April 14th 2011
કેમ કહેવાય
તાઃ૧૪/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મતીને મળતી ગતી જગતમાં,ના કોઇથીય છોડાય
ગબડે જીવન ગાડી પાટેથી,એ કોઇનેય કેમ કહેવાય
……….મતીને મળતી ગતી જગતમાં.
નિર્મળતાને ફેંકીને દુર,કળીયુગમાં દેખાવને પકડાય
સમજે જાણે મળશેમાનવતા,પણ કેમ કરી મેળવાય
હૈયાની આ સમજણ ખોટી,જે અધોગતીએ લઈ જાય
પડે જ્યાં પાટુપરમેશ્વરનું,ત્યાંજ મંદમતીએ સમજાય
……….મતીને મળતી ગતી જગતમાં.
અજબઅનોખી રીત પ્રભુની,સમયે સમયે સમજાય
મતી સાચવી માયાછોડતા,મોહ પણ ભાગીજ જાય
સમજીને એક પગલું ભરતાં,બીજુ સાચવીને ભરાય
મુરખ આવી બારણે બોલે,સાચી વાત કોને કહેવાય
……….મતીને મળતી ગતી જગતમાં.
====================================
April 12th 2011
शेरडी आया
ताः११/११/२०१० प्रदीप ब्रह्मभट्ट
मुझे प्यार देना जीवनमें,और भक्तिमें साथ देना
बाबा में शेरडी आया हुं,मुझ पे प्रेम द्रष्टि करना
……….मुझे प्यार देना जीवनमें.
चरणोंमे मुझको रखके,मेरा जन्म सफल कर देना
सांज सबेरे भक्ति देकर,मेरा जीवन उज्वल करना
प्यार भरी एक द्रष्टि करके,जगमोहको दुर भगाना
सदविचारकी सीडीसे बाबा,मेरे घरको पावन करना
……….मुझे प्यार देना जीवनमें.
सांइसांइका स्मरण सदा हो,ये वरदान मुझको देना
आत्माका कल्याण हो सबका,ये घरपे रहेम करना
सांइ बाबा मेरे भोले बाबा,ये नामनामका रटण रहे
मनोकामना पुरण करके,हमको मनसे प्रेम ही देना
……….मुझे प्यार देना जीवनमें.
ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ
April 12th 2011
ચૈત્રી નોરતુ
તાઃ૧૨/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી તારી અસીમકૃપાનો,મને મળી ગયો સંગાથ
આવજે આજે માડી આંગણે,દેવા નવરાત્રીનો સાદ
………..માડી તારી અસીમકૃપાનો.
ચૈત્ર માસની સુદ નોમે,માડી ગરબે ધુમતી જાય
પ્રેમભક્તિના વાદળ જોતાં,જીવ ભક્તિએ દોરાય
ગરબેઘુમતા સૌ દેહોને,માનાઆશીર્વાદ મળીજાય
ઉજ્વળ જીવન પામવા કાજે,માતાને શરણે જાય
…………. માડી તારી અસીમકૃપાનો.
શ્રધ્ધા રાખી ભક્તિ થાય,ત્યાં પાવન જીવનથાય
મનનેશાંન્તિ મળીજાય,ત્યાં નાકોઇ અપેક્ષારખાય
ઉજ્વળજીવન ને પાવનકર્મ,જન્મસફળ થઈ જાય
મુક્તિ દ્વાર ખુલતાંજ દેહને,સ્વર્ગીય સુખ મળીજાય
………..માડી તારી અસીમકૃપાનો.
++++++++++++++++++++++++++++++++++++++++
આજે હિન્દુ ધર્મ પ્રમાણે સંવત ૨૦૬૭ ના ચૈત્ર માસની સુદ નોમ છે.
પુજ્ય મા અંબામાતા અને મા બહુચરામાતાના ચરણમાં આકાવ્ય જીવના
કલ્યાણ અર્થે સમર્પણ. લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ.
April 12th 2011
મેળવી લીધા
તાઃ૧૧/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વાણી વર્તનનો સંબંધ અનોખો,ના કોઇને દે એ ધોખો
સમજીવિચારી મેળવી લેતા,ના જગમાં તેનો કોઇ તોટો
……વાણી વર્તનનો સંબંધ અનોખો.
નિત્ય નિરખે નયન નિરાળુ,સ્નેહની સાંકળ સદા દેનારુ
આવી આંગણે પ્રેમ મળેતો,જીવન ઉજ્વળ છે મળનારુ
……વાણી વર્તનનો સંબંધ અનોખો.
બંધન છુટતાં મોહમાયાના,મળે જીવને સૌ ખુશી દેનારા
મળે સીડી સંસ્કારની દેહને,જન્મ સફળ જીવનો કરવાને
……વાણી વર્તનનો સંબંધ અનોખો.
મેળવી માયા દેહે જ્યારે,આવતી જગની વ્યાધીઓ ત્યારે
છોડીદીધી કળીયુગની કેડી,મેળવીલીધી મેં પ્રીત પ્રભુની
…..વાણી વર્તનનો સંબંધ અનોખો.
દીપ બનીને જ્યાં હું પ્રકાશુ,પ્રદીપ નામ સાર્થક સમજાય
મેળવ્યા ભક્તિના સોપાન,જીવનો જન્મ સફળ થઈ જાય
…..વાણી વર્તનનો સંબંધ અનોખો.
##################################
April 12th 2011
ડંકો વાગ્યો
તાઃ૧૦/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ડંકો વાગતા રામનામનો,જીવની પાવન ભક્તિ થઈ
આંગણે આવી માગણી કરે,ત્યાં તો કૃપા પ્રભુની થઈ
……….ડંકો વાગતા રામ નામનો.
મતી મળે છે મનને ત્યારે,સમજી વિચારી વર્તે જ્યારે
માયાનો મોહ ભાગેદેહથી,આવે જ્યાં કૃપાબની સહારો
મળશે પ્રીત સાચા સંતની,નેનિર્મળ પ્રેમ આવશે વર્ષી
માગણી મોહ માયાની મુકતા,અન્ન માગે છે ભુમી પતિ
………..ડંકો વાગતા રામ નામનો.
સંસ્કારની સીડી નાશોધે,કે નામાગે મળે કોઇને જગમાં
કુદરતની કરુણા છે ન્યારી,ભક્તિ પ્રેમ જે પકડી જાણે
જલારામની શ્રધ્ધાન્યારી,મળીછે તેમને સંસ્કારીનારી
જગમાં ઉજ્વળ કુળનુ નામ થયુ,માતાની કુખ ઉજાળી
………..ડંકો વાગતા રામ નામનો.
+++++++++++++++++++++++++++++++++++
April 12th 2011
મન લબડ્યુ
તાઃ૮/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આતો હવા કળીયુગની એવી,ના સમયની રાહ એજોતી
ક્યારે આવીને જકડે દેહને,ત્યારેજ મનને તકલીફ થાતી
અરે આ છે હવા પાણીના જેવી,ના કોઇને કદીયે છોડતી
……….આતો હવા કળીયુગની એવી.
શીતળ સ્નેહે ચાલતી ગાડીને,જેમ પડે પવનની ઝાપટ
આગળ પાછળનો ના સંકેત,કે જ્યાં શ્રધ્ધાનો છે પાવર
જ્યાં મનને મળતી કાચી માયા,ત્યાં માનવદીલ દુભાય
ભોળાદીલને નાપારખ કોઇની,ત્યારેજ મન લબડી જાય
……….આતો હવા કળીયુગની એવી.
સુંદરતા દેખાય આંખોને જ્યાં,ત્યાં સમજુ સાચવી જાય
લબડી પડતાં થોડું મતીથી,માનવજીવન વેડફાઇ જાય
ભક્તિનોસહવાસમનથી મળતાં,પાવનકર્મો દેહથી થાય
જન્મ મરણની સાંકળને તોડવા,મન ત્યાંજ અટકી જાય
……….આતો હવા કળીયુગની એવી.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
April 12th 2011
સૌરાષ્ટ્રનુ પાણી
તાઃ૮/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાણી પીધુ સૌરાષ્ટ્રનું,ત્યાં શુરવીરતા આવી ગઈ
માનવતાની મહેંક મળતાં,હું શુરવીર બન્યો ભઇ
…….પાણી પીધુ સૌરાષ્ટ્રનું.
સાચાને સહકાર દેવાને,જુઠાને કચડી દેતો અહીં
સ્નેહ મળતા સહવાસીઓનો,હું મઝામાણતો ભઈ
નિર્મળપ્રેમ નામાગે મળતો,મળે સોપાનેસન્માન
કોણકોને દેસહારો જીવનમાં,એના મને સમજાય
……..પાણી પીધુ સૌરાષ્ટ્રનું.
કંકુ ચાંલ્લો કપાળે કરતાં,કોઇથી મને નાઅડાય
શુરવીરતાની છે નીશાની,નાકોઇથી જગે ડરાય
સમજણ એતો સાચી છે,કે નિર્દોષને સહાયથાય
બનો સહારો અબળાનો,આજન્મ સફળ થઈજાય
………પાણી પીધુ સૌરાષ્ટ્રનુ.
-=-=-=-=-=-=-=-=-===-=-=-=-==-=-==-=
April 12th 2011
હૈયાનો ઉભરો
તાઃ૫/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારે હૈયે આવ્યો ઉભરો,ને મનને શાંન્તિય મળી ગઈ
કૃપા આંગણે આવતી દીઠી,જ્યાં માબાપની દ્રષ્ટિ થઈ
લાગ્યુય મને આજથી,મારી આ જીંદગીજ સુધરી ગઈ
………..મારે હૈયે આવ્યો ઉભરો.
ડગલાં નાના હું માંડતો,ત્યારે તો ટેકાને રાખતો સાથે
જ્યાં કદીક મળતી રાહત,ત્યારેતો આંખો મીંચી ઘુમતો
ટપલી મળતી પ્રેમની,ત્યારે હું માબાપને વંદન કરતો
માનો પ્રેમ નેરાહ પિતાની,ત્યાં મારુ હૈયુ ઉભરાઇ જાતુ
………..મારે હૈયે આવ્યો ઉભરો.
મિત્રભાવની નાની કેડી,આ જીવનમાં પ્રેમે પકડી લીધી
ઉભરો આવતા સાચવી લેતા,મેંતો ઉજ્વળ રાહને માણી
હૈયાના સ્પંદનને પળથી પકડતાં,આવીછે આજ ઉજાણી
મળતીમનને શાંન્તિમાગી,જ્યાં ગંગા સ્નેહપ્રેમની વહેતી
…………મારે હૈયે આવ્યો ઉભરો.
==================================
April 12th 2011
જીવને ટકોર
તાઃ૪/૪/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખ તો સંસારના બંધન,જે ભક્તિએ ભાગી જાય
જીવને શાંન્તિ પ્રભુકૃપાએ,જે સાચી ભક્તિએ મેળવાય
……….સુખદુઃખ તો સંસારના બંધન.
ગતી કર્મની છે જન્મની સાથે,ના કોઇથીય તરછોડાય
નિત્ય પ્રભુનુ સ્મરણ કરતાં,જીવને શાંન્તિજ મળી જાય
ભક્તિનો સંગ દેહે રાખતા,જગમાં કર્મ પવિત્ર જ થાય
ભુલ થાય જ્યાં જીવથી દેહે,પ્રભુની જીવને ટકોર થાય
…………સુખદુઃખ તો સંસારના બંધન.
સંસારના બંધન દેહની સાથે,વાણી વર્તનથીજ દેખાય
ભીખ માગીને ભટકી ચાલતા,મળેલ જન્મ વ્યર્થ થાય
ટેક રાખીને જગમાં જીવતાંતો,સર્જનહાર પણ હરખાય
મળેલ શાંન્તિ દેહને જગમાં,જીવનોજન્મ પાવન થાય
………..સુખદુઃખ તો સંસારના બંધન.
=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=૦=