March 24th 2011
કર્મની કેડી
તાઃ૫/૨/૨૦૧૧ (ગોંડલ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ મળે પરમાત્માનો,ત્યાં પાવન કર્મ જ થાય
મોહમાયાના બંધન છુટતાં,જન્મ સફળ થઇજાય
………..પ્રેમ મળે પરમાત્માનો.
આવી આંગણે પ્રેમ મળતાં,ભક્તિદ્વાર ખુલી જાય
અંતરમા આનંદની વર્ષા,જે સ્વર્ગ સુખ દઈ જાય
નિત્ય સવારની પુંજાએજ,કર્મની કેડી પણ દેખાય
આજકાલના બંધન છુટતાં,વ્યાધીઓ ભાગી જાય
………..પ્રેમ મળે પરમાત્માનો.
કોમળતાની લહેરમળતાં,આ જીવન ઉજ્વળ થાય
માગણી મોહના દ્વાર તુટતાં,ભાગં ભાગ મટી જાય
કામદામનીવ્યાધીભાગે,જ્યાં સંતજલાસાંઇ ભજાય
એક શ્રધ્ધા મળતાં જીવને,કુળ ઉજ્વળ થઈ જાય
………..પ્રેમ મળે પરમાત્માનો.
માનવ જન્મ લાગે સાર્થક,જ્યાં પ્રેમે ભક્તિ થાય
રાહ મળતા સંતાનને દેહે,કુટુંબ પ્રેમ મળી જાય
સન્માન સાચી રાહ મળે,ત્યાંપરમપિતા હરખાય
અણસાર મળેછે દેહને,જે પવિત્ર કર્મજ કરી જાય
………..પ્રેમ મળે પરમાત્માનો.
===============================
March 23rd 2011
મઝા પડી
તાઃ૨૭/૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
મઝા પડી ભઈ મઝા પડી,સૌને મળીને મઝા પડી
માણી લીધી ભઈ માણી લીધી,સૌની પ્રીત માણી લીધી
………..મઝા પડી ભઈ મઝા પડી.
મનથી પ્રીત મળી ગઈ,ભઈ સૌની પ્રેમે પ્રીત મળી
હૈયે હૈયા હેતે મળ્યા,ત્યાં નિર્મલ સ્નેહની નદી મળી
………..મઝા પડી ભઈ મઝા પડી.
જીવને ઉજ્વળ કેડી મળી,મમતા સૌએ માણી લીધી
આજકાલની તો માયા છુટી,હૈયેથી સાચી પ્રીત મળી
………..મઝા પડી ભઈ મઝા પડી.
આજે હું આવુ કે કાલે આવું,સમયની સીડી આ ચાલી
એક મનથી જ પકડી લેતાં,ભઈ જ્યોત પ્રેમની ઝાલી
………..મઝા પડી ભઈ મઝા પડી.
દીલડા સંગે દેહ મળ્યા,ત્યાં સુખદુઃખ બંન્ને હટી ગયા
મળતાં પ્રેમનો સાગર દેહને,જીવન સાચુ જીવી રહ્યા
………..મઝા પડી ભઈ મઝા પડી.
=======================================
March 23rd 2011
સુખની કેડી
તાઃ૨૭/૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
દુઃખો ભાગશે દુર,જ્યાં ભક્તિ છે ભરપુર
રામનામની કેડીને લેતાં,કૃપા મળે અદભુત
……….દુઃખ ભાગશે દુર.
નિત્ય સવારે પુંજન,જ્યાં શ્રધ્ધાએજ થઈ જાય
જલાસાંઇની કૃપાએ,જીવને જન્મ સફળ દેખાય
ક્યાંક મળેલ આશિર્વાદ,જે સ્વર્ગ સુખ દઈ જાય
સાર્થક જીવન મળીજતાં,સુખની કેડી મળી જાય
માયામોહ દુર ભાગતા,ઉજ્વળ આ જીવન થાય
……….દુઃખ ભાગશે દુર.
કરતાં કામ જીવનના, સફળ સરળ થઈજ જાય
અણસાર મળે એદેહને,જે ભક્તિ એજ મેળવાય
મારાની માયા છે અતુટ,ને મમતા પણ દેખાય
ભક્તિ સાચી કરી લેતા તો,કુદરત પણ હરખાય
બંધન જગના છુટતાં જીવને,અતુટ શાંન્તિ થાય
……….દુઃખ ભાગશે દુર.
===============================
March 22nd 2011

દીકરી દેજો
તાઃ૧૯/૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીકરી દેજો પ્રેમથી,જે દે સૌને સન્માન
વાણી વર્તન સ્નેહથી કુળને,કરી જાય બલવાન
…………દીકરી દેજો પ્રેમથી.
સંસ્કાર મળેલા સાચવી,કુટુંબમાં ભળી જાય
આંગણે આવેલ વડીલ પણ,વર્તનથી ઓળખી જાય
માન અને સન્માન મુકી,લાજ રાખી ભળી જાય
ભક્તિ,પ્રેમ ને સંગે રાખી,પ્રેમથી સેવા કરી જાય
…………દીકરી દેજો પ્રેમથી.
કદીક નીકળેલ કડવુ વચન,કોઇનું જીવન વેડફી જાય
ડગલે ડગલુ સાચવી જીવતાં,આ જન્મ સફળ થઈ જાય
પતિ પ્રેમની અપેક્ષાએ,કદીય માબાપને ના ભુલાય
જન્મ સફળની સીડી મળતાં,જીવન આ ઉજ્વળ થાય
…………દીકરી દેજો પ્રેમથી.
આશાઓ રાખતાં દુર,જીવનમાં અપેક્ષા ભાગી જાય
આશીર્વાદ મનથી મળતાં એક,જીવન આ સાર્થક થાય
ભાઇભાંડુનો સહવાસ રહે,ત્યાં સંતાન પણ હરખાય
મળીજાય સૌનો સાથ જીવનમાં,ત્યાં દેખાવ ભાગી જાય
…………દીકરી દેજો પ્રેમથી.
————————————————————————
આ કાવ્ય મારા પુત્ર ચી.રવિના જીવનસાથી ના બંધનના દીવસે
પુજ્ય જલારામ બાપા અને પુજ્ય સાંઇબાબાની કૃપાથી લખેલ છે.
જે ચી.હીમાના પરિવારને પવિત્રદીવસની યાદરૂપે અમારા આણંદના
મકાનમાં પ્રેમથી અર્પણ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ. તાઃ૧૯/૨/૨૦૧૧
====================================
March 22nd 2011
કારેલાની કઢી
તાઃ૬/૨/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
કારેલાની કઢી જ્યાં ખાધી,ત્યાં વ્યાધીઓ ભાગી દુર
આવી શાંન્તિ દેહને ત્યારેજ,મળે સુખ શાંન્તિ ભરપુર
………….કારેલાની કઢી ખાધી.
અરે ઉજ્વળ દીઠી સવારસાંજ,ને ભુલાઇ ગઈ ગઈકાલ
દબાણ લોહીનુ બંધ થયું,ત્યાં સુધરી ગઈ સવાર સાંજ
દવાદારૂની જ્યાં ભાગી ટેવ,ત્યાંજ દવાખાનું દુર જાય
મનને શાંન્તિ મળીજતાં ભઈ,મારા ઘરના સૌ હરખાય
………….કારેલાની કઢી ખાધી.
ના આડી કે અસર ઉંધી,જ્યાં સાત્વીક શરીર મળીજાય
કેવી કુદરતની આ લીલા,જે સાદા ફળફુલથી મેળવાય
મળીમને કેડી જલાસાંઇની,ત્યારથી જીવ મારો હરખાય
તકલીફો ઉભી દુર રહે જ્યાં,મોટા ખર્ચા પણ બચી જાય
………….કારેલાની કઢી ખાધી.
———————————————————-
March 21st 2011

માતાની કૃપા
તાઃ૧૨/૩/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે માતાનો પ્રેમ જીવને,કોઇ નિમીત બની જાય
આવી આંગણે દઇદે પ્રેમ,જેથી જીંદગીસુધરી જાય
……..મળે માતાનો પ્રેમ જીવને.
માતા કેરી મમતા જગતમાં,કોઇ શક્યુ ના જાણી
પકડી આંગળી સુખદુઃખમાં,જીવનમાં મહેંક આવી
ભજન ભક્તિની પ્રીતપ્યારી,મુક્તિના ખોલેછે દ્વાર
પળપળની સમજન્યારી,દ્વાર મુક્તિના ખોલીજાય
…………મળે માતાનો પ્રેમ જીવને.
મળે જીવને જ્યાં શાંન્તિ દેહે,ત્યાં જન્મ સફળ થાય
ધન્ય જીવનની કૃપાય મળે,જ્યાં ભક્તિપ્રેમ બંધાય
મળે જ્યાં શ્રધ્ધાજીવને,એ દેહને મુક્તિએ લઈ જાય
મળે માતાનીકૃપા નિરાળી,જે સદગતીએ દોરી જાય
……….મળે માતાનો પ્રેમ જીવને.
આંગણી ચીંધવા આત્માને,માતાનુ સ્વરૂપ મળીજાય
આવી આંગણે દે કૃપાસ્નેહે,ત્યાં કુટુંબ સુખી થઈ જાય
મા બહુચરની લાગણી મળતાં,ખુશી આ જીવન થાય
સાર્થક લાગે ભક્તિ જીવની,નેઉજ્વળ છે આવતીકાલ
……….મળે માતાનો પ્રેમ જીવને.
_________________________________________
મા બહુચરાજીની કૃપા થતાં અમારે ત્યાં માતાજીના સેવક
પુ.ગીરીજામાસી જીવનના એક ઉજ્વળ કાર્ય માટે ઘેર પધાર્યા
તે પ્રસંગને માતાની કૃપા સમજી યાદ રાખવા માટે આ કાવ્ય
માતાજીની સેવામાં અર્પણ. પ્રદીપ બ્રહ્મભટ્ટ આણંદ.
===================================