April 1st 2010

સત્કર્મોના સોપાન

                   સત્કર્મોના સોપાન

તાઃ૧/૪/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવ જીવન મહેંકે,જ્યાં સત્કર્મોને સહવાય
નીજ જીવનનાદ્વારે આવે,સ્નેહલઇને સથવાર
                      ………માનવ જીવન મહેંકે.
દેહ મળે જીવને જગમાં,જે માબાપ થી દેવાય
પ્રેમનીવર્ષા સદાવરસે,જ્યાં વંદનતેમને થાય
બાળપણના બારણાખોલી,દેહ જુવાનીમાં જાય
સંસ્કારના પ્રથમ સોપાને,જીવન ઉજ્વળ થાય
                       ………માનવ જીવન મહેંકે.
મહેનત મનથી કરતાં દેહે,સફળતાને મેળવાય
વાણી વર્તન સાચવી લેતાં,મળી જાય સહકાર
સહચારીનો સાથમળતાં,પ્રેમ જીવનમાં દેખાય
હાથમાં હાથ મેળવતાં જ,સોપાન ઉજ્વળથાય
                       ………માનવ જીવન મહેંકે.
માનવતાની શક્તિ સાચી,જે ભક્તિએ મેળવાય
તનમનને સંભાળતાં,વર્તને પ્રભુકૃપા મળી જાય
માગણીદેહને નાકરવીપડે,જે મુંઝવણ દે વારંવાર
સાચા સંતની સેવાએ,સત્કર્મોના સોપાનમેળવાય
                       ………..માનવ જીવન મહેંકે.

=============================

April 1st 2010

કર્મની કિંમત

                            કર્મની કિંમત

તાઃ૧/૪/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

કર્મ કરેલા જ સાથે આવે,ના કોઇથી એ છોડાય
રાજા, રાણી,સંત કે સહવાસી,જીવ સાથે જોડાય
                     ………..કર્મ કરેલા જ સાથે આવે.
આધાર નિરાધાર એ,કર્મના બંધનથી મેળવાય
લાગણીપ્રેમનેવર્તન,એ માનવમનથી વિચારાય
                     ………..કર્મ કરેલા જ સાથે આવે.
દીકરો દીકરી કર્મનાબંધન,ગત જન્મથી સહવાય
મળે મોહ ને માયા સંગે,જે કળીયુગમાં જ દેખાય
                     ………..કર્મ કરેલા જ સાથે આવે.
વંદન વડીલોને કરતાં દેહે,એ માણસાઇ જ કહેવાય
આદર સન્માનને પકડીરહેતા,જીવન ઉજ્વળ થાય
                     ………..કર્મ કરેલા જ સાથે આવે.
સુખદુઃખના બંધન દેહને,ના જીવને કદીએ દેખાય
અવની પરના આગમનથી,મળે દેહને જ તત્કાળ
                    …………કર્મ કરેલા જ સાથે આવે.
અંતરયામી છે દીનદયાળુ,પ્રભુભક્તિ એ દેખાય
આંગણે આવે પરમાત્મા,જ્યાં સેવા પ્રભુની થાય
                      ……….કર્મ કરેલા જ સાથે આવે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

April 1st 2010

જીવનો સંગાથ

                           જીવનો સંગાથ

તાઃ૧/૪/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

મોહ જીવની સાથે જ ચાલે,ને મમતાતો ભાગે દુર
પ્રભુ કૃપાએ જન્મ અટકે,જીવને શાંન્તિ મળે અખુટ
                        ……….મોહ જીવની સાથે જ ચાલે.
મનથી થાય સ્મરણ પ્રભુનુ,ના તનને લાગે મોહ
પળપળને પરમાત્મા સંભાળે,નાકાયાને રહે લોભ
માળાના મણકા ના જોતાં,સ્મરણરહે જ્યાં મનથી
મળેમનને શાંન્તિ ત્યારે,જ્યાં કૃપા પ્રભુની મળતી
                       ………. મોહ જીવની સાથે જ ચાલે.
લાગણી ના માગણીએમળતી,કે  નામમતા નામોહ
સકળ જગતના પિતાપ્રભુને,ના માગણી રહે અનેક
જીવન ઉજ્વળ દેતા પ્રભુજી,ને કલ્યાણ જીવનુ એક
જન્મ મરણની માયા છુટે,ને પ્રભુ કૃપાનામળે વ્હેણ
                         ………મોહ જીવની સાથે જ ચાલે.

———————————————-