાતા.
માયાજો વળગી મોહની તો,ના રહેશે આરો કે ઓવારો
મુંઝવણ વણમાગી મળીજશે,ને ના સાથકે કોઇ સહારો
એક માગેલુ મળીજશે,તે પહેલાબીજુ વણમાગેલુમળશે
અલખની જ્યાં દ્રષ્ટિ પડશે,બંધન છુટીજશે આ તનથી
……….કરુણા સાગર,મુક્તિ દાતા.
/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/-/
January 9th 2010
આજ અને કાલ
તાઃ૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આજકાલ એ દેહના બંધન,
મળતા જીવને જગના સગપણ
જન્મ ધરે જ્યાં જીવ જગતપર,
મળીજાય આજકાલની એ અંદર
……… આજકાલ એ દેહના બંધન.
પરમાત્માની કૃપા અને,જીવના જગતના બંધન
જીવને એવો જ દેહમળે,એ માનવી પશુ કે બંદર
લેણદેણ છે હિસાબ પ્રભુનો,નામાનવી સમજે કોઇ
ભક્તિભાવમાં જે જીવ ચાલે,એણે પ્રભુકૃપાને જોઇ
………આજકાલ એ દેહના બંધન.
આજને પકડી જે ચાલે જગમાં,ના તેને ચિંતા કોઇ
મળીજાય મહેનતથી આજે,તેણે કાલ ઉજ્વળ જોઇ
કાલ કરવાની તેવડમાં જ,જે આજને ભુલીજ જાય
આવે વ્યાધી આંગણે આજે,નાકાલ માટે એ રોકાય
……….આજકાલ એ દેહના બંધન.
આ સમયને પકડી ચાલતાં,સઘળુજ સચવાઇ જાય
રાહની કોઇ ના જરુરપડે,કે ના સમય વેડફાઇ જાય
આજ કાલનો ના વિચાર કરતાં,વ્યાધીઓ દુર થાય
મળીજાય જ્યાં કૃપા પ્રભુની,ત્યાં હિંમતથીજ જીવાય
………આજકાલ એ દેહના બંધન.
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;
January 9th 2010
જન્મ મરણ
તાઃ૯/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મરણ એ દેહના બંધન,
જ્યાં જીવ અવની પર આવે
રામ,કૃષ્ણ એ નારાયણ રૂપ,
તોય તેમના દેહને ના છોડે.
……….જન્મ મરણ એ દેહના.
દેહ જગત પર આવતાં,માતાનો જગે પ્રેમ મળે
લાગણી માયાને સ્નેહથી,માતાની કુખ છે ઉજળે
પામી પ્રેમમાતાનો દીલથી,દેહને શાંન્તિ જ મળે
જન્મસફળ કરવામાં તેનો,પ્રેમ માનો પાયો બને
………જન્મ મરણ એ દેહના.
વાણી,વર્તનને મહેનતને,પિતાના પ્રેમે રાહ મળે
સાચી કેડી પકડી લેતા,ઉજ્વળ જીવન મળે તેને
દેહનાસંબંધ અવનીના,સાર્થક સાચી કેડીએ બને
હૈયેથી મળતા હેતથી જ,જન્મ ઉજ્વળ બની રહે
……….જન્મ મરણ એ દેહના.
મૃત્યુ જન્મનો સંબંધી,જ્યાંજન્મ મળે ત્યાંએ મળે
ના જગમાં કોઇ છોડી શકે,ના અળગુએ કદીબને
જન્મની જ્યાં તારીખ મળે,ત્યાં મૃત્યુનીય લખાય
જન્મમરણના બંધન સાચા,ના રહે કદીએ આઘા
………જન્મ મરણ એ દેહના.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
January 9th 2010
ગામના મુખી
તાઃ૮/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમના મુખથી શબ્દો સરતા,
નિર્મળ ઉજ્વળ જીવન જીવતા
નાતજાતનો ભેદભગાડી,સાત્વીક જીવનપ્રેમ લેતા
એવા મુખી શંકરદાદા,ગામમાં કેમ છે સૌને કહેતા
…..પ્રેમના મુખથી શબ્દો સરતા.
મળીગયેલ માબાપનોપ્રેમ,ને સગા સંબંધીનો સ્નેહ
પ્રેમીજીવન જીવતાસંગે,આનુઆને ન કરવાનીટેવ
માગણી ના કરતું કોઇ,તોય સદાસહારો સૌને એ દે
ભક્તિસંગે જીવન રાખી,ઉજ્વળ જીવન ગામમાં લે
……….પ્રેમના મુખથી શબ્દો સરતા.
ભણતરનાસોપાન મહેનતે,જરુર જેટલામેળવીલીધા
કરીયાણાની દુકાન ખોલી,સૌનાપ્રેમ મનથીએ લેતા
ભાવતાલની ના લમણાકુટ,સ્નેહ પ્રેમનીજ્યોત દેતા
નાતજાતકે કોમવાદના,નાકોઇ સ્પંદનમનમાં રહેતા
………પ્રેમના મુખથી શબ્દો સરતા.
ઉંમરને ના અટકાવી શકે કોઇ,જેને જગમાં જ્ન્મમળે
૮૭નીપાકટ ઉંમરે પણ,ઘરમાં બેઠા તકલીફને દુરકરે
સમજમાનવીની જ્યાંઅટકે,ત્યાંબારણે આવીઉભા રહે
માર્ગમોકળો કરતાંમુંઝવણનો,અંતરથી સૌનોસ્નેહમળે
……….પ્રેમના મુખથી શબ્દો સરતા.
++++++++++++++++++++++++++++++++
January 9th 2010
સરળ સૃષ્ટિ
તાઃ૮/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભોલેનાથની ભક્તિ કરતાં,જન્મ સફળ થઇ જાય
પ્રભુપ્રેમની પ્રીતમળતાં,હૈયુ પણ આનંદે હરખાય
………ભોલેનાથની ભક્તિ કરતાં.
જન્મ મળતાં જગે જીવને,લેખ વિધાતાથી લખાય
ગણપતિની કલમ ચાલતાં,જીવન ઉજ્વળથઇ જાય
સંતાન ભોલેનાથનાએ,જે સૌ પહેલા જગે છે પુંજાય
ભોલેનાથની ભક્તિએ,કૃપા વિધાતાનીય મળી જાય
………ભોલેનાથની ભક્તિ કરતાં.
માનો અમુલ્ય પ્રેમ મળે જ્યાં,મા પાર્વતીજી પુંજાય
આશીર્વાદ મળેજ્યાં માના,ત્યાં જીવનઉજ્વળ થાય
દેહનો સંબંધ આજીવથી,જે માની કૃપાએ સચવાય
શાંન્તિ મળે જીવનજીવતાં,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
………. ભોલેનાથની ભક્તિ કરતાં.
ભોલેનાથ તો ભોળાછે,જ્યાં ભક્તિ શ્રધ્ધાએજ થાય
જીવને આપે શાંન્તિ ને પ્રેમ,જ્યાં દુધ અર્ચન થાય
પ્રેમઅનંત મળીજાયજીવને,ઉજ્વળજીવનથઇ જાય
દુનીયા આખી વિખરાઇજાય,જ્યાં તાંડવ જગે થાય
………ભોલેનાથની ભક્તિ કરતાં.
==============================
January 8th 2010
મળશે મને પ્રેમ
તાઃ૭/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ જીવનો સાર્થક બનશે,છુટશે જ્યાં માયા મોહ
આજકાલ ના ગણવા પડશે,ઉજ્વળ બનશે આ દેહ
……….જન્મ જીવનો સાર્થક બનશે.
માનવતાની મહેંકને લાવે,જ્યાં સ્નેહ પ્રેમ ને હેત
કરવા જગના કામ પ્રેમથી,માનવ બન્યા છો એમ
મોહ માયાને દુર રાખી,કરતો મારા સઘળાજ કામ
મિત્ર,દુશ્મન ના ભેદભાવને જોતો,મળશે મને પ્રેમ
……….જન્મ જીવનો સાર્થક બનશે.
આંગણે આવેલ જીવને,હુ દઉ દીલથી જ મારો પ્રેમ
ના અપેક્ષાના કોઇ વાદળ,કે ના ઇર્ષાની કોઇ લહેર
નાતજાતના ના ભેદભાવ મનમાં,કેના ઇર્ષા કે દ્વેષ
સઘળા મારા પ્રેમી જછે,ને હું છું તેમનો સાચો પ્રેમ
………જન્મ જીવનો સાર્થક બનશે.
સાધુ સંત કે ફકીર જગે, એજ્યાં બને દેખાવના દ્વાર
નામળે કોઇ આરો કે સહારો,ના છુટે દેહે જગના વેર
મનુષ્ય જીવન સાર્થક થાશે,નેમળશે હૈયેથી જ પ્રેમ
પરમાત્માનીકૃપાઅપાર,જ્યાંમળશે દિલથીસૌનાહેત
………જન્મ જીવનો સાર્થક બનશે.
જલાબાપાનુ જીવન જોતા,અન્નદાનની મને છે ટેવ
બારણે આવતાં જીવોથીજ,જરુર મળશે પ્રભુનો પ્રેમ
જન્મસફળની ભાવના રહેતા,આવશે હૈયે પુરણ હેત
ના મારુ,આપણું જગમાં રહેશે,નેના અપેક્ષાના વ્હેણ
………જન્મ જીવનો સાર્થક બનશે.
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
January 8th 2010
લાગણીનું બારણું
તાઃ૭/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સંસ્કાર મળેલ જીવને, ના દેખાવમાં એને છે હેત
એતો કરતો જગનાકામ,લાગણી સાથે રાખી પ્રેમ
………. સંસ્કાર મળેલા જીવને.
ભાવના પ્રેમ ને સ્નેહનો,હરપળ જીવનમાં છે સંગ
કરશે પળપળ એ પાવન,વંદન પ્રભુને અંગે અંગ
આવશેબારણે કૃપાપ્રભુની,ને જીવને શાંન્તિનીદોર
ખુલી જશે ત્યાં લાગણીનું બારણું,ના રહેશે કોઇમોહ
………. સંસ્કાર મળેલા જીવને.
શું લઇને આવ્યા જગમાં,ને શું લઇને તમે જવાના
કર્મના બંધન જીવથી રહેશે,જે ઉજ્વળ કરશે જન્મ
મોહમાયાના બંધન રહેશે, એ મનુષ્ય જન્મની દેન
પ્રભુ કૃપા એ જીવન કેડી,આવશે અંતે જીવને ચેન
………. સંસ્કાર મળેલા જીવને.
૦(((((((((((((((((((((((()))))))))))))))))))))))))૦
January 7th 2010
જીવનુ લેણું
તાઃ૬/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે આવવા જીવને, જ્યાં જન્મ મળી જાય
બારણુ ખોલી આવકારતાં,સંબંધ સચવાઇ જાય
……..આંગણે આવવા જીવને.
કુદરતની આ અપારલીલા,ના માનવીથી પહોંચાય
જળચરથી આગળ થોડુ જતાં,અભિમાનમાં લબદાય
પરમાત્માની એકપળમાં,જગે જીવનુ જીવનપુરુથાય
અણસાર નામળે પળનો,ત્યાં જીવનું લેણુ પતી જાય
………આંગણે આવવા જીવને.
બારણે પડતા ટકોરાએ,જ્યાં દેહ બારણુ ખોલવા જાય
સંબંધના સાગરના વ્હેણ,ત્યાં પ્રેમે ઘરમાં આવી જાય
અપારઉભરો કે અતી લાગણી,ના જીવથીકોઇને દેવાય
હદના ઓળંગાય જીવથી જગે,ત્યાં માર્ગ મોકળા થાય
………..આંગણે આવવા જીવને.
જીવને ઝંઝટ વળગી ચાલે,જ્યાં માયામોહના દ્વાર ખુલે
મોહ મતીને વળગી જતાં,ભક્તિ મનથી દુર ત્યાં ભાગે
જન્મ મરણના અતુટ બંધન,જે જીવને મળતા સથવારે
મુક્તિ એતો દ્વારે રહેતી,કોઇકાળે ના જીવનેએ મળનારી
………. આંગણે આવવા જીવને.
==================================