July 21st 2012
. .એક જ શ્રધ્ધા
તાઃ૨૧/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી,માનવમન મહેંકાય
ના માગણી કોઇ રહે જીવનમાં,એ સાચી રાહ કહેવાય
. ……………….શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
અલ્લા ઇશ્વર એક સમજતાં,જગે માનવજીવ મલકાય
શાંન્તિનોસહવાસ મળતાં,મળેલ જન્મસફળથઇ જાય
ઇશ્વરનીજેમ કૃપામળે જીવને,તેમ અલ્લાથી મેળવાય
જન્મસફળની કેડીમળતાં,માનવજન્મ સફળથઈજાય
. …………………શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
નિરાધારનો આધાર પ્રભુ છે,તેમ અલ્લાથીય સહેવાય
રાખી શ્રધ્ધા મળેલ દેહથી,એ જ સાચી ભક્તિ કહેવાય
અંત દેહનો ઉજ્વળ થાય,જ્યાં મુક્તિ માર્ગ મળી જાય
સંગરાખતા શ્રધ્ધાનો જીવનમાં,અનેક ભવો છુટી જાય
. ………………….શ્રધ્ધા એજ સાચી જીવનની કેડી.
+++++++++++++++++++++++++++++++++++++
July 20th 2012
. .સાચી શ્રધ્ધા
તાઃ૨૦/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહને પકડી ચાલતાં,આંખો ભીની થઇ
પ્રેમનીચાદર દેહને મળતાં,આનંદ આવ્યો અહીં
જ્યાં શ્રધ્ધા સાચી રહી,ત્યાંજ પ્રીત પરખાઇગઈ
નિર્મળતાના વાદળ જોતાં,જીવનેય શાંન્તિ થઈ
કળીયુગીમાયા દુર મુકતાં,ના આશા કોઇજ રહી
જાતપાતનામોહને મુકતા,જલાસાંઇથી પ્રીતથઈ
શાંન્તિજીવને સંગીજાતા,જગેપ્રેમની ઓળખથઈ
. ………………..જ્યાં શ્રધ્ધા સાચી રહી.
અવનીપર નામાગ મને જીવે,કર્મની સાંકળ જોઇ
મળી રાહ બંધનમાં જગે,ત્યાંજ સાચી સમજ થઈ
ઉજ્વળ કેડી મળી જીવને,જ્યાં ભક્તિ સાચી થઈ
અંતરમાં આનંદ અનેરો,જે જીવને આનંદદે અહીં
. ………………….જ્યાં શ્રધ્ધા સાચી રહી.
==================================
July 19th 2012
. જન્મમરણની જ્યોત
તાઃ૧૯/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મરણ હાથમાં ના માનવીના,સમય આવે આવી જાય
સારા કર્મને સંભાળતાં,દેહના સંસ્મરણો જગે રહીજાય
. …………………મરણ હાથમાં ના માનવીના.
કૃપા થતાં પરમાત્માની જીવે,માનવ જન્મ મળી જાય
કરેલ કર્મ બંધન છે જીવના,જગે સંબંધોથી સમજાય
કદીક ન કલ્પેલ સહવાસે,મળેલ જન્મસફળ થઈજાય
અવનીનાઆગમને અંતે,જીવને સુખશાંન્તિ મળીજાય
. …………………..મરણ હાથમાં ના માનવીના.
સુખદુઃખનીસાંકળ સૌને વળગે,નાકોઇ દેહથી છટકાય
સરળતાનેસાથે રાખીજીવતાં,કોઇતકલીફ નાઅથડાય
મળે પ્રેમ જીવનમાં અનોખો,જે સત્કર્મોથી જ મેળવાય
આફતનોનાસંકેતરહે,જ્યાંજીવથીભક્તિમાર્ગ મેળવાય
. …………………..મરણ હાથમાં ના માનવીના.
=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=
July 18th 2012
. .વિચાર આવ્યો
તાઃ૧૮/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવી મનને મુંઝવણ ઘણી,ના કોઇથીય છટકાય
વિચાર આવ્યો પ્રભુકૃપાથી,સાચી ભક્તિએજબચાય
. ………………..માનવી મનને મુંઝવણ ઘણી.
જન્મ મરણના બંધન જીવને,કર્મ સંબંધેજ મેળવાય
અવનીપરના આગમને જીવને,સાચી સમજણ થાય
કર્મનીકેડી પકડે જીવને,જે જન્મમરણથી જ સમજાય
જલાસાંઇની પ્રીત પામતા,મુક્તિની રાહજ મળી જાય
. …………………માનવી મનને મુંઝવણ ઘણી.
કુદરતની આજ છે લીલા,અનેક દેહોથીજ મેળવાય
માયા મોહના અતુટ છે બંધન,જે જીવને જકડી જાય
કળીયુગી વિચારના વાદળ છોડતાં,શાંન્તિને સહેવાય
ભક્તિનો સંગાથ સાચવતાં,મોહ ને માયા ભાગી જાય
. …………………માનવી મનને મુંઝવણ ઘણી.
=======================================
July 17th 2012
. .સરળ સાથ
તાઃ૧૭/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુંદરતાના સરળ સાથથી,મન મારું છે મલકાય
નિર્મળ આંખથી પામીલેતાં,સંગ મને મળી જાય
. ………………..સુંદરતાના સરળ સાથથી.
પ્રેમમળે જ્યાં અંતરથી,સ્નેહની સરળતા કહેવાય
માગણીની જરૂરરહેતી,જ્યાં નિખાલસતા સહેવાય
લીધો પ્રેમ જગતમાંસૌનો,એજ માનવતા કહેવાય
પ્રેમનીસરળ સાંકળ મળતાં,નામોહમાયા ભટકાય
. ………………..સુંદરતાના સરળ સાથથી.
મનને મળે જ્યાં માયા જગે,કળીયુગી રીત કહેવાય
દેખાવની કેડી જ્યાં દુરરહે,ત્યાંજ માનવતા મહેંકાય
સંગ રહે નિર્મળતા જીવને,ના વ્યાધી કોઇ અથડાય
આવી પ્રેમ મળે જલાસાંઇનો,જ્યાંભક્તિસંગ રખાય
. ………………..સુંદરતાના સરળ સાથથી.
************************************************
July 16th 2012
. જીવની લાયકાત
તાઃ૧૬/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના માગણી એ મળે લાયકાત,કે ના દેખાવે દુનીયા
મનથીમહેનત સંગેરાખતાં,જન્મસફળ થાય મળતા
. ………………..ના માગણી એ મળે લાયકાત.
આંગળી પકડી ચાલે માનવી,રાહસાચી મળી જાય
મળે સૌનો પ્રેમ જીવને,જ્યાં સાચોસ્નેહ આવી જાય
સંગાથીઓનો સાથ મળે,ને વ્યાધીઓય ભાગીજાય
નિર્મળતાના વાદળ મળતાં,સુખ શાંન્તિ મળી જાય
. …………………ના માગણી એ મળે લાયકાત.
અહંકારના વાદળ લેતાં,જીવનમાંપ્રેમ અળગો થાય
મારું તારુંની આ અજબલીલા,અનુભવેજ મળી જાય
કળીયુગીમાયાની આકેડી,માનવીને દુઃખઆપી જાય
સરળતાએસમજ પડતાંજીવને,સૌનેએ સન્માનીજાય
. …………………ના માગણી એ મળે લાયકાત.
+++++++++++++++++++++++++++++++++++++
July 16th 2012
. .ઉગમણી ઉષા
તાઃ૧૬/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉગમણી ઉષા ઓળખાય,જ્યાં સુર્યનો ઉદય થાય
આથમણીસુર્યાસ્ત કહેવાય,જ્યાંથીરાત્રીને સહેવાય
. ………………..ઉગમણી ઉષા ઓળખાય.
ઉજળી સવાર મળે માનવીને,જ્યાં સુર્ય દર્શન થાય
તનમનધનની કૃપા મળે જીવે,જ્યાં સુર્યદેવ પુંજાય
સંસ્કાર પ્રેમની જ્યોતમળે,ને ધન્ય જીવન પણથાય
કુદરતની આઅજબલીલા,મળેજન્મસફળ થઇ જાય
. ………………….ઉગમણી ઉષા ઓળખાય.
જન્મમરણ છે દેહનોસંબંધ,જે જગતજીવથીસહેવાય
અવનીપરના આગમને,જીવથી પ્રભુભક્તિ મેળવાય
અંતરથી જ્યાંથાય પુંજા,ત્યાં સરળકામ સૌ થઈજાય
મૃત્યુ મળતાં દેહથી જીવને,મુક્તિ માર્ગજ મળી જાય
. …………………ઉગમણી ઉષા ઓળખાય.
===================================
July 15th 2012

.
.
.
.
.
.
.
.
.
. બાબાની પ્રીત
તાઃ૧૫/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બાબા તમારા ચરણે આવતાં,મન પ્રદીપનું હરખાય
શાંન્તિ આવી મળે જીવનમાં,લાયકાત મારી કહેવાય
. …………………બાબા તમારા ચરણે આવતાં.
સાંઇ સાંઇનું સ્મરણ કરતાં,જીવને શાંન્તિ મળીજાય
ઉજ્વળ પ્રભાત મળતાં દેહને,પાવનકર્મ થતા જાય
બાબાની આ પ્રીત નિરાળી,મારા જીવનમાં સહેવાય
અદભુત કૃપાછેસાંઇબાબાની,વાણી વર્તનથી દેખાય
. …………………બાબા તમારા ચરણે આવતાં.
માગણી મારી વ્હાલા બાબાથી,જીવનમાં રહેજો સાથ
આધીવ્યાધી તોઆવે જીવનમાં,ઉગારજો પકડીહાથ
સદા જીવનમાં સાથે રહીને,દેજો ભક્તિ પ્રેમની પ્રીત
નિર્મળ જીવન જીવી જગતથી,અંતે મુક્તિ દેજો એક
. …………………બાબા તમારા ચરણે આવતાં.
=====================================
July 14th 2012
. .કુદરતની લીલા
તાઃ૧૪/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લીલા અપરંપાર પ્રભુની એ પૃથ્વી પર દેખાય
. .ચંન્દ્ર પરથી દ્રષ્ટિ કરતાંજ સાચી વાત સમજાય

અગમનિગમના ભેદ ના જાણે એ માનવી કહેવાય
. નાસાએ બેસી વિશ્વ નિરખે એ જ વૈજ્ઞાનિક કહેવાય.
************************************************
July 13th 2012
. .લાયકાતે મળે
તાઃ૧૩/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહને પામવા આજે,મન મારું હરખાય
મળશે આશા એજછે જીવની,અપેક્ષા જ કહેવાય
. ……………….શીતળ સ્નેહને પામવા આજે.
વાણી વર્તન સાચવી જીવતાં,ઉજ્વળ રાહ દેખાય
અપેક્ષાના વાદળહટતાં,જીવથી સરળતા સહેવાય
આશીર્વાદની રાહમળતાં,વડીલને પ્રેમેવંદન થાય
મળે કૃપાજલાસાંઈની,એજીવની લાયકાતકહેવાય
. ………………..શીતળ સ્નેહને પામવા આજે.
ભણતર છે જીવનનુ ચણતર,પાવનમાર્ગ મળીજાય
ઉજ્વળજીવનની કેડીન્યારી,સાચીમહેનતે મેળવાય
મનની મુંઝવણ ભાગે દુર,નામળે દેહને દુઃખના પુર
શાંન્તિચાલે સંગે જીવનમાં,નેઉજ્વળતા નારાખે દુર
. ………………..શીતળ સ્નેહને પામવા આજે.
@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*@*