April 21st 2015

. .સવાર સાંજ
તાઃ૯/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે દેહને સવાર સાંજ,જ્યાં સુરજ આવે ને જાય
એજ પૃથ્વીની પરિક્રમા,જીવને અનુભવે દેખાય
……..એ વિશ્વપિતાની છે કૃપા,જે જગતને સાચવી જાય.
સુર્યદેવનો ઉદય ને અસ્ત,જગે સમય આપી જાય
મળેલ દેહની દ્રષ્ટિએ,જગતમાં ઉદયઅસ્ત દેખાય
અજબશક્તિ છે સુર્યદેવની,ને તેમના દર્શન થાય
બીજા અનેક દેવો છે,જેને ફક્ત નામથી ઓળખાય
……..એવી અનેક પત્થરની મુર્તી બનાવીને પુંજા થાય.
કૃપાઅજબ છે સુર્યદેવની,જે સમય સમજાવી જાય
અવનીપરના આગમને,જીવને આજકાલ સમજાય
મળે સવાર જીવને જગે,ત્યાંજ કર્મનીકેડી મળી જાય
વિદાય થતાં સુર્યકિરણની,જીવને પથારી મળીજાય
……..એ અજબલીલા સુર્યદેવની,અર્ચનાએ જ મેળવાય. ************************************
April 21st 2015
. .અપેક્ષાનો ભંડાર
તાઃ૧૩/૪/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાની શીતળકેડી મળે જીવને,જ્યાં ભક્તિ સાચી થાય
પાવનકર્મને પકડી ચાલતા,અપેક્ષાની કેડીઓ છુટી જાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
માયાનુ બંધનછે જગતમાંએવુ,જે નિર્મળતાને તોડી જાય
મુક્તિ માર્ગને પામી લેવા,સંત જલા સાંઇની ભક્તિ થાય
પકડે માનવતાને કળીયુગ,ના જગતમાં કોઇથીય છટકાય
અપેક્ષાના આભને આંબવા,પરમાત્માને પારખી પુંજા થાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
કર્મનાબંધન છે જીવના સંબંધ,ના કોઇથીય જગે છટકાય
કુદરતની આ અપાર લીલા,અવનીપર દેહ મળતા દેખાય
માનવમનને જકડે કળીયુગીકાતર,સાચીભક્તિએ સમજાય
પાવન રાહ મળતા જીવનમાં,અપેક્ષાનો ભંડાર ભાગી જાય
…..મળે જીવનમાં શાંન્તિ જીવને,કળીયુગથી દુરએ લઈ જાય.
============================================