એકલવાયુ
એકલવાયુ
તાઃ૫/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મ મળતાં જીવને બાળ નેત્રે,નવુ નવુ જગ ભાસે
માયા મળતાં જીવનમાં,ઘડપણમાં એકલવાયુ લાગે
………જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
અવનીપરના આગમને દેહને,માતાનો પ્રેમ મળી જાય
માબાપની લાગણી વરસીરહે,જે સંતાનથી અનુભવાય
ઉજ્વળ જીવન સંતાનના જોવા,સોપાનપણ બતાવાય
મળીજાય સંગાથ જગતમાં,ના એકલવાયુ જીવન થાય
……….જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
સમય પારખી જીવનજીવતાં,અંતરમાંય આનંદ થાય
વર્ષો વર્ષને સમજી ચાલતાં,ના વ્યાધીઓ આંટી જાય
સમય લીલા ન્યારી એવી,જે ઉંમરથી દેહ પર દેખાય
વાણીવર્તનને સાચવીલેતાં,જીવનમાં સફળતા લેવાય
……….જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
ઉંમર એ દેહનુ સ્પંદન છે,જે ના કોઇથી અળગુ કરાય
સમયચાલતા સાથેચાલે,જગમાં નાકોઇથીએ છોડાય
કળીયુગની આ લીલા એવી,જે સાચા સંબંધે દેખાય
અહંકારમાં ના સાચવતા,જીવન એકલવાયુ થઇજાય
……..જન્મ મળતાં જીવને બાળ નેત્રે.
=================================