March 6th 2016

ચીંધે ભક્તિ

.               .ચીંધે ભક્તિ

તાઃ ૬/૩/૨૦૧૬                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી જીવન જીવતા,મળે સફળતાના સોપાન
અનેક અપેક્ષાદુર રાખતાં,જીવે ઉજ્વળ રાહ મેળવાય
………….મળેલ માનવતા જીવને,પાવન જીવન આપી જાય.
દેહમળે અવનીએ જીવને,કળીયુગી કાતર લાવી જાય
આવનજાવન અવની પર,કર્મના બંધનથી મેળવાય
પવિત્રરાહ માનવીને જગે,પરમાત્માની કૃપાએ દેખાય
નિર્મળ ભક્તિ શ્રધ્ધાએ કરતાં,ના અપેક્ષા કોઇઅથડાય
………….મળેલ માનવતા જીવને,પાવન જીવન આપી જાય.
સગા સંબંધી સ્નેહીના બંધન,માનવજીવન જકડી જાય
નિર્મળભાવે ભક્તિ કરતાં,ના સાધુમંદીરની જરૂર જણાય
નામોહ કે માયાનીચાદરઅડે,જ્યાં જલાસાંઇનીકૃપા થાય
બારણુ ખોલે પ્રભુનુ આગમન,ભક્તિજ્યોત પ્રગટાવી જાય
………….મળેલ માનવતા જીવને,પાવન જીવન આપી જાય.

=====================================