દ્રષ્ટિ પ્રેમ
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .દ્રષ્ટિ પ્રેમ
તાઃ૨૧/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જોઇ તારી નજર નિરાળી,મને પ્રેમ થઈ ગયો ભઈ
ના સમજ રહી કે તું વાનર,ને હું માનવ થયો અહીં
. …………………..જોઇ તારી નજર નિરાળી.
અજબલીલા અવિનાશીની,ના માનવમને સમજાય
વાનર આવી મદદ કરે,ત્યાં રાજા રાવળ હારી જાય
સીતારામના પ્યારા બની ગયા,એ જગતમાં પુંજાય
પ્રભુ દ્રષ્ટિને પાવન કરનાર,શ્રી હનુમાનજી કહેવાય
. …………………..જોઇ તારી નજર નિરાળી.
સતયુગની એ વાત અનેરી,ના કળીયુગમાં સમજાય
કળીયુગમાં જો પત્થરમારોતો,ભાગવુ ભારે પડીજાય
સ્નેહની સાંકળ સાથે રાખો તો,આવીને ભાખરી ખાય
શ્રધ્ધાતમારી સમજીલેતાં,તમપર દ્રષ્ટિપ્રેમથઈજાય
. …………………..જોઇ તારી નજર નિરાળી.
====================================