October 30th 2012
. પ્રેમાળ રાહ
તાઃ૩૦/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલારામની પ્રેમાળ રાહે,જીવ સાચીભક્તિએ સહેવાય
અન્નદાનની એક જ કેડીએ,જગત પિતા પણ હરખાય
. ………………..જલારામની પ્રેમાળ રાહે.
જગમાં દીધી શ્રધ્ધાની રાહ,જે જીવને દઈ જાયછે ઉજાસ
શ્રધ્ધા રાખી અન્ન પીરસતા,વિરબાઇ માતા પણ હરખાય
આંગણેઆવી પ્રભુ પ્રેમ મેળવે,એજ સાચીભક્તિ કહેવાય
માનવ જીવન સાર્થક થતાંજ,જીવ પર પ્રભુની કૃપા થાય
. ………………….જલારામની પ્રેમાળ રાહે.
સાંઇસાંઇનુ સ્મરણ કરતાં,જગતમાં માનવતા સચવાય
અલ્લા ઇશ્વર એક બતાવી,સાચાકર્મનીકેડી એ દઈ જાય
બાબાનામની અખંડજ્યોત,જીવનમાંપ્રકાશ આપી જાય
મળી જાય પ્રેમ સાચા સંતોનો,એજ પ્રેમાળ કેડી કહેવાય
. …………………..જલારામની પ્રેમાળ રાહે.
મળે માયા જ્યાં જલાસાંઇથી,કાયાના બંધન છુટી જાય
જ્યોત જીવનમાં ભક્તિની જલે,ત્યાં પરમાત્મા હરખાય
દુઃખને દુર કરે જીવનમાં,ત્યાં જ સુખ સાગર મળી જાય
અખંડ કૃપા પ્રભુની થતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
. …………………..જલારામની પ્રેમાળ રાહે.
++++++++++++++++++++++++++++++++++++=
October 30th 2012
. નિશીતકુમારનો

.
.
.
.
. જન્મદીવસ
તાઃ૩૦/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવજો વ્હેલા દોડી આજે,નિશીતકુમારનો જન્મદીન ઉજવાય
લાવજો પ્રેમની નિર્મળ હેલી સંગે,કરજો આશીર્વાદનો વરસાદ
. …………………આવજો વ્હેલા દોડી આજે.
પપ્પા મમ્મીને આનંદઅનેરો,સંગે અ.સૌ.દીપલ પણ હરખાય
મળ્યોપ્રેમ મામા મામીનો અંતરથી,નિશીતને હૈયે આનંદ થાય
લાગણી પ્રેમની સરળ કેડી મળતા,ઉજ્વળ જીવન મળી જાય
કુદરતની અજબ લીલા,કે અમદાવાદથી માબાપ આવી જાય
. ………………….આવજો વ્હેલા દોડી આજે.
શ્વેતા કહે મારો લાડલો ભાઇ,ને પ્રદીપ રમાના વ્હાલા જમાઇ
રવિના વ્હાલા બનેવીછે,ને અ.સૌ.હિમાના વ્હાલાએ નણદોઇ
અનંત શાંન્તિ જલાસાંઇ દેજો,એ જ પ્રાર્થના અમારી છે આજ
ઉજ્વળજીવન ને લાંબુ આયુષ્ય,ને મળે જીવનમાં સૌનો સાથ
. …………………..આવજો વ્હેલા દોડી આજે.
***********************************************************
. .અમારા જમાઇ ચીં.નિશીતકુમારનો આજે જન્મદીવસ છે. આ દીવસે
પુંજ્ય જલારામ બાપા અને પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના કે તેમને તન મન અને
ધનથી શાંન્તિ આપી જીવનમાં સર્વ પળે સાથે રહી ઉજ્વળ અને લાંબુ આયુષ્ય
આપે તે અંતરથી જય શ્રી સ્વામીનારાયણ સહિત પ્રાર્થના.
લી. પ્રદીપ રમા ના જય જલારામ સહિત આશિર્વાદ
અને રવિ,અ.સૌ.હિમાનાજય જલારામ.
============================================