January 15th 2011

તારણહારી

                             તારણહારી

તાઃ૧૫/૧/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

અખીલ વિશ્વના તારણહારી,ગૌરીશ્વર હે જગતવિહારી
કરુણાસાગર પાલનહારી,જગતપિતાની આ બલિહારી
                        ………..અખીલ વિશ્વના તારણહારી.
ભોલેનાથ છો અનંતવ્યાપી,જીવો પરછે દ્રષ્ટિ તમારી
મુક્તિતણા છો સંગાથી,કરુણા તમારી જગમાં વ્યાપી
ભક્તિ કેરા એકજ તાંતણે,સ્વર્ગરાહ મળે જીવને ચાહી
મળે રાહ જો જીવનેસાચો,જીવનો જન્મસફળ કરનારી
                      ………….અખીલ વિશ્વના તારણહારી.
ગંગાધારી છે અવિનાશી,ગળે સર્પમાળ પણ વિષધારી
ત્રિશુલ હાથમાં રક્ષણ કાજે,ભુતપલીતને ભાગતાં રાખી
ચંન્દ્ર શીરે છે શીતળતા સંગે,ભક્તો પર રહે કૃપા છાજે
ભોલેનાથની અજબશક્તિ,મળી જાય જ્યાં સાચીભક્તિ
                       ………….અખીલ વિશ્વના તારણહારી.

==++++++++++++++++++++++++++++==

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment