પરમાત્માનો પ્રેમ
. . પરમાત્માનો પ્રેમ
તાઃ૨૭/૧૨/૨૦૧૫ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે પ્રેમ પરમાત્માનો જીવને,જ્યાં નિર્મળ ભક્તિ થાય
મોહમાયા દુર મુકીને ભજતા,જીવ પર કૃપા પ્રભુનીથાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.
સરળ જીવનની રાહ મળે જીવને,જ્યાં સાચી ભક્તિ થાય
અંતરથી કરેલ માળા જીવનમાં,શાંન્તિની વર્ષા કરી જાય
મનથી કરેલ વંદન પરમાત્માને,સરળ જીવન આપી જાય
ભક્તિરાહે જીવન જીવતા,અંતે જીવને મુક્તિરાહ દઈ જાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.
આરતી અર્ચન પ્રેમે કરતા,માતાની અસીમકૃપા થઈ જાય
કુળદેવીને અંતરથી વંદન કરતા,સંતાની પ્રેમ મળી જાય
માતાનીઅખંડ આરાધના કરતા,જીવનો જન્મસફળ થાય
અવનીપરના આગમને જીવને,માતાની કૃપા મળી જાય
……….શ્રધ્ધા રાખીને વંદન કરતા,જીવનમાં કર્મ સરળ થઇ જાય.
***************************************************