August 22nd 2010
માનવ નૈન
તાઃ૨૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની આ કળા નિરાળી,જે પળપળ કહી જાય
એક જ ઇશારો આંખનો,જગે જીવન બદલાઇ જાય
………કુદરતની આ કળા નિરાળી.
કર્મ જગતમાં બંધન આપે,ને નૈન કરે જ્યાં ઇશારો
જન્મમૃત્યુની સાંકળ એવી,જગમાં સૌને રાખે સાથે
મળીજાય જો નૈન હેતના,પાવનજીવન કર્મ લાગે
અંત જીવનો લાગે નિરાળો,નૈન ભીના કરીજવાનો
……….કુદરતની આ કળા નિરાળી.
મોહ ને રાખી સંગે જીવનમાં,જન્મ જીવ જીવવાનો
આંટીઘુંટીની આ દુનીયામાં,ઇર્ષાદ્વેશ મળી રહેવાનો
આવે ત્રાસનેમાયા માર્ગે,જીવન આખુદુઃખી થવાનુ
મળેઅસર એનૈનની,કલીયુગ આવી ભરખી જવાનુ
………કુદરતની આ કળા નિરાળી.
===============================
August 22nd 2010
ભક્તિ દોર
તાઃ૨૨/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મને લગની લાગી મનથી જલારામની
મને ભક્તિ મળી છે જલાસાંઇથી
ઓ પરમ કૃપાળુ,તમે છો અતિ દયાળુ,
મારી ભક્તિ સ્વીકારી,લેજો જીવને ઉગારી.
……..મને લગની લાગી જલાસાંઇની.
આંખ ખોલતા રટુ જલાસાંઇને,હાથજોડી નમન કરુ હું
અંતરમાં રહેલ ભક્તિ ભાવને,અર્ચનથી અર્પણ કરુ હુ
નિત્ય સવારે દીવો કરતાં,મુક્તિ માગવા વંદન કરુ હુ
સ્મરણ પ્રભુનુ મનથી કરુહું,સાચાસંતને દંડવત કરુ હું
………. લાગી લગન જલારામની.
વાણીવર્તન સમજસાથે,મનથીવિચારી પગલુ ભરુ હું
મોહ માયાથી દુર રહેવાને,જલાસાંઇનુ સ્મરણ કરુ હું
કળીયુગનો પડછાયો છોડવા,સુર્યદેવનુ પુંજન કરુ હું
મનથીમાગુ મુક્તિ જીવની,પરમાત્માને નમન કરુ હું
……….. લાગી લગન જલારામની.
++=====++======++=====++=====
August 21st 2010
હનુમાનજી
તાઃ૨૧/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મેળવવા પરમાત્માનો,રૂપ અનેક ધરાય
કયા રૂપમાં ક્યારે આવે,ના કોઇથીય સમજાય
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
બાળ પ્રભુને પારખીલેતાં,અયોધ્યા આવી જાય
આવી આંગણે શીવજી સંગે,દોરડીએ છે બંધાય
સંગ મેળવવા હનુમાનનો, આંખો ભીની કરાય
બાળ રામને મા પ્રેમથી,હનુમાનજી મળી જાય
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
ભક્તિની આ રીત અનોખી,ના માનવને દેખાય
મા સીતાની કૃપાને કાજે,સિંદુરથી દેહને ભીંજાય
શ્રધ્ધાની શક્તિ અનોખી,લંકાના દહને સમજાય
કુદરતની આ ન્યારી રીત,અવતારોએ મેળવાય
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
અતુટ શ્રધ્ધા મનમાં રહેતા,દુઃખ દુર ભાગી જાય
આવેભુલથી આંગણેવ્યાધી,હનુમાનજી ગળીજાય
ભોલેનાથ તો ભોળાછે,ને પ્રભુ વિષ્ણુ અતીદયાળુ
બ્રહ્માજીનો પ્રેમ મળે,ત્યાં કૃપા સરસ્વતીની થતી
………પ્રેમ મેળવવા પરમાત્માનો.
+++++++++++++++++++++++++++++
August 20th 2010
આવ્યો વાયરો
તાઃ૨૦/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એ આવ્યો આ મધુર લાગતો,વાયરો આજ ભારતથી
હ્યુસ્ટન આવ્યો પ્રેમ લેવા,લેખકોનો મળતો જ દીલથી
………એ આવ્યો આ મધુર લગતો.
પ્રેમ પ્રેમની એક એક કડીને,પકડી ચાલે સૌ ઉમંગથી
સ્નેહની સાંકળ પકડી લઇને,જીંદગી માણી સ્વજનની
કળીયુગી બંધન દુર રાખીને,સ્નેહપ્રેમે જકડી જ લીધા
કલમ કેરી એ સુગંધ લેવા,વાયરોએ આવ્યો ભારતથી
……….એ આવ્યો આ મધુર લગતો.
રિધ્ધીને જ્યાં મનથીપુંજી,સિધ્ધીઆવે લાયકાતે દોડી
પ્રેમ મળે ત્યાં આવી સૌનો,હેત સાગરનો સાથે લઇને
ડગલે પગલે મળે શીતળતા,માગે મળેના જગે કોઇને
લખે લેખ કે લખે કવિતા,હરપળ માનવતા સંગે રાખે
………એ આવ્યો આ મધુર લગતો.
===============================
August 19th 2010
સમયની જાણ
તાઃ૧૯/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેટલા વાગ્યા,કેટલા વાગ્યા પુછતો માનવી સમય વેડફી જાય
મળેલ તકને દેહે ગુમાવી,ઉજ્વળ જીવન એ વ્યર્થ કરતો જાય
……..કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.
આંખ ખોલતા ઉજાસદીસે જગતમાં,ત્યાં પ્રભાત થઇ સમજાય
જગતજીવની આ ઉત્તમ સમજ,કે જેને સુર્યોદય થયો કહેવાય
દેહને સ્પર્શે જ્યાં કિરણો સુર્યના,ત્યાં કુદરતી સ્ફુર્તી મળી જાય
આ કોમળ સહવાસ જગતમાં,જીવને સાચી જાગૃતિ દઇ જાય
……….કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.
પરસેવાના સાગરમાં દેહથી પડતાં,દેહ પાણીથી ભીંજાઇ જાય
મધ્યાહન દીવસમાં થતાં ધરતીએ,ગરમીની વર્ષા થતી થાય
થાક દેહને લાગતા માનવીને,બપોર કુદરતથી મળી સમજાય
ના ટકોરાની જરૂરપડે કાનને,કે નાકોઇને કેટલા વાગ્યા પુછાય
……….કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.
મહેંક મળેલા મધુર જીવનમાં,જગતમાં માનવતા મળી જાય
આનંદ ઉમંગનો સંગ રહેતા દેહને,સ્વર્ગીય સુખજ અનુભવાય
નિરાંતની વેળાએ ટાઢક મહેંકે,ત્યાં સંધ્યાનો સંગ મળી જાય
ઉજ્વળપ્રભાત,પરસેવો બપોરે,ને સંધ્યાએ શાંન્તિ પ્રસરીજાય
…….. કેટલા વાગ્યા,કેટલા વાગ્યા.
+++++++++++++++++++++++++++++++++++++
August 18th 2010
અપેક્ષા જીવની
તાઃ૧૮/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવની એતો આધાર છે,જ્યાં જીવને માર્ગ મળે
માનવ દેહ મળતાં જીવને,અહીં મુક્તિમાર્ગ મળે
………..અવની એતો આધાર છે.
દેહ મળતાં માનવીનો,દેહને ભક્તિની રાહ મળે
શ્રધ્ધા રાખી ભજતાં જીવને,કૃપાએ શાંન્તિ મળે
ધરતીના ધબકારે જીવવા,દેહને માનવતા મળે
રાહ સાચી મળે જીવને,જે મુક્તિના દ્વારને ખોલે
………..અવની એતો આધાર છે.
સંતાનના સહવાસે રહેતાં,તો માયા આવીનેમળે
બંધન બાંધે જ્યાં જીવને,ત્યાં ધરતીનુ લેણુ મળે
વારસાઇના વમણમાં રહેતા,કળીયુગનીકૃપા મળે
કાયાની અપેક્ષા મળતાં,જીવને કર્મનાબંધન મળે
………..અવની એતો આધાર છે.
પરમાત્માની કૃપા જીવને,સાચી ભક્તિ એ જ મળે
એક સંત મળે જો સાચા,જીવનની સાચી રાહ મળે
મળીમને દોર ભક્તિની,જે સંત જલાસાંઇથી લીધી
પાવનકર્મ કરવા દેહથી,મને સાચીજ ભક્તિ દીધી
જન્મસફળ મળે આદેહને,એવી જીવે અપેક્ષા કીધી
………અવની એતો આધાર છે.
)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)_)
August 17th 2010

તસ્વીરમાં ડો કોકીલા બહેન પરીખ,નવિન બેંકર, કોકીલા બેંકર,દેવિકાબેન ધ્રુવ,ધીરુભાઇ શાહ,
પ્રદીપ બ્રહ્મભટ્ટ, સુરેશ બક્ષી વિજય શાહ અને દિનેશભાઇ શાહ ( સાહિત્ય સરીતા વૃંદ)
ગૌરવ હ્યુસ્ટનનું
તાઃ૧૭/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
તાલીઓના ગડગડાટ સાંભળી,આખો હૉલ ગુંજી જાય
નામ સાંભળી સન્માનના,GSSનાસભ્યો હરખાઇ જાય
………..તાલીઓના ગડગડાટ સાંભળી.
કલમ જેની કદર છે,ને વાંચકોનો પ્રેમ છે એમના દ્વાર
કલમ પકડી લખી રહ્યા છે,ઉંમર નેવુ વર્ષના એ થાય
પુ.ધીરૂભાઇની કલમ એવી,વાંચવા સૌ પ્રેમે લલચાય
સન્માન જાહેરમાં થતાંજ,લેખકોના હૈયા ઉભરાઇ જાય
……….તાલીઓના ગડગડાટ સાંભળી.
સરળ ભાષામાં સમાચાર દઇ,જગને એ જાણ કરી જાય
આ થયું ને આથવાનું,સધળુ એ કલમથી લખતા જાય
શ્રી નવીનભાઇને પ્રેમલેખનથી,સમાજને સમજાઇ જાય
સન્માન મળતાં હ્યુસ્ટનમાં,સૌને હૈયે અતિ આનંદ થાય
………..તાલીઓના ગડગડાટ સાંભળી.
મા સરસ્વતીની કૃપાનિરાળી,ભાવનાથી જ મળી જાય
શ્રધ્ધા રાખી કલમ પકડતાં,સાચી વાત જ જાહેર થાય
મળેપ્રેમ જનતાનોજગમાં,ત્યાં નાદેશ કે વિદેશ જોવાય
કલમની કેડી પકડાઇ જતાં,સાથીઓ ખુબ હરખાઇ જાય
………..તાલીઓના ગડગડાટ સાંભળી.
************************************
આપણા હ્યુસ્ટનમાં ૧૫મી ઑગસ્ટના આઝાદી દિન પ્રસંગે
ગુજરાતી ભાષાનુ અને ગુજરાતનું ગૌરવ એવા મુ.શ્રી ધીરૂભાઇ
શાહ અને શ્રી નવીનભાઇ બેંકરને રવિન્દ્રનાથ ટાગોર પારિતોષક
જાહેરમાં અર્પણ થયું,તે યાદગાર અને GSS માટે અભિમાન લેવા
જેવો પ્રસંગ હોઇ આ કાવ્ય જાહેર જનતાને અર્પણ કરુ છું.
……..લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી…..ભારતમાતાની જય.
—————————————————————–
August 16th 2010
બંમ બંમ ભોલે
તાઃ૧૬/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જય બોલો બંમ બંમ ભોલે મહાદેવની
કરુણા સાગર ૐમકાર શ્રી નાગેશ્વરની
જય જય બોલો હર હર ભોલે મહાદેવની
ગજાનંદ પિતા પરમાત્મા મહાદેવની
……….જય બોલો બંમ બંમ ભોલે.
ભક્તિ પ્રેમની દ્રષ્ટિ લેવા વંદુ ભોલેનાથને
મા પાર્વતીને કરું દીવો લેવા કૃપા આજ
જન્મ સફળ લેવા પ્રેમે વંદુ ગજાનંદને
મળે કૃપા દેહને ઉજ્વળ જન્મ કરવા કાજ
……….જય બોલો બંમ બંમ ભોલે.
શીતળતા સોમવારની મળે ભક્તિ સાથ
સેવાપુંજા કરુપ્રેમથી સ્વીકારજો ભગવાન
દુધઅર્ચન શીવલીંગે કરુ કૃપા દેજો અપાર
ખોલી દ્વારમુક્તિના કરજો જીવોનો ઉધ્ધાર
………જય બોલો બંમ બંમ ભોલે.
++++++++++++++++++++++++++++
August 15th 2010
૧૪મી ઑગસ્ટ,૧૦
તાઃ૧૫/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેશભક્તિ ગીતોનો રેડીયો કાર્યક્રમ,હ્યુસ્ટનમાં
eehaa Radio (AM1480)5 to 6:30PM
Host : Pradip Brahmbhatt
કાર્યક્રમ સાંભળવા નીચેની લીન્ક પર ક્લીક કરો
http://brahmbhatt.org/blogs/audio/
August 14th 2010
ડંકો વિરપુરનો
તાઃ૧૪/૮/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરવી ગુજરાતનું વિરપુરગામ,જગે ભક્તિમાં તે છે નામ
જલારામની ભક્તિ સાચી,એ પરમાત્માએ ભાવથી વાંચી
……….ગરવી ગુજરાતનું વિરપુર.
જન્મજીવનો સાર્થક કરવા,મળેલ કુળને ઉજ્વળતા દેવા
તનમનથી તો મહેનત કરતાં,ને પ્રેમ જીવોનો મેળવતા
ભક્તિનો સદા ટેકો લેતા,સુખદુઃખ તો પ્રભુ ચરણે ધરતા
માણસાઇને મેળવીજીવનમાં,પરમાત્માને એ રાજીકરતા
……….ગરવી ગુજરાતનું વિરપુર.
આંગણે આવેલ દેહને જોતાં,કૃપા સમજી પ્રેમે સત્કારતા
ભુખ્યાને ભોજન આપીને,પ્રભુ રામનો એ પ્રેમ મેળવતા
વિરબાઇ માની ભાવના ન્યારી,ખડે પગે સેવા એ કરતા
સંસ્કારના સિંચન માગે ના મળતા,પ્રભુ કૃપાએ મળતા
……….ગરવી ગુજરાતનું વિરપુર.
ડંડો ભક્તિનો ના લીધો,કે ના દેખાવની દુનીયાને ગોતી
ભક્તિ પ્રેમે વિરપુરમાંકીધી,જગને ભક્તિનીજ્યોત દીધી
દાન પેટીના ડબ્બા દીધા દેખાવને,ભીખ માગતું રહેવાને
મેળવી કૃપા પરમાત્માની,ને સાર્થક જન્મ કરી જીવ્યાએ
……….ગરવી ગુજરાતનું વિરપુર.
=+++++++++++++++++++++++++++++=