July 13th 2012

સંસ્કારી કેડી

.                      .સંસ્કારી કેડી

તાઃ૧૩/૭/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં,સુખ શાંન્તિ દઈ જાય
ભક્તિ પ્રેમની પ્રીત મળે,એ જ સંસ્કાર સાચા કહેવાય
.                  ………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
વડીલને વંદન પ્રેમથી કરતાં,આશીર્વાદ જ મળી જાય
સરળતાને સાથ રહે જીવનમાં,જે સુખ શાંન્તિ દઈ જાય
મળે જગતમાં પ્રેમસૌનો,જે અનહદ આનંદઆપી જાય
શાંન્તિનો સહવાસ મળતાં,જલાસાંઇની કૃપા થઈ જાય
.                 ………………..જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.
જન્મ મળેલ અવનીએ જીવને,કર્મના બંધનથી બંધાય
કરેલકર્મ એસીડીજીવની,જે જીવનના સોપાનથઈ જાય
સંસ્કારની કેડી મળે પ્રભુથી,જે માબાપની કૃપા કહેવાય
પળપળને પારખતાં દેહને,અમૃતે જન્મસફળ થઈ જાય
.                 …………………જ્યોત પ્રેમની પ્રગટે જીવનમાં.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

 

July 10th 2012

શું મળ્યુ?

.                   .શું મળ્યું?

તાઃ૧૦/૭/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની જે હતી લાગણી,પ્રેમથી મેં આપી દીધી ભઈ
નાઅપેક્ષા રાખી જીવનમાં,તોય નાલાગણી જોઇ અહીં
.                   ……………….અંતરની જે હતી લાગણી.
કળીયુગની આ  અસર જોઇને,મનમાં દુઃખ થાય છે ભઇ
ક્યાંથી આ સહવાસ મળ્યોમને,જે અંતરથી મળ્યો નહીં
નિર્મળશાંન્તિ સંગે રાખી જીવતાં,સાચો પ્રેમ જોયો નહીં
દેખાવની આહવા લઇને આવ્યા,નાઅંતરની પ્રીત લઈ
.                   ………………. અંતરની જે હતી લાગણી.
કેડીપ્રેમની સંગેરાખતાં મને,જલાસાંઇની કૃપામળીગઈ
નાઆવે ઉભરો કે દેખાવમને,એજસાચી પ્રીતથઈનેરહી
કુદરતનો આ અજબ રીસ્તો,ના અભિમાને દેખાય ભઈ
અંતે જીવનેસમજણ આવીગઈ,શું મળ્યું?અંતરથી અહીં
.                   …………………અંતરની જે હતી લાગણી.

++++++++++++++++++++++++++++++++++++

July 9th 2012

ગગનભેદ

.

.

.

.

.

.

.

.

.

.

.

.                           ગગનભેદ

તાઃ૯/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગગનભેદના જાણે કોઇ,જેસુર્ય,ચંદ્ર,પૃથ્વી,તારાથી ઓળખાય
જીવને મળતા દેહ જગત પર,એને અવનીપર પણ કહેવાય
.                                      ………………….ગગનભેદના જાણે કોઇ.
કુદરતની આ અદભુતલીલા,જગતમાં ના કોઇને સમજાય
પ્રેમ પામીને જીવન જીવતાં,આ માનવ જીવન મહેંકી જાય
દ્રષ્ટિનીકેડી છે માનવીની નાની,જે આજુબાજુથી ઓળખાય
ચંદ્ર,સુર્યનેનિરખીલેવા પૃથ્વીથી,અવકાશયાત્રી પણથવાય
.                                   ……………………ગગનભેદના જાણે કોઇ.
સ્પેશશટલને પકડી લેતાં,દેહ પૃથ્વીને છોડી ગગનમાં જાય
શીતળતાનોસહવાસ મળીજાય,જ્યાં ચંદ્રપર પગલા પડાય
અદભુતકૃપા વિજ્ઞાનની જગતમાં,જે લાયકાતે જ મળીજાય
સુર્ય,ચંદ્રને નિરખી લેતાં,જગત પરના માનવજીવો હરખાય
.                                    ……………………ગગનભેદના જાણે કોઇ.

++++++++++++++++++++++++++++++++++++++++++
.               .નાસાના વૈજ્ઞાનિક ડૉકટર શ્રી કમલેશભાઇ લુલાને તેમણે આપેલ
ચિત્રની ઓળખાણ રૂપે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ

July 8th 2012

પ્રેમ અંતરનો

.                   .પ્રેમ અંતરનો

તાઃ૮/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પાથરી અંતરનો,હું જીવનમાં નિર્મળ સ્નેહ કરું
જીવન ઉજ્વળ જ્યોત બને,એજ સ્મરણ ચરણે ધરુ
.                             ………………પ્રેમ પાથરી અંતરનો.
સુખ સાગરને માણી લેતાં,જીંદગી પાવન હું પામું
સ્નેહ ભરેલા સપનાઓ મળતા,પ્રેમપ્રભુનો હું માણું
સિધ્ધીના સોપાન મળતાં,માનવ થઈને જ હું જીવું
મોહ માયાની ચાદર હટતાં,જલાસાંઇની કૃપા પામુ.
.                            ……………….પ્રેમ પાથરી અંતરનો.
મળી જીવનમાં પ્રીત સૌની,ના અપેક્ષાય કોઇ રહી
કુદરતની એ કેડી ભક્તિની,મેળવી સિધ્ધીમે જાણી
સાચી શ્રધ્ધા મનથી મેળવતાં,ત્રાસ જીવના ભાગે
આવી મળે પ્રેમઅંતરનો,નાઅપેક્ષા કોઇમને લાગે
.                          ………………. પ્રેમ પાથરી અંતરનો.

======================================

July 7th 2012

ડૉક્ટર કમલેશભાઇની કલમે

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                 .ડૉક્ટર કમલેશભાઇની કલમે

તાઃ૭/૭/૨૦૧૨                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુળ ઉજાળી માતા દેવીબેનની,જ્યાં સન્માનો મળતાં જાય
પિતા પરશુરામ અસીમ કૃપાએ,આ જન્મ સફળ પણ થાય

હરગોવિંદભાઇ મોટાભાઇ,ને તારાબેન છે  મારી મોટીબેન
મળ્યો પ્રેમ બંન્નેનો કુટુંબમાં,જે જીવનમાં વ્હાલ આપીજાય

ગુજરાતીની ગરવીગાથા,ગુરૂ ભાનુભાઈ વૈધથી મેળવાય
વૈજ્ઞાનિકની રાહ બતાવી,એ શ્રી ચંદ્રવદન પાઠક કહેવાય

ગણીતનુજ્ઞાન દીધુમને,જેશિક્ષક બી.એમ.પંડ્યા ઓળખાય
અમેરીકામાં  વિલીયમ બ્રીટ,ને પાઉલ માઉએલ મળી જાય

વિક્રમસારાભાઇની સીધી કેડી,મને આકાશ તરફ દોરી ગઈ
સાચીરાહ જીવનમાં લેવા,શ્રી હોમીભાભાની પ્રીત મળી ગઈ

વૈજ્ઞાનિકની રાહ મળી,જ્યાં એલીસન ઓનીઝુકા દોરી જાય
ચંદ્રપરની ચઢાઇમાં,મનેજ્હોન યૌન્ગની દોરવણીમળીજાય

મળ્યો સાથ જીવનમાં મારીયાનો,જે જીવનસંગીની કહેવાય
સંતાનમાં દીકરી તારા,ને વ્હાલો પુત્ર એન્ડ્ર્યુય મળી જાય

જન્મભુમી મારી વડોદરા છે,જે ગુજરાતની ભુમી ઓળખાય
ગુજરાતીની ગાથા ગળથુથીમાં,જે સાચી કલમથી સમજાય

+++++++++++++++++++++++++++++++++++++++++

.       .ગુજરાતનુ ગૌરવ એવા ડૉક્ટર કમલેશભાઇ લુલાની જીવનદોરી
એમની કલમથી લખી છે.તો તે સ્વીકારી મને તેમને યાદગીરી આપવાની
તક માતા સરસ્વતીએ આપે તેવી પ્રાર્થના સહિત હાર્દીક પ્રેમથી અર્પણ.
લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ. (આણંદ,હ્યુસ્ટન)

July 7th 2012

ડૉ.કમલેશભાઇનું સન્માન

.

.

.

.

.

.

.

.

.

.                    ડૉ.કમલેશભાઇનું સન્માન

તાઃ૭/૭/૨૦૧૨                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

થાય સન્માન સરસ્વતી સંતાનનુ,અમારું ગૌરવ એ કહેવાય
કલમની કેડી સંગે રાખીને,વૈજ્ઞાનિક કમલેશભાઇ ઓળખાય
.                            …………………થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
વડોદરાને વિદાય આપીને,લાયકાતે નાસાનો સંગ લીધો અહીં
મનથી કરતાં સાચી મહેનત,ઓળખાણ વૈજ્ઞાનિકની મળી અહીં
મા સરસ્વતીની અસીમ કૃપાએ,સાથે કલમ પણ પકડી છે અહીં
માન અને સન્માનના સંગ રાખતાં,ઉજ્વળ જીંદગી મળી  અહીં
.                            ………………….થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
સ્નેહનાવાદળ વરસી રહ્યાછે,જ્યાં જીવનમાંમહેનત સાચી થઈ
શ્રધ્ધા ને વિશ્વાસને પકડી ચાલતાં,તેમને સફળતા મળતી થઈ
કદરથાય જ્યાં કરેલ કામની,જીવનમાં ઉજ્વળતા આવતી થઇ
હ્યુસ્ટનના કલમ ધારકોમાંય,તેમની અજબઓળખાણ પણ થઈ
.                           …………………..થાય સન્માન સરસ્વતી સંતાનનુ.
સાથ મળ્યો જ્યાં સહવાસીનીનો,ત્યાં ઉજ્વળ કેડી પકડાઇ ગઈ
સંતાનોનો સ્નેહ મળતા તેમને,જીવનમાં પાવનરાહ મળી ગઈ
અનેક સફળતાનો સંગાથ મળતાં,જીવનમાં સિધ્ધી આવી ગઈ
પ્રદીપને હૈયે આનંદ અનેરો,કે તેમણે કલમને રાખી સંગે અહી
.                            ………………….થાય સન્માન સરસ્વતી સંતાનનુ.

=========================================
.          .અમેરીકા આવી જેમણે પોતાની લાયકાતે નાસામાં વૈજ્ઞાનીક તરીકેની પદવી
મેળવી  ગુજરાતને ગૌરવ અપાવેલ છે તેઓ એક સરસ્વતી સંતાન તરીકે પણ પોતાની
કલમ ચલાવે છે  તેમને અમારા સૌના અભિનંદન

લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા હ્યુસ્ટનના કલમ ધારી સંતાનો. તાઃ૭//૨૦૧૨

 

July 6th 2012

પકડાયેલી કેડી

.                    પકડાયેલી કેડી

તાઃ૬/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગી મળે જીવને જગતપર,એ અવનીએ દેહ કહેવાય
કર્મના સીધાસંબંધે મળે છે જીવને,અવતરણ એ કહેવાય
.                    ……………….જીંદગી મળે જીવને જગતપર.
માનવજીવનમાં મહેંકમળે,જે દેહનાસીધા વર્તને જ દેખાય
કર્મનાબંધન તો સાથે રાખે,જગતમાં ના કોઇથીય છટકાય
મળેલ સંસ્કાર એજ મુડી જીવની,જે સાચી કેડીએ લઈ જાય
પકડાયેલી કેડી જીવનમાં,સહવાસે સુખ શાંન્તિજ દઈ જાય
.                  …………………. જીંદગી મળે જીવને જગતપર.
અદભુતછે ભક્તિનીકેડી જગતમાં,જીવનેસદમાર્ગે લઈ જાય
મુક્તિ કેરા માર્ગની દોરી જીવને,અધોગતીથી બચાવી જાય
સાચાસંતની કૃપા નિરાળી,મળતાં જીવને મુક્તિમાર્ગ દેખાય
અંતનીવ્યાધી નાદેહને જગે,જ્યાંજીવને ઉત્તમકેડી મળીજાય
.                   …………………..જીંદગી મળે જીવને જગતપર.

+++++++++++++++++++++++++++++++++++++++++

July 5th 2012

સહવાસ

.                  સહવાસ

તાઃ૫/૭/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝાકળ મળે જોજીવને,તો દેહને સરળતા મળીજાય
મોહમાયાના બંધન એ તો,જીવના સંબંધે સહેવાય
.                    ………………ઝાકળ મળે જો જીવને.
કર્મબંધને જીવ જકડાતા,અવનીએ આગમન થાય
સત્કર્મોની એક કેડીએજ જગે,જીવ જાગૃત થઈજાય
શાંન્તિનોસહવાસ મળતાં,શ્રીજલાસાંઇની કૃપા થાય
માનવતાનીમહેંક સંગે,મળેલજન્મપાવન થઈ જાય.
.                  …………………ઝાકળ મળે જો જીવને.
એક અણસાર મળે જીવને,જે ધન્ય જીવનકરી જાય
મળે પ્રેમની એકબુંદ જીવનમાં,સાચીરાહ મળી જાય
મુક્તિનો સંકેત મળે સંતથી,જ્યાં ભક્તિ સાચી થાય
સરળજીવનની રાહમળતાં,જીવનોઉધ્ધાર થઈ જાય
.                      ………………..ઝાકળ મળે જો જીવને.

=====================================

July 4th 2012

જ્યોત પ્રેમની

.                   .જ્યોત પ્રેમની

તાઃ૪/૭/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

અંતરની અભિ વ્યક્તિ કહેવાની,કોઇમાં નથી એ શક્તિ
પ્રેમમાં પણ એજ છે નક્કી,જ્યાં થતી સાચી પ્રેમી ભક્તિ
.                   ………………..અંતરની અભિ વ્યક્તિ કહેવાની.
તારુ મારુ તો સૌને સ્પર્શે,ના અવનીએ કોઇથી છટકાય
મળેલ દેહની એ છે લીલા,જે પરમાત્માથી જ મેળવાય
જ્યોતપ્રેમની પ્રગટેજીવનમાં,ત્યાંમાનવતા મહેંકીજાય
સરળતાથી સ્નેહમળે જ્યાં,ત્યાં આવતી આફતદુરજાય.
.                   ………………..અંતરની અભિ વ્યક્તિ કહેવાની.
કર્મનાબંધન તો જીવને સ્પર્શે,એ જ ઉજ્વળતા કહેવાય
ભક્તિ કેરી એકજ દોર મળતાં દેહે,સુખશાંન્તિ મળીજાય
જલાસાંઇની કૃપાએ મળેલ જીવના,મોક્ષ દ્વાર ખુલીજાય
આવી આંગણે પ્રભુ રહે,જે અપેક્ષા અનેક જીવોનીય હોય
.                 ………………… અંતરની અભિ વ્યક્તિ કહેવાની.

…………………………………………………………………………………..

July 3rd 2012

જન્મદીનની વધાઇ

.

.

.

.

.

.

.

.

.

.

.

.                       જન્મદીનની વધાઇ

તાઃ૩/૭/૨૦૧૨      (૩/૭/૧૯૬૦)          પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીનની વધાઇ દેતા,આજે  મન મારુ હરખાય
આજકાલના સંગે રહેતા,રમાની ઉંમર વધતી જાય.
.                   ………………..જન્મદીનની વધાઇ દેતા.
એક બે ગણતા ગણતા આજે,વર્ષગાંઠ ઉજવાઇ જાય
સરળ જીવનમાં  સાથ રહેતા,જલાસાંઇની દ્રષ્ટિ થાય
પ્રેમની પાવન કેડી રાખતાં,રવિ દીપલ ખુબ હરખાય
ઉજ્વળ કેડી સંતાનની જોતાં,મને આનંદ ઘણો થાય
.                  ………………… જન્મદીનની વધાઇ દેતા.
પ્રેમ મળ્યો તેને માતા પિતાનો,જે સંસ્કારથી  દેખાય
ભક્તિભાવની કેડી સંગે જીવનમાં,મહેનત ખુબ થાય
આજકાલની રાહનાજોતા,સંસારી જીવન મહેંકી જાય
કૃપા મળશે જલાસાંઇની તેને,એવાઆશીર્વાદ દેવાય
.                   …………………જન્મદીનની વધાઇ દેતા.

*********************************************************

.             મારી જીવનસંગીની અ.સૌ. રમાની આજે જન્મ જયંતી છે.
આજે તેને ૫૩મુ વર્ષ બેસે છે.જગતમાં સંસારી સંત પુજ્ય જલારામ
બાપા અને પુજ્ય સાંઇબાબાને અંતરથી પ્રાર્થના હુ,રવિ,દીપલ કરીએ
છીએ કે તેને સ્વાસ્થ સહીત લાંબું આયુષ્ય આપે અને વાણી વર્તન પર
કૃપા કરે તેવી પ્રાર્થના.
લી.   પ્રદીપ,રમા,રવિ,અ.સૌ.હિમા,દીપલ અને નિશીત કુમાર ના
જય જલારામ, જય સાંઇરામ.

« Previous PageNext Page »