કુદરતની કાતર
. કુદરતની કાતર
તાઃ૧૧/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની છે કાતર નિરાળી,ના કોઇ જીવથી છટકાય
કર્મ વર્તનની કેડી વાંચતા,કુદરતી ઝાપટ પડી જાય
. …………………..કુદરતની છે કાતર નિરાળી.
મોહમાયાની ચાદર છુટતાં,જીવેનિર્મળ રાહ મળી જાય
જીવને મળેલ કર્મના બંધન,સાચી ભક્તિએ છુટી જાય
મળેલ માયા કાયાને સ્પર્શે,ત્યાં આજીવન વેડફાઇ જાય
અહીં તહીંની સમજ છુટતાં,જીવ જન્મ મરણથી બંધાય
. …………………..કુદરતની છે કાતર નિરાળી.
મળે દેહ અવનીએ જીવને,એ વાણી વર્તનથી જ સંધાય
જીવન ઉજ્વળ કરવા કાજે,સાચી ભક્તિ જીવથી પકડાય
આવી આંગણે કૃપામળેપ્રભુની,લાયકાત જીવની કહેવાય
મુક્તિમાર્ગના દ્વાર ખુલતાં,જીવ કર્મનાબંધનથી છુટી જાય
. …………………..કુદરતની છે કાતર નિરાળી.
=================================