May 19th 2011

.
.
.
.
.
.
.
.
જલીયાણ જ્યોત
તાઃ૧૯/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલીયાણ તમારી જ્યોત છે ન્યારી;
ઉજ્વળ જીવન ભક્તિએ કરનારી.
મીઠી માયા મોહને એ છોડાવનારી;
મનને શાંન્તિ સદાય એ છે દેનારી.
…………જલીયાણ તમારી જ્યોત.
પિતા પ્રધાને જલાને પ્રેમ દીધો છે
ને માતા રાજબાઇએ દીધા સંસ્કાર
વ્હાલા કાકાનો વ્હાલ મેળવી લીધો,
અને પત્નીએ પ્રભુ માન્યા ભરથાર
…………જલીયાણ તમારી જ્યોત.
સંત ભોજલરામની મેળવી છાયા;
છોડ્યા જગતના બંધનને મોહમાયા,
ભુખ્યાને ભોજન મનથી દઈ દીધા;
જગત પિતાના પ્રેમને પામી લીધા
…………જલીયાણ તમારી જ્યોત.
================================
May 19th 2011
દવાની કેડી
તાઃ૧૯/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઝગડીને હું જાડી થઈ,હવે ના ચાલતાય ફાવે
થોડુ ચાલુ ઘરમાં જાતે,તોય થાક ઘણો લાગે
નવી થઈ આ રામાયણ,નાકોઇ બચાવી જાણે
………..હવે ના ચાલતાય ફાવે.
પહેલા સૌ મને લાકડીકહે,નાવ્યાધી કોઇ આવે
મસ્ત મઝાથી શ્વાસ હુંલેતી,ને ઉઠક બેઠક થાયે
ચાલતી ત્યારે લાગે સૌને,ને કોઇના પકડી પાડે
આજે ઉલટી ગંગા થઈગઈ,નાસમજ મને આવે
……….હવે ના ચાલતાય ફાવે.
દવાને બનાવી દીકરી,ત્યારથી શરીર ભારેલાગે
ઉઠક બેઠક ઓછી થતાં,ના હાથ પગ બહુ ચાલે
વિટામીનને વળગીરહેતા,મારુ શરીર ભોંદુ લાગે
દવાનીકેડી મેળવતાં,હવે જીંદગીજ બગડી આજે
……….હવે ના ચાલતાય ફાવે.
============================
May 19th 2011

.
.
.
.
. चरणोमें अर्पण
ताः१९/५/२०११ प्रदीप ब्रह्मभट्ट
लेके भक्तिका संगाथ,मा खडे है भक्त तेरे अपार
करना कृपा भक्तपे आज,आये श्रध्धा लेके साथ
मा तु है दयालु है कृपालु,संतानकी रखना लाज
…………लेके भक्तिका संगाथ.
करके धुपदीप तेरे द्वार,है मा तेरे चरनोमें सबसाथ
करते भक्ति मनसे आज,करुणा करदे भवानी मात
दुर्गामा तु तुहीं अंबा,तुही जगदंबा तुही कालिकामॉ
विश्वंभरी मा मा तुही चामुंडा,तु जगत नियंता मॉ
……….लेके भक्तिका संगाथ.
नाम जपते माला भी करते,खडेहै भक्ति लेके द्वार
तु सागर है करुणाकी मॉ,तेरी महीमा है अपरंपार
शीश झुकाके वंदन करके,खडे आज मा तेरे संतान
उज्वळ जीवन जन्म ये सार्थक,सबकी है ये आश
………….लेके भक्तिका संगाथ.
//******************************//