April 28th 2010

લખી લીધું

                             લખી લીધું

તાઃ૨૮/૪/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના કોઇએ આંગળી ચીંધી,કે ના કોઇએ જકડી લીધી
કૃપાથતાં માસરસ્વતીની,મેં ચાર પંક્તિ લખી લીધી
                        ……….ના કોઇએ આંગળી ચીંધી.
ભણતરની ના ગુલામીલીધી,કે ના લાગવગને પકડી
સાચી સીડી પ્રેમનીમળતી,જેણે મતીને પ્રેમમાં જકડી
કળીયુગી નાસ્પર્શી આદેહને,કે ના મોહમાયાએ લટકી
સાચા સંતે ચીધી આંગળી,જેણે લખવા બુધ્ધિને પ્રેરી
                       ………..ના કોઇએ આંગળી ચીંધી.
સ્નેહ સર્જકોનો સંગ દેતાં,માની કૃપા પણ મળી ગઇ
આજકાલના વિચારવમળમાં,એ વર્ષોથી વહેતી થઇ
લાગણી તો હૈયેથી ઉભરે,ને હેતતો માનવતાએ મળે
સથવાર મળે જ્યાં બંન્નેનો,ત્યાં કાગળે કલમને જકડી
                       …………ના કોઇએ આંગળી ચીંધી.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~