November 6th 2012
. અંધકાર મળે
તાઃ૬/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આડી અવળી વાંકી ચુકી કેડીઓમાં,જ્યાં મન ફસાઇ જાય
ઉજાસની ના કેડી મળે કોઇ,જીવનમાં અંધકાર મળી જાય
. …………………..આડી અવળી વાંકી ચુકી.
સરળતા રાખી જીવન જીવતાં,સૌનો સાથ પણ મળી જાય
આંગળીપકડી સાથઆપીને,જીવનમાંપ્રેમ પણ આપી જાય
વિટંમણા તો દુર રહે જીવનમાં,ના ભુલથી પણ આવી જાય
એજ જીવની લાયકાતબને,જે જીવનમાં શાંન્તિ આપી જાય
. ……………………આડી અવળી વાંકી ચુકી.
કળીયુગ કેરી રાહ મળતા,જીવનમાં અભિમાન ટપકી જાય
અહંકારનો સંગ રાખતાં સમયે, ના કોઇનો સાથ મળી જાય
હુ કરુ હુ જ કરુ એ જ શબ્દ જીભને,જ્યાંને ત્યાં વળગી જાય
અંધકાર મળી જાય જીવનમાં,ત્યાં આ જીવન વેડફાઇ જાય
. …………………….આડી અવળી વાંકી ચુકી.
+++++++++++++++++++++++++++++++++++++++=
November 6th 2012

.
.
.
. મા કાલિકા
તાઃ૬/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી પ્રેમે તારી ભક્તિ કરતાં,જીવને શાંન્તિ થાય
ૐ ક્રીં કાલિયે નમઃ કહેતાં,માકૃપા તારી થઈ જાય
. ……………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
આસોવદની સાતમે મા,શ્રધ્ધાએ તારું પુંજન થાય
સર્વ રાહે કૃપા મેળવતાં માડી,ભુતપ્રેત ભાગી જાય
મંત્ર તંત્રથી બચાવી જીવને,રક્ષણ પણઆપી જાય
પળેપળને પાવનકરી,અમો પર માડીની કૃપાથાય
. ………………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
હિન્દુ ધર્મની અજબ શક્તિ,ના કોઇથી એને અંબાય
પવિત્રરાહ દેવા જીવનમાં,પ્રભુએ લીધાછે અવતાર
ભારતભુમીને પાવન કરી,ખોલ્યા છે મુક્તિના માર્ગ
સાચીભક્તિ માડીનીકરતાં,આજન્મસફળ થઈ જાય
. ………………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
___________________________________
ૐ ક્રીં કાલિયે નમઃ ૐ ક્રીં કાલિયે નમઃ ૐ ક્રીં કાલિયે નમઃ
******************************************
November 6th 2012
. શ્રધ્ધાનુ ફળ
તાઃ૬/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનમાં રાખી શ્રધ્ધા કરતાં,સૌ કામ સરળ થઈ જાય
મળી જાય સફળતા જીવનમાં,જે લાયકાતે મેળવાય
. ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી મનથી ભક્તિ કરતાં,જલાસાંઇ હરખાય
મળીજાય કૃપા સાચાસંતની,ત્યાંજીવન ઉજ્વળ થાય
આધી વ્યાધી નાઆવે બારણે,શાંન્તિ સદા મળી જાય
કરુણાસાગર છે અતિ દયાળુ,મળતી કૃપાએ સમજાય
. …………………..મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધારાખી ભણતરકરતાં,મા સરસ્વતીની કૃપા થાય
દરેક વર્ષે ઉજ્વળ સોપાને,લાયકાતની ઇજ્જત થાય
મળેસન્માન ભણતરમાં,જેજીવનમાં સફળતાદઈજાય
માનવજીવન સાર્થક બનતાં,માન સન્માન મળી જાય
. ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
શ્રધ્ધા રાખી સદમાર્ગ લેતા,માતા લક્ષ્મીની કૃપા થાય
મળીજાય મનનેશાંન્તિ જીવનમા,એ લાયકાતકહેવાય
પુંજામાતાની પ્રેમથીકરતાં,જીવનમાં ધનની વર્ષાથાય
નામાગણી નામોહ રહેજીવનમાં,જ્યાંમાતાની કૃપાથાય
. ………………….મનમાં રાખી શ્રધ્ધા કરતાં.
******************************************
November 5th 2012
. મળ્યો અંધકાર
તાઃ૫/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવન જાવન રહેતુ સંગે,જ્યાં જીવનેદેહ મળી જાય
સરળતાનો સંગ મળે,જ્યાં ભક્તિની કેડી મળી જાય
. ……………………આવન જાવન રહેતુ સંગે.
દેહ મળે જીવને અવનીએ,ભક્તિએ સફળતા સહેવાય
કરેલ સત્કર્મોનો સંગ રહેતા,માનવજીવન મહેંકી જાય
પ્રભુ ભક્તિને પ્રેમથી કરતાં,શ્રધ્ધાનો સાથ મળી જાય
જલાસાંઈની જ્યોત પ્રકટતાં,આજન્મ સફળ થઈ જાય
. ………………….. આવન જાવન રહેતુ સંગે.
કળીયુગની એકજ લકીરે,આ જીવ જગતે ભટકી જાય
મળેઅંધકાર જીવનમાં જીવને,જ્યાં ત્યાં જઈ અથડાય
સુખનીકેડીદુરરહે જીવનમાં,ને દુઃખ વારેવારેમળીજાય
માનવ જીવન વ્યર્થ થતાં,આ જીવ અવનીએ ભટકાય
. ……………………આવન જાવન રહેતુ સંગે.
+++++++++++++++++++++++++++++++++++++
November 4th 2012
. ચી.દીપલ


.
લાડલીનો જન્મદીવસ
તાઃ૪/૧૧/૨૦૧૨ (૪/૧૧/૧૯૮૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીક રી લાડલી દીપલનો,આજે જન્મદીવસ ઉજવાય
આશીર્વાદની કેડી મળતાં,સૌનો પ્રેમ તેને મળી જાય
. ………………….દીકરી લાડલી દીપલનો.
પપ્પા પપ્પા સાંભળી મને,અંતરમાં ખુબ આનંદ થાય
પ્રેમથી આવી પગેલાગતાં,પ્રેમે જય જલાસાંઇ બોલાય
બંન્ને હાથ ને માથા પર મુકીને,જીવને આશીર્વાદ દેવાય
સંસારની ઉત્તમ કેડી જીવતાં,સદા સુખશાંન્તિ મળીજાય
. …………………. દીકરી લાડલી દીપલનો.
મમ્મી મમ્મી સાંભળતા રમાને,દીકરીનું વ્હાલ મળી જાય
બાથમાં ઘાલી બચી કરતાં,દીકરી દીપલ પણ રાજી થાય
જન્મદીનનો આનંદઅનેરો દેવા,ભાઇ રવિ પણઆવીજાય
સંગે હિમા દોડીઆવેત્યારે,દીપલને ભાભીનોપ્રેમમળીજાય
. …………………..દીકરી લાડલી દીપલનો.
જીવનસંગીની નિશીતકુમારની,જે કર્મના બંધને સમજાય
સંસ્કારની સાચીરાહ જોતા,પંકજભાઇ ને નીલાબેનહરખાય
દીકરાની વહુના પ્રેમાળ સ્નેહથી,અંતરથી પ્રેમ આપી જાય
આવ્યાઅમદાવાદથી આશિર્વાદદેવા,એ સંતાનપ્રેમકહેવાય
. ………………….દીકરી લાડલી દીપલનો.
***************************************************
. ચી.દીપલનો આજે જન્મદીવસ છે.સંત પુજ્ય જલારામબાપા અને
સંત પુજ્ય સાંઇબાબાને વંદન સહિત પ્રાર્થના કે તેને તન,મન,ધનથી શાંન્તિ આપી
સદા ચી.દીપલ અને નિશીતકુમારનુ સર્વ રીતે રક્ષણ કરે અને મળેલ જન્મ સાર્થક
કરે.
લી.પપ્પા.મમ્મી,રવિ અને અ.સૌ.હીમાના જય જલાસાંઇ.
November 3rd 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
.
. .શુભલાભ
તાઃ૩/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત આનંદ હૈયે થાય,ને જીવનમાં સ્નેહની વર્ષા થાય
શુભલાભનીકેડી મળતાં,દીવાળીની મઝા પણ મળી જાય
. …………………અનંત આનંદ હૈયે થાય.
વર્ષમાં વરસતા પ્રેમને લેવા,આવતા તહેવારો નિરખાય
સરળ જીવનમાં સ્નેહીઓમળતાં,સગાસંબંધીઓ હરખાય
માતા લક્ષ્મીની પુંજા કરતાં,જીવનમાં ધનની વર્ષા થાય
મળી જાય છે માતાની કૃપાએ,એજ સાચી ભક્તિ કહેવાય
. ………………….અનંત આનંદ હૈયે થાય.
શુભ કાર્યો જીવનમાં કરતાં,કૃપાએ લાભ અનંત મેળવાય
સાચીશ્રધ્ધાએ ભક્તિ કરતાં,માતાની અગણિત કૃપાથાય
વીતેલ વર્ષને વિદાય કરતાં,નવા વર્ષનુ આગમન થાય
સુખશાંન્તિ અને સ્નેહ મળે,જે જીવનેરાહ સાચી દઈ જાય
. …………………..અનંત આનંદ હૈયે થાય.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ
November 2nd 2012
. જીવનની પળ
તાઃ૨/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીંદગીને છે સંબંધ દેહથી,જન્મમળતા એ મળી જાય
કરેલ કર્મ સમજતા જીવનમાં,પળપળ સચવાઇ જાય
. …………………જીંદગીને છે સંબંધ દેહથી.
ક્યારે મળશે કયો દેહ અવનીએ,ના કોઇનેય સમજાય
કર્મબંધન એ સંબંધ જીવનો,દેહ મળતાજદેખાઇ જાય
સમય ના પકડાય કોઇ જીવથી,પળપળ ના સમજાય
ભક્તિને પકડીને ચાલતા જીવનમાં,કૃપા પ્રભુની થાય
. …………………..જીંદગીને છે સંબંધ દેહથી.
માનવજીવન મહેંકીઉઠે,જ્યાં પ્રભાતપહોરને ઓળખાય
નિર્મળભાવના મનમાંરાખતા,કુદરતનો પ્રેમ મળીજાય
બાળપણથી ઉજ્વળતા મેળવવા,મહેનત મનથી થાય
જુવાનીનાસોપાન પારખતાં,જીંદગીમાં પળને પરખાય
. ……………………જીંદગીને છે સંબંધ દેહથી.
*****************************************
November 2nd 2012
. માતાની મમતા
તાઃ૨/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગી લીધી મમતા માની,ને મળી ગયો પિતાનો પ્રેમ
ઉજ્વળ જીવન જીવવા કાજે,રાહ લીધી મેં સીધી એમ
. …………………માગી લીધી મમતા માની.
મોહમાયા તો છે દેહના બંધન,ના જીવ તો ભટકી જાય
મળી જાય જ્યાં ભક્તિસાચી,જીવનો ઉધ્ધાર થઈ જાય
આવી અવનીએ દેહ મળે ત્યાં,દેહેકળીયુગ અડકી જાય
સુખશાંન્તિને પામીલેવા,શ્રધ્ધાએ સાચીરાહ મળી જાય
. …………………..માગી લીધી મમતા માની.
અહંકાર ને અભિમાનને ફેંકી,દેહથી સદમાર્ગને મેળવાય
જલાસાંઇની પ્રેમાળકેડી મળતાં,ના જીવ કદીયે ભટકાય
આંગણેઆવી પરમાત્મા માગે,એજ છે જીવની લાયકાત
મુક્તિમાર્ગની સાચી રાહ,માનવને ભક્તિએજ મળીજાય
. ………………….માગી લીધી મમતા માની.
+++++++++++++++++++++++++++++++++++++++
November 1st 2012
. મનથી ભક્તિ
તાઃ૧/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરેલ ભક્તિએ,જીવ પર કૃપા પ્રભુની થાય
નિર્મળ ભાવના રાખી કરતાં,જન્મ સફળ થઈ જાય
. ……………………મનથી કરેલ ભક્તિએ.
અવનીપરના આગમને જીવને,કર્મબંધન સ્પર્શી જાય
જલાસાંઇની સાચી ભક્તિએ,મળેલ બંધન છુંટતાજાય
શ્રધ્ધા રાખી પ્રેમની કેડીએ,જીવે સુખશાંન્તિ મળી જાય
કળીયુગની કાયાને છોડતાં,મનથી ભક્તિ સાચી થાય
. …………………..મનથી કરેલ ભક્તિએ.
મિથ્યા લાગતું મનુષ્ય જીવન,એભક્તિથી સાર્થક થાય
મોહ રહે ના માયા રહે જીવને,મળેલ દેહ પવિત્ર થાય
સાચા સંતની રાહે ભક્તિ કરતાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળજીવન કૃપાથીમળતાં,મળેલજન્મ સાર્થક થાય
. ……………………મનથી કરેલ ભક્તિએ.
======================================
November 1st 2012
. શ્રી જલારામ ઠક્કર
તાઃ૧/૧૧/૨૦૧૨ (ગુરૂવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ જન્મ સાર્થક કરી જગતમાં ભક્તિની જ્યોત પ્રકટાવી.
લા લાગણી, મોહ માયાનો ત્યાગ કરીને એ જીવન જીવી ગયા.
રા રામનામની કેડી પકડી ભગવાનને ઝોળી ડંડો મુકી ભગાડ્યા.
મ મળેલ જન્મ પત્નિ વિરબાઇના સંગે સાર્થક કર્યો.
પ્ર પ્રભુને પ્રાર્થના કરી જગતના જીવોને ભક્તિ માર્ગ દીધો.
ધા ધારણ કરેલ દેહ પરમાત્માનેય છોડીને ભાગવુ પડ્યું.
ન નર્કના દ્વાર બંધ કરી ભક્તિમાર્ગે સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા.
જી જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસથી અન્નદાનની રાહ લીધી.
ઠ ઠક્કર કુળને જગતમાં ઉજ્વળ બનાવી ગયા.
ક કરેલ કર્મ એ જ જીવના બંધન છે.
ક કદીક ભુલથી પણ સત્કર્મ થતાં જીવને પ્રભુ કૃપા મળે છે.
ર રધુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ.
********************************************************