July 12th 2010
પારકી પાંખો
તાઃ૧૦/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાદળ વાદળ જોતાં જોતાં,વિમાનમાં બેઠો ભઇ
પાંખોની ના જરૂર પડી,તોય ઉડવા લાગ્યો અહીં
……….વાદળ વાદળ જોતાં જોતાં.
પૃથ્વી પર ચાલવાને,સૌને પગની જરૂર પડે છે ભઇ
ના તાકાત કોઇની જગે,કે તેના વગરએ ચાલે અહીં
નાપંખી કહેવાય કે દેખાય,તોય ઉડી શકે અહીં તહીં
એવી શોધ માનવીની જગે,જે કરે સાગર પાર જઇ
……….વાદળ વાદળ જોતાં જોતાં.
પંખીને પ્રીત પાંખોથી,જે તેને જ્યાં ત્યાં લઇને જાય
પાંખ પ્રસારી ઉડતાં જગે,મુકામ પણ મેળવી લેવાય
માનવીને બે હાથછે,જે મહેનતે દે જીવનને એકમહેંક
પારકીપાંખોનો સહવાસ તો,ના સાથ દે જીવનમાંછેક
………વાદળ વાદળ જોતાં જોતાં.
==============================
July 12th 2010
ભક્તિનો ટેકો
તાઃ૧૨/૭/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બડાસ મારે બારણે આવી,ક્યારનીય ખખડાવે
જલાસાંઇની ભક્તિ સાચી,ના અંદર આવવાદે
………..બડાસ મારે બારણે આવી.
કિર્તન સાંભળુ સવારમાં,ને મનથી સ્મરણ કરું
નાહી ધોઇને પવિત્રદેહે,સંતોને વંદન કરી લઉ
સુર્યોદયના પવિત્ર કિરણોને,અર્ચન કરવા જઉ
માળા કે ના મણકાની ચિંતા,મનથીહું ભજનકરું
મનને શાંન્તિ મળીજાય,જ્યાં આરતી કરી લઉ
……….બડાસ મારે બારણે આવી.
કળીયુગમાં કદર થાય,જ્યાં દેખાવને પકડી લઉ
આવે દોડી મોહ આંગણે,ત્યાં મનથી હું ડરી જઉ
બડાસની ના જરૂર દેહે,તેને હું બીજે મોકલી દઉ
નાજરૂર મારે મોહમાયાની,જે જીવને જકડે અહીં
આવે આંગણે શાંન્તિદોડી,જીવનેમુક્તિ દેવા ભઇ
……….બડાસ મારે બારણે આવી.
મોહ તોછે દેહના બંધન,ને ભક્તિનો સંગ જીવથી
સાચી છે સંસારી ભક્તિ,દઇદે કર્મબંધનથી મુક્તિ
જીવને છે કર્મનાસંબંધ,નાકોઇ જીવથી એ છોડાય
નાણાં કે ના માયા પ્રભુને,એતો ભક્તિથીમેળવાય
જલાસાંઇનુ શરણુ લેતાં,જીવને મુક્તિ એજ દોરાય
……….બડાસ મારે બારણે આવી.
============================