December 26th 2011

સાચુ શરણું

……………………સાચુ શરણું

.તાઃ૧૫/૧૨/૨૦૧૧ (દુબાઇ) પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણુ મારે બાબા સાંઇનું,ને ગરવુ છે શેરડી ગામ
ભક્તિપ્રેમની કડી બતાવી,દીધુ ભક્તોને સુખધામ
……………………………………….શરણુ મારે બાબાસાંઇનું.
મળીપ્રીત માનવતાની,જે જીવનો કરી જાયઉધ્ધાર
માયામોહની લાલચછુટતાં,જીવનુ થઈજાયકલ્યાણ
અલ્લા ઇશ્વર એક બતાવી,દીધો માનવતાનો સંગ
ઉજ્વળજીવને માર્ગ ચીંધી,રાખ્યો મનુષ્યસંગે રંગ
……………………………………….શરણુ મારે બાબાસાંઇનું.
નિત્ય સવારે પુંજન કરતાં,પ્રેમ તેમનો મળી જાય
શરણું સાચુ જીવનમાં મળતાં,મોહમાયા દુર થાય
દ્રષ્ટિ પડતાં બાબાની આદેહે,જન્મસફળથઈ જાય
નાહકની કેડી જન્મમરણની,આમુક્તિથી છુટીજાય
. ……………………………………શરણુ મારે બાબાસાંઇનું.

+++++++++++++++++++++++++++++++++

December 26th 2011

સંમૃધ્ધિ

…………… ….. સંમૃધ્ધિ

તાઃ૨૬/૧૨/૨૦૧૧ ……….. …. પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદમ કદમને પુછી ચાલતા,માર્ગ સરળ થઈ જાય
મોટીનાની વ્યાધી ભાગતા,આજીવન ઉજ્વળ થાય
. …………………………………….કદમ કદમને પુછી ચાલતા.
મનમાં રાખી શ્રધ્ધાસાચી,ત્યાં કર્મ સરળ પણ થાય
જીવન જીવતાં નિર્મળયુગે,કળીયુગ દુર ભાગી જાય
સ્નેહની સાંકળ દેહને ખેંચે,ના ઉભરોય પ્રેમનો થાય
કૃપા મળતા જલાસાંઇની,આ જન્મ સફળ થઈ જાય
. ……………………………………કદમ કદમને પુછી ચાલતા.
વાણીવર્તન પકડીરાખતા,ના તકલીફ કોઇ મેળવાય
મળે વણ અપેક્ષાએ જીવનમાં,જે કલ્પનામાં ના હોય
મુંઝવણભાગે બારણું જોઇ,નિર્મળસ્નેહ જ્યાંઉભો હોય
જન્મ સફળની કેડી મળતા,જીવ મુક્તિએ ખુશ થાય
. ……………………………………કદમ કદમને પુછી ચાલતા.

===========================================