May 10th 2010

@@@@@@@@@@@@@@@@@@@@@@
*__________’દીપના અંધારે’__________*
તાઃ૧૦/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરળ વાણી ને સરળ સ્વભાવે,પ્રીત જગતની જાણી
પ્રેમથી સાચી પ્રીત કલમથી,ભઇ હ્યુસ્ટનમાં મેં માણી
સહકાર સ્નેહની નૈયા નાની,ગણતરીના જછે સહવાસી
કલમની તો અજબ કરામત,એ જ જીવનમાં મળનારી
જન્મ સાર્થક જોવા જગે ઘુમે,ના મળે જીવને ચીનગારી
મનની વ્યાધી માળવેમુકતાં,પ્રભુદે જીવનમાં હરીયાળી
પ્રેમ પ્રેમાળથી મળે જગતમાં,જ્યાં બુધ્ધિએ જ પકડાય
કવિ,લેખકની દ્રષ્ટિપડતાં,પ્રદીપનાહાથે પેન આવીજાય
અહંમ ભાવને દુરકરતાં,સૌની કૃપામનથીમળીએ જાણી
સફળ જન્મમાં કૃપામાની,જે‘દીપના અંધારે’ થીઆણી
??????????????????????????
વ્હાલા વાચક મિત્રો,સ્નેહીઓ,
હ્યુસ્ટનમાં તાઃમાર્ચ ૧૫,૨૦૧૦ ના ગુજરાત દિનની ઉજવણી
પ્રસંગે મારા સ્વરચિત ભક્તિ કાવ્યોનું પ્રથમ પુસ્તક ‘દીપના અંધારે’
નું વિમોચન થઇ રહ્યુ છે.તે પ્રસંગને મારા જીવનનો ઉત્તમ પ્રસંગ
માની ઉપરોક્ત લખાણ લખેલ છે.
તમારો સહકાર,તમારો પ્રેમ,તમારી લાગણી,તમારી દોરવણી અને
એટલે જ તમારો હું………પ્રદીપ બ્રહ્મભટ્ટ…… ખરુ ને?
May 10th 2010
સમય
તાઃ૧૦/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નજર મળી ત્યાં નૈન ઢળ્યા
સુરજ ઉગ્યો ત્યાં સવાર
કુકડો સાંભળી કોયલ બોલી
થઇ ગયુ મંગળ પ્રભાત.
શરણું કોનું અને ક્યારે મળે
એ સમયથી પરખાય
કુદરતની કરુણા ફરી વળે
જે દેહથી ભક્તિ થાય.
આંધી વ્યાધી છોને તૈયાર રહે
પણ દેહને ના સ્પર્શાય
વાણી સાચી જીભથી સરે
ત્યાં જલા કૃપા થઇ જાય.
#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#+#
May 9th 2010
Happy Birthday
To Cau Chin.
Dt.9/5/2010 pradip Brahmbhatt
We are lucky people in Houston,
We have a great gift of God in Houston,
We can face any problem in Houston,
We have great spiritual man in Houston,
We are celebrating his Birthday in Houston,
that’s Mr.Cau Chin
only Mr.Cau Chin
who helps human being in Houston.
prayer by heart,
will take you proper place
when you love God,
will show you the way
when you keep faith,
you will get bleesing every Day
Mr.Cau Chin will tell you
Free Free,Free
your past,present & future.
We pray God to
Give him happy,Healthy & Long Life.
Happy,Happy & Happy Birthday
from
Pradip,Rama, Ravi ,Dipal,Shakuben
to
Our Dear
Mr. Cau Chin.On May,9th,2010
On His Lovely Birthday.
+++++++++++++++++++++++++++++
May 8th 2010
ચાર ધામ
તાઃ૮/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની પરના આગમને,જીવને મળી જાય સોપાન
સમજી વિચારી પ્રભુ ભક્તિએ,મળી જાય ચાર ધામ
………..અવની પરના આગમને.
જન્મમળે જ્યાં જીવને માનવીનો,એપ્રભુકૃપા કહેવાય
આવે અવનીએ સંતાનબની,જે માબાપ થકી લવાય
પ્રેમમળે માબાપનો દીલથી,ત્યાં સંતાનપ્રેમ સહેવાય
સેવાકરવી મનથી માબાપની,એ પ્રથમધામ કહેવાય
……….અવની પરના આગમને.
કર્મના બંધન વર્તનથી છે,જે ઉંમરે જ અડકતા થાય
જુવાનીના જોશમાં કર્મ સંગે,વાણી વર્તનને કેળવાય
ગુરુજીનાજ્ઞાનની દ્રષ્ટિએ,જીવનમાં શાંન્તિને મેળવાય
વંદનકરતાં ઉજ્વળ જીવન,જીવનુ બીજુધામ કહેવાય
………અવની પરના આગમને.
સંસારની કેડી વાંકીચુકી ભઇ,જે સંસારીને જ સમજાય
ડગલુ એક માંડતાવિચારે,તો પવિત્ર કર્મો જ થઇ જાય
મોહમાયાને બાંધી રાખતાં,જીવનમાં સત્કર્મો મેળવાય
પવિત્ર જીવન જીવને મળે,જે જગે ત્રીજુધામ કહેવાય
………..અવની પરના આગમને.
ભક્તિ એ સંસ્કારનું ચણતર.જે બાંધેછે શાંન્તિની પાળ
મુક્તિ જીવનીસંગે જરહે,કૃપામળતાં નાલાગે ત્યાં વાર
મંદીર મસ્જીદ દુર રહે,જ્યાં ધરમાં સાચી ભક્તિ થાય
ધરના પારણે જ્યાં પ્રભુ ઝુલે,એ જ ચારધામ કહેવાય
………..અવની પરના આગમને.
=============
May 7th 2010
શબ્દની સમજ
તાઃ૭/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રી જલારામ બાપા અને શ્રી સાંઇબાબા.
આ બંન્ને સંતો ભારતમાં થઇ ગયા છે.એક વિરપુરમાં
અને બીજા શેરડીમાં.શ્રી જલારામને બાપા કહેવાય છે અને
શ્રી સાંઇ ને બાબા કહેવાય છે.આ બંન્ને શબ્દ સરળ છે પણ
તેનો અર્થ સમજતાં ખ્યાલ આવશે કે એ શબ્દ જે તે યોગ્ય
સંતને બોલાય છે.
શ્રી જલારામે સંસારમાં રહી પત્ની સહિત ભગવાનની
સેવા કરી છે.એટલે પતિપત્નીનો જ્યાં સહવાસ હોય ત્યાંજ
સંતાનનો પ્રેમ મળે છે.જો બા ન હોય તો પિતાની કોઇ જ
કિંમત નથી કારણ બાએ જન્મદાતા છે.એટલે જે સંસારમાં
છે તેને જ તે શબ્દનો સ્પર્શ છે.જલારામે જ્યારે પોતાના
પત્ની વિરબાઇને ધરડા સાધુની સેવા કરવા જવા કહ્યુ ત્યારે
વિરબાઇ માતાને મળેલ સંસ્કારને લીધે તેમના પતિએ આજ્ઞા
કરી તે સ્વીકારી કોઇપણ જાતના વિવાદ વગરસેવા કરવા ગયા.
એટલે કે સંસારમાં રહી પરમાત્માને હરાવ્યા સાથે બા અને પા
નો સમ્બંધ સચવાયો તેથી શ્રી જલારામનેસંત શ્રી જલારામબાપા
કહેવાય છે.
તેવી જ રીતે શેરડીનાસંત શ્રીસાંઇ જેમનુ અસ્તીત્વ હતુ
છતાં દુનીયાની કોઇ વ્યક્તિની તાકાત નથી કે તે બતાવી શકે કે
તેમના માબાપ આ હતા? જગતનું સત્ય એછે કે સાંઇ એ અલ્લાહ
અને ઇશ્વરને એક બતાવ્યા છે.જેમ બા એ પુત્ર અને એના પૌત્રોને
પ્રેમ આપી સદમાર્ગે દોરે છે.તેમ તેમણે જગતના જીવોને દોર્યા છે.
તેમને સંસારનો કોઇ સહવાસ ન હતો ના તેમને પત્ની હતી કે ના
તે પિતા હતા છતાં તેમણે જીવોને પ્રભુ ભક્તિ તરફ દોર્યા છે.
જે રીતે તેમના જન્મની કોઇ નિશાની નથી તેમ તેમના દેહ મુક્યા
પછીનો કોઇ પ્રસંગ નથી.
તેથી સાંઇને શ્રી સાંઇબાબા કહેવાય છે અને જલારામને
શ્રી જલારામ બાપા કહેવાય છે.
આ બંન્ને શબ્દો સરળ છે પણ આ સંતો માટે જે વપરાય
છે તે આ સમજ છે.બાપા એટલે સંસારના સહવાસી અને બાબા
એટલે અલૌકિક પ્રેમ.
=============
May 6th 2010
જીવનની ઉજ્વળતા
તાઃ૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શરમનો સહવાસ મુકતાં
અભિમાનને આઘુ કરતાં
પ્રેમની સાંકળ પકડતાં
સ્વજનનો સહકાર લેતાં
માનવતાની મહેંક માણતાં
સુંદર જીવન પામી લેતાં
કળીયુગને હૈયેથી દુર કરતાં
માનવતાની કેડી મળતાં
જીવન ઉજ્વળ મળી જવાનું.
================================
May 6th 2010
સુખની શોધમાં દુઃખ
તાઃ૬/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કળીયુગની આ કતારમાં,ભઇ શોધવા નીકળ્યો સુખ
અથાગ મહેનત માથે પડી,બારણે આવી ઉભુ દુઃખ
……….કળીયુગની આ કતારમાં.
ડગલુ ભરતાં હું વિચારુ,છો ધ્યેય ઉભોહોય થોડો દુર
સમજ મારી સાચવી લેતો,ના રહેતો મોહમાં હું ચુર
કામણગારો છે આ કળીયુગ,આવશે લાલચમોહ લઇ
સાચવતાં જો વારલાગશે,દુઃખનો દરીયો મળશે ભઇ
………..કળીયુગની આ કતારમાં.
મોહ માનવીની સીડી છે,જે જીવને અનેક દે સોપાન
ભક્તિપ્રેમનો મળે જો ટેકો,ઉજ્વળ જીવનદે ભગવાન
લકીર કેવી પકડી જીવે,એ તો અનુભવથી મેળવાય
સુખનીશોધમાં નીકળતા,કળીયુગમાં દુઃખ મળી જાય
………..કળીયુગની આ કતારમાં.
============
May 5th 2010
રવિ અને કવિ
તાઃ૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જતન જીવના કરતા પ્રભુજી,ના મળે કોઇ અણસાર
પામર જીવ પણ સરળ રહે,જ્યાં રવિ કવિ સહવાય
………જતન જીવના કરતા પ્રભુજી.
પ્રભાતના કોમળકિરણો દીસે,જે જગે ઉજ્વળતાજ દે
જાગી જગતમાં જીવો ફરે,પાવન જીવન કરવા છેક
કિરણ ઉજ્વળતાના દેવાને,પ્રભાતને સંધ્યા રવિ કરે
કુદરતની આ ન્યારી લીલા,પ્રભુ કૃપાએ જ મળી રહે
…………જતન જીવના કરતા પ્રભુજી.
માની કૃપા અતિ દયાળુ,જે બુધ્ધીની સંગી બની રહે
ઉદય અસ્તનો સંબંધ રવિને,કવિને કોઇ ના કળી શકે
શબ્દોના સહવાસમાં જગતમાં,સૌનો પ્રેમએ મેળવીલે
નાપહોંચે જ્યાં રવિ જગતમાં,કવિતો ત્યાં પહોંચી જશે
………….જતન જીવના કરતા પ્રભુજી.
================================
May 5th 2010
ચોતરો
તા૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સર્વ કાર્યની શુભ શરૂઆતમાં,ગ્રામ્યજન ભળી જાય
ઉત્તમ કામની સફળતા રહે,જ્યાં ચોતરે પુંજન થાય
……….સર્વ કાર્યની શુભ શરૂઆતમાં.
માલીક નોકરના ભેદ ભુલીને,ધ્યેય સૌનો રહેછે એક
હળીમળી સૌસાથ રહેજ્યાં,થાય ગામમાંકામ અનેક
ના મુખી નોકર કે ગ્રામીણ કોઇ,મનમાં ધ્યેય છે નેક
મળીજાય જ્યાં સાથસાથીનો,બને ગામ ગૌરવ એક
………સર્વ કાર્યની શુભ શરૂઆતમાં.
સુખને સૌ મળી માણે ચોતરે,ને દુઃખમાં પણદે સહવાસ
માનવતાની મહેંક આએવી,સુખદુઃખમાં સાથે ભોગવાય
ન્યાયમળશે જ્યાં અન્યાયથશે,ને અપંગને મળશે સાથ
કુદરતની કૃપા પણ મળશે,જ્યાં પ્રદાન સુખનુ જ થાય
………સર્વ કાર્યની શુભ શરૂઆતમાં.
===============================
May 5th 2010
ફરજના બિંદુ
તાઃ૫/૫/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દાનવીર દાતારની કૃપાએ,જીવને જન્મ મળી જાય
પામર દેહની અકળલીલા,સાચી ભક્તિએ છુટી જાય
…………દાનવીર દાતારની કૃપાએ.
આગમન અવની પર દેહનું, કર્મબંધનથી મેળવાય
સગપણનો સહવાસરહે,જ્યાં માયાની દ્રષ્ટિપડીજાય
વિચારના વમળમાં રહેતા,જીવનપણ વેડફાઇ જાય
નાઆરો કે ઓવારોરહે,જ્યાં ફરજના બિંદુ વહી જાય
………..દાનવીર દાતારની કૃપાએ.
દેહ મળતાં સંગ માબાપનો,ને મળે ભક્તિનો સંગાથ
અમૃત મળે જ્યાં દેહે જગમાં,જન્મ સાર્થક થઇ જાય
ના વળગે માયા જગતની,જેથી યુગે યુગેછે ભટકાય
ફરજની એક લહેર મેંળવતાં,આશીર્વાદની વર્ષાથાય
………..દાનવીર દાતારની કૃપાએ.
==============================