November 21st 2014

લગ્ન જીવન

jalabapa Ravi

 

 

.

.

.

 

.

.

.                      લગ્ન  જીવન

તાઃ૧૮/૧૧/૧૪                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

.            . (લગ્ન તાઃ૨૧/૧૧/૨૦૧૧)

કર્મનાબંધન છે જીવની જોડી,કુદરતના પ્રેમથી મળી જાય
જન્મલગ્ન એયાદ છે જીવની,અનંત આનંદે એને ઉજવાય
…એવી આવી રવિ હિમાના લગ્નની તારીખ,પપ્પા મમ્મી ખુબ હરખાય.
પ્રેમ નિખાલસ પામી લેતા,જીવનમાં આનંદ મળી જાય
હિમા રવિની ઉજ્વળ કેડીએ,સંસારમાં મહેંક પ્રસરી જાય
સંસ્કારને સાચવી જીવન જીવતા,મમ્મી પપ્પાય હરખાય
અંતરથી આશીર્વાદ મળતાં જ,વિરનુ આગમન થઇ જાય
…એવી આવી રવિ હિમાના લગ્નની તારીખ,પપ્પા મમ્મી ખુબ હરખાય.
અજબશ્રધ્ધા રવિની જલાસાંઇ કૃપાએ,સાચીરાહ મેળવાય
ઉજ્વળ જીવનની કેડીએજ,હિમા જીવનસંગીની મળી જાય
આશીર્વાદ મેળવી માબાપના,અમારી પુત્રવધુએ થઈ જાય
હ્યુસ્ટન આવી સંસ્કારસાચવી,ઉજ્વળ જીવનએ મેળવીજાય
…એવી આવી રવિ હિમાના લગ્નની તારીખ,પપ્પા મમ્મી ખુબ હરખાય.

==========================================

.            અમારા વ્હાલા પુત્ર ચી.રવિના લગ્ન ચી.અ.સૌ.હિમાની સાથે આ તારીખે થયા
જેની યાદ રૂપે આ કાવ્ય અંતરના પ્રેમથી સંત પુજય જલારામ બાપા અને સંત પુજ્ય
શ્રી સાંઇબાબાની અસીમકૃપા મેળવી પવિત્ર અને ઉજ્વળ જીવન મેળવે તેજ અમારા
આશિર્વાદ સહિત આ લખાયેલ કાવ્ય અર્પણ.

લી.પપ્પા,મમ્મી,ના જય જલારામ અને જય સાંઇરબાબા સહિત આશિર્વાદ.
અને મોટીબહેન દીપલબેન અને બનેવી નીશીતકુમારના જય જલારામ

No Comments

No comments yet.

RSS feed for comments on this post.

Sorry, the comment form is closed at this time.