July 2nd 2012

મળજો મને

.                     .મળજો મને

તાઃ૨/૭/૨૦૧૨                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન સાર્થક લાગે,મળી જાય જ્યાં સાચો પ્રેમ
નિર્મળતાના વાદળ વરસે,મળેલ જીવનમાં થાય લ્હેર
.                         …………………માનવજીવન સાર્થક લાગે.
ભક્તિનોસંગાથ મળે મને,ને મળે જીવનમાં પ્રભુનો પ્રેમ
સાચીશ્રધ્ધા જીવનમાંરહેતા,ના વ્યાધી આવે જીવે એમ
જલાસાંઇનુ સ્મરણ કરતાં,મળી જાય કૃપા જીવને અનેક
જન્મસાર્થક જીવનો થવાનો,જ્યાંમુક્તિ આવી ખોલે દ્વાર
.                          …………………માનવજીવન સાર્થક લાગે.
લાગણીમોહને દુરરાખોપ્રભુ,જે જીવને જીવનમાં ભટકાય
મળજોપ્રેમ સદગુરૂનોદેહને,સફળ માનવજન્મ થઈ જાય
નાહકની વ્યાધી ના આવે,કે ના જીવનમાં દુઃખનાય વ્હેણ
કૃપા તમારી જીવ પર રહેતા, સફળ થાય મારો આ જન્મ
.                          ………………….માનવજીવન સાર્થક લાગે.

=====================================

July 2nd 2012

લહેર પ્રેમની

.                    લહેર પ્રેમની

તાઃ૨/૭/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

લહેર પ્રેમની મળે જીવનમાં,ઉજ્વળ આનંદ થાય
શાંન્તિનો સહવાસ મળે જીવને,સુખ સાચુ કહેવાય
.                 …………………લહેર પ્રેમની મળે જીવનમાં.
કળીયુગની કેડી મળે જીવને,અશાંન્તિ આવી જાય
સાચીરાહ મળતાં ભક્તિની,આવતીએ ભાગી જાય
સરળજીવનની કેડીનાની,નાઆફત કોઇ અથડાય
સુખ શાંન્તિની કૃપાપ્રભુની,જીવ મુક્તિએજ બંધાય
.                ………………….લહેર પ્રેમની મળે જીવનમાં.
પરખ પ્રેમની મળેજીવને,જે બીજાનાવર્તને જોવાય
મળે જીવનમાં સદગુણ ધારી,શાંન્તિને સાથે લેવાય
આજકાલની નાકોઇ વ્યાધી છે,જે જીવનેજકડી જાય
જલાસાંઇની પ્રેમનીલહેર,જીવ ભવસાગર તરીજાય
.                 ………………….લહેર પ્રેમની મળે જીવનમાં.

======================================

July 1st 2012

પ્રાસંગીક પ્રેમ

.                      પ્રાસંગીક પ્રેમ

તાઃ૧/૭/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

લાવજો પ્રેમ અંતરનો સાચો,જે પ્રસંગને સ્પર્શી જાય
જીવનેઆનંદ થાયઅનંત,જ્યાં સાચોસ્નેહ મળી જાય
.              ………………..લાવજો પ્રેમ અંતરનો સાચો.
આજે આવજો કાલે આવજો, હૈયે શીતળ સ્નેહ રાખજો
નાઅપેક્ષા કોઇ રહે મનમાં,એવી સુખશાંન્તિને લાવજો
અનંતસ્નેહ નાઉભરેહૈયે,જીવને માયામોહથી બચાવજો
આવી પ્રાસંગીક પ્રેમ મેળવજો,જીવનમાં રાહ મેળવજો
.               …………………લાવજો પ્રેમ અંતરનો સાચો.
વાણી વર્તન સાચવી આવજો,મનથી સ્નેહ તમે પામશો
કુદરતનીકૃપા એતો છે કેડી,જીવને શાંન્તિ સદાય મળશે
શ્રધ્ધાએ તો મનથી રહેતી,જલાસાંઇની ભક્તિથી ફળશે
અંત દેહનો આઉજ્વળ બનશે,જ્યાં તમોને શ્રધ્ધા મળશે
.                 …………………લાવજો પ્રેમ અંતરનો સાચો.

======================================

« Previous Page