November 2nd 2011
. લાયકાતની કેડી
તાઃ૨/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલા માન જીવનમાં,સુખના સોપાન એ કહેવાય
લાયકાતની કેડી મેળવતાં,સૌ કામ સફળ થઈ જાય
. ………….મળેલા માન જીવનમાં.
ભણતર દે જીવનને કેડી,જે મહેનત કરીનેજ સચવાય
ધન વૈભવ દોડીને આવે,જ્યાં જીવને રાહ મળી જાય
વંદનકરતાં માબાપને,લાયકાતે આશીર્વાદમેળવાય
ઉજ્વળરાહ મળેજીવને,જે દેહનું ધન્યજીવન કરીજાય
. ………….મળેલા માન જીવનમાં.
મોહમાયાથી દુર રહેતાં ,દેહે મહેનતનો સંગ મેળવાય
સાચી કેડી જીવનમાં મેળવતાંજ,લાયકાત મળી જાય
શાંન્તિનો સહવાસ રહે ત્યાં,જ્યાં ભક્તિ્ય પ્રેમથી થાય
આધીવ્યાધી નાઆવે વચ્ચે,જ્યાં કુદરતની કૃપાથાય
. ………….. મળેલા માન જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++++++=
November 2nd 2011
. ………….પધારો પ્રેમે જલારામ…………..
તાઃ૨/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કંકુ ચોખા કર્યા મેં બારણે,જન્મદીને દેવાને સત્કાર
પધારો પ્રેમે જલાબાપા,પ્રદીપે ખોલ્યા ભક્તિ દ્વાર
. ………….કંકુ ચોખા કર્યા મેં બારણે.
આવજો માતા વિરબાઇ સંગ,રાખી ઝોળી ડંડો હાથ
પ્રેમજ્યોત પ્રગટાવી ઘરમાં,રાખી ધુપદીપને સાથ
દેજો રાહ ભક્તિની રમાને,ને રવિનુ કરજો કલ્યાણ
વ્હેલા આવજો જન્મદીને,સફળ થાય આ અવતાર
. ……………કંકુ ચોખા કર્યા મેં બારણે.
મુક્તિ કેરા ખોલી દ્વાર અમારા,કરજો સદા કલ્યાણ
દેજો ભક્તિ કેરા દ્વાર દીપલને,નિશીત સંગે સદાય
પ્રભુ આવે બારણે અમારે,એવી કૃપા કરજો અપાર
મોહમાયાને તો મુકીદુર,દેજો અમોને ભક્તિ ભરપુર
. ……………કંકુ ચોખા કર્યા મેં બારણે.
**************************************************
……..પુજ્ય સંત શ્રી જલારામ બાપાની આજે જન્મ જયંતી છે.માતા વિરબાઇને
લઇ અમારા ઘરમાં આવીને ઘરને પવિત્ર કરી અમારા જીવનુ કલ્યાણ કરી મુક્તિ
આપે એજ અમારી આ પવિત્ર દીવસે પુ.જલારામ બાપાને પ્રાર્થના.
જય શ્રી રામ,જય શ્રી રામ,જય શ્રી રામ,જય શ્રી રામ,જય શ્રી રામ,જય શ્રી રામ.
==============================================
November 2nd 2011

.
.
.
.
.
.
.
.
.
. જલારામ જોગી
તાઃ૨/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જોગી જલારામની આવી છે આજે જન્મ જયંતી
. ભક્તિની જ્યોતને પ્રગટાવી અન્નદાનથી પહેલી
માતા રાજબાઇને પિતા પ્રધાન રહેતા વિરપુરમાં
. ઉજ્વળ જીવનની કેડી,મેળવી મહેનતથી લીધી
. ………….જોગી જલારામની આવી.
આવી એ સાતમ આજે,જન્મ્યા એતો ભક્તિ કાજે
. આવ્યા વિરબાઇ માતા,જીવન સાથી બનવા સાચા
સંસ્કારસિંચન પવિત્રરાહને,સાથે જીવનમાં રાખી
. આવ્યા વિરપુર પતિસંગે,પવિત્ર જીવન કરવા અંતે
મુકી માયામોહને નેવે,ઉજ્વળ ભક્તિ સાથે લીધી
. મનથીમાગણીપ્રભુરામથી,મુક્તિસંગે બનજો સાથી
. ………….જોગી જલારામની આવી.
ભક્તિભાવને પકડી રાખી,મુક્તિમાર્ગને ખોલી દીધા
. નશ્વરદેહથી મુક્તિ પામી,પ્રભુનુ શરણુ પામી લીધુ
સાચીશ્રધ્ધા અન્નદાનથી,મહેનતકરતા મેળવીલીધી
. દેહ લઈને ઠક્કર કુળને, જગમાં ઉજ્વળ કરી લીધુ
તનથી મહેનત મનથી ભક્તિ,જોઇ વ્યાધીઓ ડરતી
. જન્મદીનની શુભકામના એજ દેજો પ્રદીપને ભક્તિ
. ………..જોગી જલારામની આવી.
+++++++++++++++++++++++++++++++++++++++