મારુ,આપણુ
મારુ,આપણુ
તાઃ૧/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારુ મારુ કરતો તો,ત્યાં સુધી તો સૌ ભાગી જાય
આપણુ જ્યારથી શરૂથયુ,ત્યારથીઘણા મળી જાય
………મારુ મારુ કરતો તો.
કુદરતની આ કલા નિરાળી,જે શબ્દથી સમજાય
દેહ મળતાં જીવને જગતમાં,દેહ જીભથી જકડાય
……….મારુ મારુ કરતો તો.
બાલપણમાં સઘળુ મળે,જ્યાં નાજીભથી બોલાય
શબ્દની સમજણ સમજાતાં,મૌન વધુ મળી જાય
………મારુ મારુ કરતો તો.
ભણતરની સીડી પકડતાં,સાથી મિત્રો મળી જાય
સફળતાની ચાવીમળે,જ્યાં આપણૂ જ્ઞાનસમજાય
………..મારુ મારુ કરતો તો.
મોહ માયા ચારે કોર ફરે,ના કોઇથીય એ છોડાય
મારુ મુકતા બાજુએ દેહથી,ત્યાં સઘળુ મળી જાય
…………મારુ મારુ કરતો તો.
આપણામાં સૌકોઇ આવે,જ્યાં જીભે મારાને છોડાય
મહેનતકરતાં આપણેજ્યાં,ત્યાં અપેક્ષા ભાગી જાય
………..મારુ મારુ કરતો તો.
##############################