July 3rd 2010

રમાનો જન્મદીવસ

                   રમાનો જન્મદીવસ

તાઃ૩/૭/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉમંગ આવે હૈયે ત્યારે,નીજ આંખમાં અશ્રુ  ઉભરાય
ત્રીજી જુલાઇઆવેત્યારે,રમાનો જન્મદીવસ ઉજવાય
                                       ……….ઉમંગ આવે હૈયે ત્યારે.
બારાખડીથી બહાર નીકળતાં,ભણતર પકડાઇ જાય
પેન કાગળ હાથમાં આવતાં,જીવન ઉજ્વળ દેખાય
મેળવી પ્રેમ માબાપનો,રમાએ મેળવ્યા છે સોપાન
જીવન  સાથી મારી બનતાં,સંત જલાસાંઇ હરખાય
                                        ………ઉમંગ આવે હૈયે ત્યારે.
રવિ,દિપલને સંસ્કારદીધા,ને લીધો ભક્તિનોસંગાથ
જન્મ અમારો સાર્થક થશે,ને મળશે સતકર્મોની દોર
આણંદ છોડી હ્યુસ્ટન આવ્યા,આ છે લેણદેણની  જોડ
ભક્તિનો સંગાથ મળતાં,લાગે ખુલતાં મુક્તિના ડોર
                                      ……….. ઉમંગ આવે હૈયે ત્યારે.
જન્મદિનની શુભભાવના,લાવ્યા જલાસાંઇને શરણે
માગણી પરમાત્માનેચરણે,જીવને ભક્તિસાચી દેજો
માનવ જીવનની વ્યાધીઓને,ભક્તિથીજ ઉલેચીએ
ને આશીર્વાદમળે વડીલોના,જે જીવન ઉજ્વળ દઇદે
                                ……….. ઉમંગ આવે હૈયે ત્યારે.

***************************************