June 9th 2013

મળેલ શાંન્તિ

.                મળેલ શાંન્તિ

તાઃ૯/૬/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની કેડી નિરાળી,સાચી માનવતાએ મળી જાય
કળીયુગની કાતર છુટે,ત્યાંજ મનને શાંન્તિ મળી જાય
.                               ………………..કુદરતની કેડી નિરાળી.
અગમ નિગમના ભેદ અનેરા,ના કોઇથીય  છટકાય
કળીયુગની આ માયા અનેરી,સમયે સમયે સમજાય
મળે જ્યાં માયાનોમોહ જીવને,ત્યાંઅહીં તહીં ભટકાય
અંત નાઆવે દેહનો અવનીથી,કુદરતી લીલાકહેવાય
.                                ………………..કુદરતની કેડી નિરાળી.
જીવને મળે છે શાંન્તિ જગમાં,જ્યાં મનથી ભક્તિ થાય
જલાસાંઇની સાચી ભક્તિ,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
પ્રેમ નિખાલસ મનથી કરતાં,માનવતાય  મહેંકી  જાય
મળેલ શાંન્તિ જીવને અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય
.                              …………………કુદરતની કેડી નિરાળી.

=================================

June 8th 2013

પપ્પા પાગલ

.                        પપ્પા પાગલ

તાઃ૮/૬/૨૦૧૩                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલાકુંજની  છે કેડીજ ન્યારી,નાટકની સરળતાએ દેખાય
સંતાનની કળીયુગતા જોતા,આખર પપ્પા પાગલ થાય
.                          ……………….કલાકુંજની  છે કેડીજ ન્યારી.
મુકુંન્દભાઇ પર મહેર માતાની,પિતાના પાત્રથી દેખાય
નિર્મળતાની રાહ પકડી ચાલતા,નાટક સફળ થઇ જાય
દીકરા વહુના પાત્રને ભજવી,કલા સંતાન ખુબ હરખાય
જમાઇ ને દીકરીની  રાહ પકડી,આ નાટક ઉજ્વળ થાય
.                           ………………કલાકુંજની  છે કેડીજ ન્યારી.
તોતડો હોય કે ભીમ હોય,સુંદર પાત્રને જ ભજવી જવાય
દેવીબેનની  શીતળ દ્રષ્ટિએતો,પિતા વરરાજા થઈ જાય
પ્રદીપને હૈયે આનંદઅનેરો,રશેશભાઇને જોતા મળીજાય
હ્યુસ્ટન શહેરમાં કલાકુંજથી,અનુભવી કલાકારને જોવાય
.                         ………………..કલાકુંજની  છે કેડીજ ન્યારી.

=========================================
.             .હ્યુસ્ટનના સ્થાનીક કલાકારોના  કલાપ્રેમે કલાકુંજની સ્થાપના કરી નવા સોપાને
આ બીજુ નાટક પપ્પા થયા પાગલ જનતાને આપી ખુબ જ ઉત્તમ મનોરંજન કરાવેલ છે.
તેની યાદ રૂપે આ લખાણ હ્યુસ્ટનના કલાપ્રેમીઓની સંસ્થા  કલાકુંજને સપ્રેમ ભેંટ.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા રવિ બ્રહ્મભટ્ટ તરફથી જય જલારામ.    તાઃ૮/૬/૨૦૧૩.

June 5th 2013

પૃથ્વીએ આગમન

.                   .પૃથ્વીએ આગમન     

તાઃ૫/૬/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

પતિ પત્નીના પ્રેમની સાંકળ,સંતાનથી સચવાઇ જાય
અવનીપર ના આગમને જીવને,કર્મ બંધન મળી જાય
.                       ……………….પતિ પત્નીના પ્રેમની સાંકળ.
માબાપનો પ્રેમ નિખાલસ મળતા,બાળપણને સમજાય
ઉજ્વળતાની કેડી મેળવવા,જીવે ભ ક્તિમાર્ગ મેળવાય
મળ્યો દેહ માનવીનો જીવને,એજ પ્રભુની કૃપા કહેવાય
સંસ્કારને પકડી ચાલતા જીવને,મુક્તિ માર્ગ મળી જાય
.                    ………………….પતિ પત્નીના પ્રેમની સાંકળ.
અવનીપરના આગમનને,જીવનો જન્મ દીન કહેવાય
આજ તારીખ હતી મળેલ દેહની,જન્મ વર્ષ હતુ ૧૯૪૯
આજકાલનીકેડી નાપકડાતા,ઉંમર હવે ૬૪વર્ષની થાય
ના માયા ના મોહ મને,જ્યાં જલાસાંઈની કૃપા જ થાય
.                    …………………..પતિ પત્નીના પ્રેમની સાંકળ.

+++++++++++++++++++++++++++++++++++++

June 3rd 2013

સુખ અને શાંન્તિ

.               સુખ અને શાંન્તિ

તાઃ૩/૬/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવનમાં સાથ મળતા,મોહમાયા ભાગી જાય
નિર્મળતાના સંગે જીવનમાં,સુખશાંન્તિ આવી જાય
.                        ………………….સરળ જીવનમાં સાથ મળતા.
લગની લાગતા માનવતાની,જીવન આ મહેંકી જાય
અપેક્ષાની કેડીને છોડતાજ,સરળ સોપાન મળી જાય
ના આધી કે ના વ્યાધી,જીવનમાં કદી ક્યાંય  દેખાય
પરમાત્માની એક જ નજરે,આ જન્મ સફળ થઈજાય
.                     …………………..સરળ જીવનમાં સાથ મળતા.
કાળા નાણે કકડે આ જીવન,સુખ શાંન્તિય ભાગી જાય
ના આરો કે ઓવારો રહેતા,મૃત્યુએ જીવન આ દોરાય
ભક્તિ રાહની એક જ કેડી,માનવતાને  મહેંકાઇ જાય
જલાસાંઇની સાચી કૃપાએ,સુખ ને શાંન્તિ મળી જાય
.                 ……………………સરળ જીવનમાં સાથ મળતા.

++++++++++++++++++++++++++++++++++++

June 3rd 2013

કાતર

.                 કાતર

તાઃ૩/૬/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

કાતર ચાલતા રાહ મળે,ત્યાં જ જીવ છટકી જાય
કેવી કાતર ક્યાંથી ચાલી,એ પરિણામેજ  દેખાય
.                       ………………..કાતર ચાલતા રાહ મળે.
મળે જો માયા મોહ જીવનમાં,વ્યાધીઓ મળી જાય
ઉજ્વળતાની રાહ લેવા,મોહમાયા કાતરથી કપાય
સાચી શ્રધ્ધાએજ છે સીડી,કળીયુગથી બચી જવાય
મળે શાંન્તિ આવી જીવનમાં,એ જલા કૃપા કહેવાય
.                        …………………કાતર ચાલતા રાહ મળે
સ્નેહની સાંકળ જીવનસંગી સંગે,એ કાતરથી છેદાય
એકજ કેડી દુઃખની મળતા,માનવતાજ ખોવાઇ જાય
આરો ના ઓવારો રહેતા,મૃત્યુ એ આંગળી ચીંધીજાય
અવનીપરથી વિદાય લેતા,જીવ જન્મોજન્મભટકાય
.                       ………………… કાતર ચાલતા રાહ મળે.

===================================

June 1st 2013

આંગળીની પકડ

.                  આંગળીની પકડ

તાઃ૧૩/૫/૧૯૬૩ (૫૦ વર્ષની પકડ) તાઃ૧૩/૫/૨૦૧૩

તાઃ૧/૬/૨૦૧૩                                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

પકડી આંગળી કોકીલાબેને,ત્યાં જીવનમાં સરળતા આવી ગઈ
નવીનભાઇની પ્રેમની કેડી,તેમને લગ્નતીથીથી જ મળી ગઈ
.                              ………………….પકડી આંગળી કોકીલાબેને.
સમયની સરળતા જીવનમાં,પચાસ વર્ષ પણ વિતાવી ગઈ
વાર તારીખ ને એક જ તીથી,ના કોઇનાથીય  બદલાઇ  ભઈ
અમીર ગરીબની ના કોઇ ચિંતા,મળ્યા જીંદગી જીવવા અહીં
લગ્નગીત ના વાગ્યા કોઇ,કે ના વરઘોડોય નીકળ્યોતો  તહીં
.                             ………………….પકડી આંગળી કોકીલાબેને.
મળી ગયાતા અમીં છાંટણા,એ લગ્ન પ્રસંગે કુદરતનો પ્રેમ
બાબુકાકાની કાર મળી ગઈ,ત્યાં  પરભુભાઇ લઈ ગયા છેક
દશાનાગરની વાડીમાં પહોંચી,કોકીલાબેનની  લીધી પ્રીત
નવીનભાઇના નિર્મળપ્રેમે,મળીગઈ જીવનજીવવાની રીત
.                           …………………..પકડી આંગળી કોકીલાબેને.
અમીર ગરીબની ના કોઇ માયા,બકુબેનના પ્રેમે છટકી ગઈ
લડ્યા ઝગડ્યા અનેક વાર,તોય લાગણી કદીય  છુટી નહીં
પ્રેમ નિખાલસ નવીનભાઇનો,ને નિર્મળતા કોકીલાબેનની
હ્યુસ્ટન સાથે લઇને આવ્યા,જ્યાં પ્રેમની સરીતા વહેતી થઈ
.                              ………………..પકડી આંગળી કોકીલાબેને.

=======================================================================

.         .કલમની કદર સમાન અને નિખાલસપ્રેમની જ્યોત લઈને શ્રી નવીનભાઈ તેમના
પ્રેમાળ પત્ની કોકીલાબેનને પચાસ વર્ષ પહેલા  એજ તીથી વૈશાખ સુદ ત્રીજ ,એજ વાર સોમવાર
અને એજ તારીખ ૧૩મી મે ને ૧૯૬૩ના રોજ જીવનસંગીની તરીકે લગ્ન કરી તન મનથી મહેંનત
કરી ઉજ્વળ જીવનની રાહ મેળવી રહ્યા છે.સંત પુજ્ય જલારામ બાપાને પ્રાર્થના કે તેમને સર્વરીતે
શાંન્તિ આપી જીવને પવિત્ર રાહ આપે તેવી પ્રાર્થના. (લગ્ન જીવનની સાંકળ ૧૩/૫/૧૦૬૩ થી
૧૩/૫/૨૦૧૩ પચાસ વર્ષ વટાવીને સુખશાંન્તિથી આગળ ને આગળ ચાલે તે પ્રાર્થના)

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ પરિવાર તથા હ્યુસ્ટનના સાહિત્યપ્રેમીઓના જય જલારામ.

« Previous Page