May 8th 2011

હ્રદયની લાગણી

                    હ્રદયની લાગણી

તાઃ૮/૫/૨૦૧૧                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા તારા પ્રેમને જગતમાં,ના પારખી શક્યુ છે કોઇ
હ્રદયની લાગણી મળતાસંતાને,આંસુ લીધા છે જોઇ
                   ………….મા તારા પ્રેમને જગતમાં.
ઘોડીયાની છાયામાં દેહને,ઉજ્વળ લાગણી દેવાય
અવાજની એક ટકોર મળતાતો,મા દોડી ત્યાં જાય
દુઘની એક બુંદ દેતાજ માતાને,હરખ અનેરો થાય
દેહ મળેલા જીવને જગતે,અદભુત પ્રેમ મળી જાય
                   …………મા તારા પ્રેમને જગતમાં.
ઉજાગરાને મુકી બાજુએ,માની આંખો ઘેરાતી હોય
સંતાનના દેહને સાચવવા,રાતદીન એભુલી જાય
હસતા રમતા જોઇ બાળકને,માતાને આનંદ થાય
પતિના પ્રેમની એક ઝલક,સંતાનથી દેખાઇ જાય
                   ………….મા તારા પ્રેમને જગતમાં.

==============================