August 13th 2010

અમેરીકન સંધ્યા

                      અમેરીકન સંધ્યા

તાઃ૧૩/૮/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાય હાય ને હાય સાંભળીને,કાન ભરાઇ જાય
નામળે કોઇ શબ્દએવો,જેથી હૈયે આનંદ થાય
                 ……….હાય હાય ને હાય સાંભળી.
બાથમાં ઘાલતાં હાયબોલે,ને બીયર બીજે હાથે
હાથ મેળવી કેમ છે બોલે,હાથમાં સીગરેટ સાથે
ગળે દીસે ટાય પણએવી,જાણે ફાંસી દેવા કાજે
હોય ઘરમાં મેળાપ બધાનો,તોય ફરે બુટ સાથે
                  ……….હાય હાય ને હાય સાંભળી.
ભેટે સૌને ને બાથમાંલે,ના સ્ત્રીપુરુષ અલગલાગે
આમન્યાને તો નેવે મુકીદે,સીગરેટ દારૂમાં મ્હાલે
લાલી લીપસ્ટીક મોંએ છે,તોય પર્સમાંરાખે સાથે
દેખાવના દરિયામાં તરતાં,સંસ્કારને આઘા રાખે
                     ………હાય હાય ને હાય સાંભળી.

++++++++++++++++++++++++++++

August 12th 2010

જીવના સોપાન

                        જીવના સોપાન

તાઃ૧૨/૮/૨૦૧૦                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જગમાં મળેલા બંધન,એ લેણદેણે મેળવાય
જન્મ મરણ દેહને મળે,જે જીવના સોપાન કહેવાય
                     ……….જીવને જગમાં મળેલા બંધન.
આવી રહેલ સંતાનને નિરખી,માતા પિતા હરખાય
દેહને ના તકલીફ મળે કોઇ,તેથી માતાને સચવાય
સમયની દોરી હાથ  પ્રભુને,સમયે જન્મ મળી જાય
જીવને મળેલ જન્મ જગે,પ્રથમ સોપાન બની જાય
                       ……….જીવને જગમાં મળેલા બંધન.
બાળપણની આ બાળ લીલામાં,જીવ આનંદે મલકાય
સરળ મળતા જગના આ બંધન,ઉંમરે થોડા બદલાય
બે પાંચને પસાર કરતાં,દેહથી સમજ થોડી મેળવાય
જન્મેમળેલ જીવનુંસોપાન બીજુ,જેને જુવાની કહેવાય
                         ……….જીવને જગમાં મળેલા બંધન.
જોશમાં રહેતા જુવાનીમાંતો,દેહથી ઘણું બધું મેળવાય
શ્રધ્ધા નેમહેનતના સંગથી,દેહને જરુરીયાત મળીજાય
માયા કાયાના મોહ છુટતાં,પવિત્ર ઘડપણ આવીજાય
આ દુનિયાની કર્મ લીલા,ત્રીજુ સોપાન જીવનુ કહેવાય
                           ………જીવને જગમાં મળેલા બંધન.
જીંદગીની અજબ આકૃતી,જન્મ મળતાં જીવને દેખાય
બચી શકે નાકોઇ તેમાંથી,એ જ અજબ લીલા કહેવાય
જલાસાંઇની ભક્તિને જોતાં,જીવને મુક્તિ માર્ગ દેખાય
મૃત્યુનું જ્યાં ખુલેબારણુ,જીવને સોપાન ચોથુ મળીજાય
                          ……….જીવને જગમાં મળેલા બંધન.

++++++++++++++++++++++++++++++

August 11th 2010

સંતોષી મા

                         સંતોષી મા

તાઃ૧૧/૮/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરુ આરતી મા સંતોષીની,ભક્તિ પ્રેમની લઇ
ધુપદીપને અર્ચનાકરતો,વંદુ માને ચરણે જઇ
                 ……….કરુ આરતી મા સંતોષીની.
નિત્ય સવારે વંદી માને,પ્રેમે દીવો કરુ હું અહીં
નિર્મળ પ્રેમ મળતો જગતમાં,માની કૃપાને લઇ
ઉજ્વળ જીવન દેજો માડી,જીભે મધુરવાણી દઇ
સુખદુઃખમાં સંભાળજો મા,આજીવને બચાવીલઇ
                    ………કરુ આરતી મા સંતોષીની.
સ્મરણ કરતાં ઓમાડી તારું,ઘરમાં હું ભજન કરું
દેજો મા સહવાસ જીવનમાં,ભક્તિ ભાવથી સ્મરું 
કરુણાકારી મા અતિ દયાળુ,પ્રેમે ધુપ અર્ચન કરું
સ્વીકારી ભક્તિને વંદના,ઉજ્વળ જીવન હું માગુ
                    ……….કરુ આરતી મા સંતોષીની. 

============================

August 10th 2010

મોગરાની મહેંક

                        મોગરાની મહેંક

તાઃ૧૦/૮/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મીઠી મહેંક મોગરાની મળતાં,પ્રભુ કૃપા વરતાય
શીતળતાની આ સીડીએતો,જીવન ઉજ્વળ થાય
                   ……..મીઠી મહેંક મોગરાની મળતાં.
સુવાસ મળતાં દેહને,મનને અનંત શાંન્તિ થાય
બંધ આંખ રાખી મહેંક મળે,ત્યાં સ્વર્ગ મળી જાય
સુગંધ પ્રસરતાં નસનસમાં,આજગની ઝંઝટજાય
પરમાત્માની દીવ્ય દ્રષ્ટિએ,જન્મ સફળ થઇજાય
                  …….. મીઠી મહેંક મોગરાની મળતાં.
શીતળ જીવન સહવાસથી,જે પ્રાર્થનાએ દેખાય
મનને શાંન્તિ મળી જાય,ને તનને મળે વિશ્રામ
મોગરાની મહેંક મળતાં,વિરપુર યાદ આવીજાય
ઝુંપડી જલાબાપાની જોઇ,માનવતા મળી જાય
                 ……..મીઠી મહેંક મોગરાની મળતાં.

*********+++++++*********+++++++

August 10th 2010

આવ્યો શ્રાવણ

                         આવ્યો શ્રાવણ

તાઃ૧૦/૮/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યો શ્રાવણ શીતળતા લઇ,સાથે ભક્તિનો સથવાર
મળે જગે કરુણાઅપાર,જ્યાં મળીજાય પ્રભુનો દરબાર
                      ………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
ધર્મ ધ્યાનને પુંજન અર્ચન,પ્રેમે ઘરમાં જ ભક્તિ થાય
શાંન્તિનો સહવાસ જીવનમાં,જે પ્રભુ કૃપાએ મળી જાય
નિર્મળજીવન બનેસહવાસે,એ સાચી ભક્તિથી મેળવાય
શ્રાવણમાસની આ નિર્મળભક્તિએ,જીંદગી પાવન થાય
                       ………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સોમવારે શંભુની પુંજા,ને મંગળવારે ગજાનંદને પુંજાય
બુધે મા અંબાની ભક્તિ,ને ગુરુવારે જલાસાંઇને ભજાય
શુક્રવારે માસંતોષીની પુંજા,ને શનીએ હનુમાન પુંજાય
માતા દુર્ગામાં રવિએ શ્રધ્ધા,જે સાચી ભક્તિએ લઇજાય
                       ………..આવ્યો શ્રાવણ શીતળતા લઇ.
સંસ્કાર સિંચન માબાપના,એતો આશિર્વાદે મળી જાય
પવિત્રમાસની પાવન ભક્તિએ,વ્યાધીઓ ભાગી જાય
નાઆવે આધી કે વ્યાધી,એતો પ્રભુ કૃપાએ ટળી જાય
સાર્થક જીવને જીવન મળે,ના જગે કોઇથી એ દેવાય
                       ……….આવ્યો શ્રાવણ શીતળતા લઇ.

=++++++++++++++++++++++++++++=

August 9th 2010

બંસીનાદ

                        બંસીનાદ

તાઃ૯/૮/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર શીતળ નાદ મળે,જ્યાં આંગળીઓ ફરીજાય
આ તરંગ હવાના સાંભળીને,માનવી મન મલકાય
                             ………મધુર શીતળ નાદ મળે.
નામળે તરંગો જો હવાના,તો બંસીનાદ ના સંભળાય
આંગણીઓ તો ચાલી શકે,પણ નામર્મ કોઇ સમજાય
પસારથાય જ્યાં વાયરો,વાંસળી સ્વર કાને દઇજાય  
જીંદગી એવી જગતપર,ના સહવાસી વગર  જીવાય
                               ……… મધુર શીતળ નાદ મળે.
સારેગમની આ સરળતા,જે મધુર સ્વરે કાન લલચાય
જીંદગીની સરગમ આ ન્યારી,જે સુખદુઃખમાં સહેવાય
કાનનેમધુર સ્વરમળે ત્યાં,માનવી મનથી છે હરખાય
ભક્તિનો એકઆશરો જીવને,કૃપાએ બંસીનાદ દઇજાય
                              ………..મધુર શીતળ નાદ મળે.

=============================

August 8th 2010

રસ્તાની શોધ

                         રસ્તાની શોધ

તાઃ૮/૮/૨૦૧૦                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

બકરી જોઇને હું બેં બેં કરતો,ને વાઘને જોઇને મ્યાંઉ
દેખાવની દુનીયામાં જીવનારો,તકલીફમાં ક્યાં જાઉ
                       ……….બકરી જોઇને હું બેં બેં કરતો.
સતયુગના સંસારની વાત,ના કળીયુગમાં સમજાય
જીવનના ઉજ્વળ સોપાન,જે આજકાલમાં નાદેખાય
મળતી દેખાવની લીલીસોટી,ત્યાં ગલીપચી થઇજાય
પડે ડંડો જ્યાંમાથે,ત્યાં જીંદગીનો રસ્તો શોધવા જઉ
                        ……….બકરી જોઇને હું બેં બેં કરતો.
મારીતારીની અલબેલી ચાલ,જોઇ લેતાંતો નાસમજાય
સમજ વિચારની કેડીથી,એ થોડી થોડીય સમજતો થઉ
ડુંગરથી દરીયાને જોતાં,ચારેકોર શીતળતા એમ દેખાય
પડતાં જ પાણીમાં દેહને,ત્યાં છઠ્ઠીનુ ધાવણ સ્મરી જઉ
                           ………બકરી જોઇને હું બેં બેં કરતો.

++++++++++++++++++++++++++++++

August 7th 2010

ગુલામી

                             ગુલામી

તાઃ૭/૮/૨૦૧૦                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગુલામીની ચાદર એવી,જીંદગી ભારમાં લબદાય
સ્વતંત્રતાની શોધવા સીડી,સૌના હાથ મળી જાય
                            ………ગુલામીની ચાદર એવી.
દેહ,દેશ કે જીંદગીપર,કોઇનો જ્યાં ભાર આવી જાય
અટકે જીવનની સરળતા,નામાર્ગ કોઇ સીધો દેખાય
ડગલે પગલે દબાણનો દાવો,ત્યાં સીધ્ધીય દુરજાય
સામે હોય સરળતા જીવનમાં,તોય નાતેને મેળવાય
                               ………ગુલામીની ચાદર એવી.
રાજનીતિની કાળી ચાદર,જ્યાં મુર્ખાઓ ઓઢી જાય
ઇર્ષાદ્વેશને અભિમાનને લેતાં,સમજના ઝગડા થાય
નિરાધાર ને બેકારી બતાવી,માનવતા હણાઇ જાય
મળીજાય ગુલામી સૌને,ના સહકારવિના બચાવાય
                              ………ગુલામીની ચાદર એવી.

============================

August 7th 2010

કરેલ કર્મ

                       કરેલ કર્મ

તાઃ૭/૮/૨૦૧૦                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ દેહને સંબંધ અનેરો,અદભુત એ અભિયાન
વિચારના વમળમાં મળેએ,કરેલ કર્મના બલીદાન
                     ………. મળેલ દેહને સંબંધ અનેરો.
સારા નરસાની ના સમજ,જ્યાં બુધ્ધિ ના વપરાય
ઉજ્વળ જીવનની જ્યોતદીસે,ત્યાંસજ્જનતા દેખાય
સરળતાનો સહવાસ મળે,એદેહે માનવતાજ વર્તાય
કર્મનો હિસાબ કોડીજેવો,જે દેહના વર્તને મળી જાય
                       ……….મળેલ દેહને સંબંધ અનેરો.
છાનુછપનું કે જાહેરમાં,માનવી કોઇ કામ કરી જાય
તેમાંનું ઘણું છે એવુ,જે સાદી આંખોથી ના દેખાય
પરમાત્માની દ્રષ્ટિ નિર્મળ,સઘળુ સાદુ સૌ જોવાય
જીવના બંધન એ કરેલ કર્મ,ના કોઇથીય છટકાય
                       ………મળેલ દેહને સંબંધ અનેરો.
ધરતીના છે બંધન દેહને,ના પ્રભુથીએ તરછોડાય
પરમાત્માની કૃપાળુદ્રષ્ટિમાં,આ દુનીયા આવીજાય
સાચાસંતના સહવાસે જીવને,પ્રભુભક્તિ મળીજાય
મળે જીવને અનંતશાંન્તિ,જેમાં સતકર્મો થઇ જાય
                        ……..મળેલ દેહને સંબંધ અનેરો.

===========================

August 6th 2010

વર્ષા

                                વર્ષા

તાઃ૬/૮/૨૦૧૦                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઓઢી ચાદર જીંદગીની,જીવ ધરતીએ આવી જાય
કૃપા પામતાપરમાત્માની,અનેક વર્ષાઓ થઇ જાય
                               ………ઓઢી ચાદર જીંદગીની.
આંખખુલે જ્યાં સંતાનની,ત્યાં માબાપ ખુબ હરખાય
પુરણ થાય મનોકામના,જ્યાં પ્રભુકૃપાની વર્ષા થાય
આંગણે આવેલાને આવકારતા,માનવતા પ્રસરીજાય
દુઃખી જીવનુ  હૈયુ ઠરતાં,સ્નેહાળ શબ્દની વર્ષા થાય
                               ……….ઓઢી ચાદર જીંદગીની.
મળેલ જીંદગી સાચવવા,સોપાન ભણતરના લેવાય
મનથી મહેનત સંગે ગુરુજી,આશીર્વાદની વર્ષા થાય
નિશ્વાર્થસ્નેહ ને નિર્મળપ્રેમ,સદા હેત પ્રેમથી ઉભરાય
જલાસાંઇનો આશરો લેતાં,સાચી ભક્તિની વર્ષા થાય
                               ……….ઓઢી ચાદર જીંદગીની.
લખી જાય બેશબ્દ કલમના,જાણે હિમાલય ચઢી જાય
અભિમાનની નાની કેડીએતો,ઇર્ષાનીવર્ષા મળી જાય
સિંચન એ સહવાસનો નાતો,મળીજાયછે નિર્મળતાએ
મુલાકાતની દરેક પળે.થાયછે પ્રેમની વર્ષા વારંવાર
                               ……… ઓઢી ચાદર જીંદગીની.

%%%%%%%%%%%%%%%%%%%%%%%

« Previous PageNext Page »