April 29th 2012

સંકેત

.                         .સંકેત

તાઃ૨૯/૪/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ માત્રની પરખ અનોખી,એ ઝટપટ ના પરખાય
વાણી વર્તન સમજી લેતાં,સંકેત વર્તનનો મળી જાય
.                         ………………..જીવ માત્રની પરખ અનોખી.
મળેલપ્રેમ માબાપનો,બાળકને સ્પર્શતા સમજાઇ જાય
પારકા દેહનો સ્પર્શ થતાં,હ્રદયથી ઉંઆ ઉંઆ થઇજાય
દેહથી થતાં વર્તનનેસમજી,મળેલ જીવની પરખ થાય
વાણી સાંભળી જીવનેઓળખે,એ સંકેત પ્રભુનો કહેવાય
.                        ………………..જીવ માત્રની પરખ અનોખી.
આવી બારણે ઉભો રહે,ને ઉમળકો ખોબે ભરી દઈ જાય
લઈલે જીવનનીસરળતાં કાલે,જીવ ભવસાગરેભટકાય
સંકેત દીધો આંગણે આવી,જે કળીયુગમાં ના સમજાય
આનંદને ઉલેચી લેતાં,જીવનમાં દુઃખ સાગર છલકાય
.                       …………………જીવ માત્રની પરખ અનોખી.

***********************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment