July 30th 2011
. ચાલતી ગાડી
તાઃ૩૦/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચાલતી ગાડીએ ચઢી જાવ તો,સૌનો સાથ મળી જાય
આવતી ગાડીની રાહ ના જોતાં,નિર્મળ સૌ બની જાય
. ………..ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
સમયને કોઇ ના રોકે,કે ના સમયને કોઇથીય પકડાય
નાતાકાત અવનીપર કોઇની,છોને રૂપ હોય ભગવાન
દેહના બંધન અતુટ જગતમાં,કર્મથી જ એ ઓળખાય
મળે માનવ દેહ અવનીપર,એજ સાચી સફર કહેવાય
. …………ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
નિંદરને નોખી રાખવીદેહથી,તો નાકોઇ જગે ભટકાય
શિતળ હોય જ્યાં સવારી,ત્યાં મધુર પવન મેળવાય
જગતની ગાડી જીવને બાંધે,ત્યાં જન્મે જીવ બંધાય
મુક્તિ એ છેલ્લુ સ્ટેશન મળે,જ્યાં ભક્તિ સાચી થાય
. …………ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
____________________________________
July 30th 2011
. પુજ્ય સાહેબને ૯૦મા. .(૨જી ઑગસ્ટ ૧૯૨૧)
. જન્મદીને યાદ.
. કૌટુમ્બીક વૃક્ષ રૂપે.
.તાઃ૩૦/૭/૨૦૧૧______________ લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્કુલના મારા સાહેબ હતા,ને નામ છે અંબાલાલ
. ખડોલ ગામથી આણંદ આવ્યા લઈ કાશીબાને સાથ
. જન્મદીનનો આનંદ અનેરો,ભોજનમાં ઉજવાય છે આજ
દીકરા મોટા વિનુભાઇ ને સંગે સ્મીતાભાભીનો સહવાસ
. સંસ્કાર દીધા દીકરા જીગરને ને દીકરી ઉર્વીમાંય દેખાય
દીકરી બીજી હતી વ્હાલી જેનુ નામ મધુબેન પ્રેમે બોલાય
. જમાઇ સતીષકુમાર છે જેનો સહવાસ બધાથી મેળવાય.
સંતાનમાં દીકરો મીતેશ છે,ને દીકરીને સોનલ કહેવાય
. સંસ્કાર સિંચન મળ્યા સાહેબથી,ના બાળકોથી ભુલાય.
ત્રીજા સંતાન દીકરા વસંતભાઇ જેમને સહવાસ વિણાબેનનો
. મોટી દીકરી તો શીતલ, અને વચેટ દીકરી છે ચાંદની
દીકરો એક છે નામ તેનું આકાશ,ત્રણેય સંતાનમાં છે સાથ
. અમને મળેલ પ્રેમ અનોખો,અમારાથી ના કદીય ભુલાય
સૌથી નાના દીકરા રાજુભાઇ છે,ને સાથે અમીબેનનો સાથ
. સંતાનમાં છે બે વ્હાલી દીકરીઓ,નીકી રુહીથી ઓળખાય
પ્રેમ હ્ર્દયથી દેતા અમને,ના કદી રમા,રવિ,દીપલથી ભુલાય
. અમને મળેલ આઉજ્વળ પ્રેમે,અમારા જીવન મહેંકી જાય
++++++++++++++++++++++++++++++++++++++++++
. આણંદના મારા હાઇસ્કુલના શિક્ષક પુજ્ય અંબાલાલ સાહેબના ૯૦મા જન્મદીનની યાદ
રૂપે તેમના કુટુંબના પ્રેમને કદી ના ભુલાય તે ભાવનાથી આ કૌટુમ્બીક વૃક્ષ તેમની સેવામાં અર્પણ
કરુ છુ. કોઇપણ ભુલ હોય તો દીકરો સમજી માફ કરશોજી,
લી.આપનો સ્કુલી સંતાન
. પ્રદીપ બ્રહ્મભટ્ટ્ના વંદન સહિત જય જલારામ. તાઃ૩૦ મી જુલાઇ ૨૦૧૧. હ્યુસ્ટન.
==================================================